98 બેઠકો પર કોંગ્રેસના નામો નક્કી, ભાજપના નામો જાહેર થાય તેની રાહમાં કોંગ્રેસ !

02 Nov 22 : ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારોની પસંદગી પર સ્ક્રીનિંગ કમિટીની બેઠક આજે મળી રહી છે. આ બીજીવાર બેઠક સ્ક્રિનિંગ કમિટીની મળી રહી છે. સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર 98 બેઠકો પર ઉમેદવારોના નામો નક્કી છે. કોંગ્રેસે ઉમેદવારોને કાનમાં ફૂંક મારી છે કે તમે આ બેઠકો પર નિશ્ચિત છો પરંતુ નામો જાહેર કરવામાં શેનો ડર છે. આજે સ્ક્રીનિંગ કમિટની બેઠકમાં દિલ્હી ખાતે જગદિશ ઠાકોર, સુખરા રાઠવા, રઘુ શર્મા પહોંચ્યા છે. તમામ નામો ઉમેદવારોના નક્કી કરવા માટેની આ મહત્વની બેઠક કોંગ્રેસે બોલાવી છે. દિવાળી પહેલા પણ એક બેઠક મળી હતી અને હવે બીજી બેઠક આજથી બે દિવસ માટે ચાલનાર છે.

ભાજપના નામો જાહેર થાય તેની રાહમાં કોંગ્રેસ – અત્યારે કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી હાલત છે. ટિકિટ મળવાની લ્હાયમાં કેટલાક નેતાઓ બીજેપીથી દાઝેલા કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે ત્યારે કેટલાક સ્થાનિક નેતાઓને જે વિસ્તારમાં ટિકિટ મળવાની આશા છે તેમની આશા પર પાણી ફરી ફળે તેવી પણ ચિંતા છે ત્ચારે કોંગ્રેસને આ વાતનો પણ ડર છે. કેમ કે, નેતાઓ પક્ષ પલટો ના કરે. આ ઉપરાંત આવું થાય તો અંદરો અંદર ડખો થવાની પણ શક્યતા છે. જેનું એક ઉંદા. તાજેરતમાં મહેન્દ્રસિંહના કોંગ્રેસમાં જોડાવાને લઈને જોવા મળ્યું છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય જશુ પટેલની નારાજગી પણ સામે આવી હતી. કેમ કે, તેમને તેમની સીટ પરથી તેઓ લડે તેવો ડર છે.

સેન્ટ્રલ ઈલેક્શન કમિશ સાથે પણ વાટાઘોટા – કોંગ્રેસે ઉમેદવારોના નામો જાહેર કરવા થોભો અને રાહ જોવો જેવી નિતી અપનાવી રહી છે. આજથી કોંગ્રેસની બીજી તબક્કાની બેઠકોનો દોર શરુ થઈ ગયો છે. સ્ક્રિનિંગ કમિટીની બેઠક બાદ સેન્ટ્ર્લ ઈલેક્શન કમિટીની બેઠકમાં ગુજરાત કોંગ્રેસના નામો નક્કી કરવામાં આવશે. ઓક્ટોબર મહિનામાં નામો દિવાળી બાદ જાહેર કરવાની વાત હતી ત્યારે હજુ સુધી નામો જાહેર જ નથી કરવામાં આવ્યા.

વધુમાં વાંચો… કોંગ્રેસની પરીવર્તન યાત્રા ઉનાનાં નવાબંદર ગામે પહોંચી સ૨કા૨ ની અણધડ નિતી સામે કરાયાં પ્રહાર

ઉના તાલુકાના નવાબંદર ગામે માછીમારો નાં પત્રનો ને ઉજાગર કરવા કોંગ્રેસ સમિતિ દ્વારા સાત સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત સત્યાગ્રહ આંદોલન શરૂ કરવામાં આવેલ હતું અને સાંજનાં સમયે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પરીવર્તન યાત્રા નો પ્રારંભ કરાયેલ તે તાલાલા ગીરગઢડા થઈ ને ઉના શહેરમાં ઠેરઠેર સ્વાગત સાથે ભવ્ય રીતે નવાબંદર મરીન વિસ્તારમાં પહોંચી હતી ત્યાં કોંગ્રેસ નાં આગેવાન વર્તમાન ધારાસભ્ય પુંજાભાઈ વંશ તેમજ તાલુકા પ્રમુખ પ્રમુખ ગુણવંતભાઇ તળાવીયા સહિત માછીમાર સમાજ નાં અગ્રણી આગેવાનો એ સ્વાગત કરેલ હતું ત્યાર બાદ કોંગ્રેસ સમિતિ પરીવર્તન સંકલ્પ યાત્રા માં આવેલ પૂર્વ પ્રમુખ અજુનભાઈ મોઢવાડિયા, કાર્યકારી પ્રમુખ ધારાસભ્ય અમરીશ ડેર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ જેની બેન ઠુમ્મર, દ્વારા ભાજપ સરકાર ની અણધડ નીતિઓ, ભ્રષ્ટાચાર રામજીભાઈ ડાભી શહેર કોંગ્રેસ,બેરોજગારી,મોંઘવારી નાં કારણે પ્રજા પર અસહ્ય મારથી પીડાઈ રહી છે, ખેડૂતો, માછીમારો, મજૂરો, કર્મચારીઓ દરેક વર્ગના લોકો હેરાન છે, ભાજપ સદંતર નિષ્ફળ રહ્યું છે તેમ જણાવીને સરકારનાં ૨૭ વર્ષ નાં શાસનની પોલ ખોલી પ્રહાર કર્યા હતા.

કોળી સમાજ નાં અગ્રણીઓ સહિત ના આગેવાનો અને વિશાળ લોકો દ્વારા હાજર રહી ને મોરબી માં બનેલી પુલ તુટવા ની દુઃખદ ધટના નાં મૃતકો ને શ્રધ્ધાંજલી આપી મૌન પાળેલ અને તેમનાં પરીવારને આવી પડેલી દુ:ખદાયી મુસકેલી સમયે સમગ્ર કોંગ્રેસ પરીવાર પક્ષ મૃતકો અને ભોગ બનેલા પરીવારનાં સાથે હોવાનું જણાવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here