કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય – ભાજપે આજે દક્ષિણમાં તેનો એકમાત્ર ગઢ ગુમાવ્યો

File Image
File Image

13 May 23 : ભાજપે આજે દક્ષિણમાં તેનો એકમાત્ર ગઢ ગુમાવ્યો છે. કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમાઈએ કોંગ્રેસની 130 બેઠકોથી આગળ વધ્યા પછી તરત જ હાર સ્વીકારી હતી. ભાજપ 60થી વધુ બેઠકો પર અને એચ.ડી. કુમારસ્વામીની જેડી(એસ) 20થી વધુ બેઠકો પર આગળ છે. કોંગ્રેસની જીત બાદ કર્ણાટકના લોકો અને પાર્ટીના કાર્યકર્તા ઓને અભિનંદન આપતા કોંગ્રેસના રાહુલ ગાંધીએ કહ્યું, “રાજ્યમાં હવે નફરતનું બજાર બંધ થઈ ગયું છે, અને પ્રેમની દુકાનો ખુલી ગઈ છે”. જણાવી દઈએ કે, કોંગ્રેસે આજે સાંજે તેના ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે અને તેના તમામ ધારાસભ્યોને બેંગલુરુ પહોંચવા કહ્યું છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, “અમે ઉમેદવારોને કેવી રીતે પ્રતિક્રિયા આપવી તે અંગે ટૂંકમાં માહિતી આપીશું. હાઇકમાન્ડ નિર્ણય લેશે.”

મુખ્યપ્રધાન બસવરાજ બોમાઈએ હાર સ્વીકારી. બીજી તરફ બપોર બાદ હાર સ્વીકારતા, રાજ્યના મુખ્યપ્રધાન બસવરાજ બોમાઈએ કહ્યું, “વડાપ્રધાન અને ભાજપના કાર્યકરો દ્વારા ઘણા પ્રયત્નો કરવા છતાં, અમે જીત મેળવી શક્યા નથી. અમે આ પરિણામને બદલવા લોકસભાની ચૂંટણીમાં ફરી પાછી મહેનત અને પ્રયાસ કરીશું.” ઉપરાંત, જનતા દળ સેક્યુલર નેતા એચડી કુમારસ્વામી, જેમની પાર્ટી 20થી વધુ સીટો પર આગળ છે, તેમણે કહ્યું કે, “હું એક નાનો પક્ષ છું, મારી કોઈ માંગ નથી. હું સારા વિકાસની આશા રાખું છું.’ ત્રિશંકુ વિધાનસભા ના કિસ્સામાં JDS કિંગમેકર બનવાની ધારણા હતી. પરંતુ, હવે કોંગ્રેસ બહુમતીથી આગળ વધી રહી છે. જણાવી દઈએ કે કર્ણાટકની વિધાસનભા ચૂંટણીને લઈ પીએમ મોદીએ 19 જાહેર સભાઓ અને છ રોડ શો કર્યા હતા. તેમની સાથે પાર્ટીના અન્ય દિગ્ગજ નેતાઓએ પણ જોરશોરથી પ્રચાર કર્યો હતો. પરંતુ, તેમ છતાં પાર્ટી રાજ્યમાં જીત મેળવી ન શકી. પીએમ મોદીએ ટ્વીટ કરી કોંગ્રેસને શુભેચ્છા પાઠવી.કર્નાટકમાં કોંગ્રેસની ભવ્ય જીત બાદ પીએમ મોદીએ ટ્વીટ કરી કોંગ્રેસ પાર્ટીને જીત બદલ શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ ટ્વીટ કરી લખ્યું કે, કર્નાટક વિધાનસભા ચૂંટણીમાં જીત બદલ કોંગ્રેસ પાર્ટીને શુભેચ્છા. લોકોની આકાંક્ષાઓને પૂરી કરવા માટે તેમને મારી શુભકામનાઓ.

વધુમાં વાંચો… કર્ણાટકમાં જીતથી લઈને ગુજરાતમાં કોંગ્રેસની ખુશી, આ ખુશી કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં નેતાઓ અને કાર્યકર્તાઓમાં વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમાં જગદિશ ઠાકોરે ‘જય બજરંગ બલી’ ટ્વીટ કરીને જવાબ આપ્યો હતો.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીતથી ગુજરાત કોંગ્રેસમાં ખુશી જોવા મળી રહી છે. ચાર મહિનામાં વિધાનસભાની ચૂંટણીમાં 17માં સમેટાઈ ગયેલી કોંગ્રેસને આશા છે કે આ જીતની અસર ગુજરાત પર પણ પડશે. કર્ણાટકમાં કોંગ્રેસની જીત પર ગુજરાતના પ્રદેશ પ્રમુખે લખ્યું છે કે જય બજરંગ બલી. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીતની અસર ગુજરાત સુધી જોવા મળી રહી છે. ચાર મહિના પહેલા ચૂંટણીમાં જંગી હારનો સામનો કરનાર ગુજરાત કોંગ્રેસને દક્ષિણમાંથી રાહત મળી રહી હોય તેવું લાગી રહ્યું છે. કર્ણાટકમાં મત ગણતરી વચ્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકરેએ ટ્વીટ કર્યું છે કે જય બજરંગ બલી. આ પછી જગદીશ ઠાકરેએ વધુ એક ટ્વિટ કર્યું છે. તેમાં લખ્યું છે જય સિયારામ-જય બજરંગ બલી. ઠાકરે એક વીડિયો પણ શેર કર્યો છે. તેમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની તસવીરો છે. તો બીજી તરફ કર્ણાટક ચૂંટણી પરિણામો પર ગુજરાત ભાજપે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વડા જગદીશ ઠાકોરે વધુ એક ટ્વિટ કર્યું છે કે દક્ષિણ ભારત માત્ર એક ઝાંખી છે, આખો દેશ આવવાનો બાકી છે.

કર્ણાટકની જીત બાદ આ વખતે વિધાનસભામાં માત્ર 17 સીટોમાં સમેટાયેલી કોંગ્રેસમાં લોકસભાની ચૂંટણી પહેલા જોમ જોવા મળી રહ્યો છે. કર્ણાટક બાદ આગામી સમયમાં વિવિધ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે આ ઉપરાંત લોકસભાની ચૂંટણીઓ પણ આગામી સમયમાં યોજાઈ રહી છે.

વધુમાં વાંચો… શ્રી સરદાર પટેલ સેવાદળ – SPG દ્વારા વાઈડ એન્ગલ સિનેમા મહેસાણા ખાતે “ધ કેરલ સ્ટોરી” ફિલ્મ દ્વારા મહિલાઓને ફિલ્મ બતાવવામાં આવી હતી.
SPG ગ્રુપ દ્વારા હિન્દુ સમાજની દીકરીઓમાં જાગૃત લાવવાના પ્રયાસના ભાગ રૂપે મહેસાણાના વાઈડ એંગલ સિનેમા ખાતે દીકરીઓને ધ કેરલ સ્ટોરી ફિલ્મ મફતમાં બતાવવામાં આવી હતી. સિનેમા હોલ ખાતે 500 જેટલી ગ્રામ્ય અને શેહરી વિસ્તારની દીકરીઓમાં આ ફિલ્મ દ્વારા જાગૃતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે પ્રયાસના ભાગ રૂપે “ધ કેરલ સ્ટોરી” ફિલ્મ દીકરીઓને બતાવવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં મહેસાણા ના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, નગર પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ,SPG મહિલા અધ્યક્ષ અંજુબેન પટેલ , વોટરવર્કશ સમિતિ ચેરમેન & SPG આગેવાન રાકેશભાઈ પટેલ અર્બન બેંક ના વાઇસ ચેરમેન કે.કે.પટેલ, CEO વિનુભાઈ પટેલ,ભારત ડેરીના ચેરમેન કિરીટભાઈ પટેલ,મહેસાણા જિલ્લા SPG ના ઉપપ્રમુખ હર્ષદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમનું સફળ આયોજન SPG મહેસાણાના હોદેદારોદ્વારા કરવામાં આવ્યું હતું. આ હોદેદારોએ દીકરીઓ સાથે ફિલ્મ નિહાળી હતી અને જણાવ્યું હતું કે, આજના સમયમાં લવ જેહાદ અટકાવવા અને ફિલ્મ થકી જાગૃતતા આવે તે હેતુથી આ ફિલ્મ દ્વારા દર્શાવાઈ છે. ખાસ કરીને ઉલ્લેખનીય છે કે, ધે કેરલ સ્ટોરી ફિલ્મને લઈને ઘણા સમયથી રાજકારણ પણ ગરમાયું છે ત્યારે આ મામલે કેટલાક પોલિટીકલ નિવેદનો પણ સામે આવી રહ્યા છે. તેવામાં ભાજપના ધારાસભ્યો અને સાંસદો દ્વારા અગાઉ સીએમને પત્ર લખીને આ ફિલ્મને કરમુક્ત કરવા માટે પણ નિવેદન કર્યું છે. જો કે, મધ્યપ્રદેશ, યુપીમાં ફિલ્મ કરમુક્ત કરાઈ છે.

વધુમાં વાંચો બ્રહ્મ દેવ સમાજ -રાજકોટ દ્વારા ધ કેરેલા સ્ટોરી મુવી બ્રાહ્મણ બહેનો માટે થી નિ:શુલ્ક જોવા નુ આયોજન રાખેલ.

બ્રહ્મ દેવ સમાજ -રાજકોટ દ્વારા ધ કેરેલા સ્ટોરી મુવી બ્રાહ્મણ બહેનો માટે થી નિ:શુલ્ક જોવા નુ આયોજન રાખેલ.જેમા બ્રહ્મદેવ સમાજ ની 500 થી વધુ બહેનોએ સામુહીક મુવી જોયેલ. આ કાર્યક્રમ અંગે જણાવતા બ્રહ્મ દેવ સમાજના મીલન ભાઈ શુકલ એ જણાવેલ કે પ્રેમ જેવા પવિત્ર સંબંધ ના નામે દીકરીઓ નુ બ્રેઈન વોશ કરી એને ભરમાવી વિદેશ મોકલવી કે ધર્મ પરિવર્તન કરાવવુ ખરેખર દુર્ભાગ્ય પુર્ણ ગણાય આના માટેથી સરકાર કઠોર કાયદો લાવે એ જરૂરી છે આવા અમુક ટકા લોકોના કારણે આખો ધર્મ બદનામ થઈ રહ્યો હોય ત્યારે મુસ્લિમ ધર્મગુરુઓએ પણ આવા ષડયંત્રો કરનાર વિરૂધ અભિયાન ચલાવવુ જોઈએ. આ તકે બ્રહ્મ દેવ સમાજના મહિલા પાંખના હિરલ બહેને બ્રહ્મ દેવ સમાજ દ્વારા પણ બહેનો ને જાગૃત કરવા વિવિધ અભિયાન ચલાવવા અને ભવિષ્ય મા દિકરીઓને માનસિક મજબુત કરવાના પ્રયત્ન થશે તેમ જણાવેલ. આ ઉપરાંત બ્રહ્મ દેવ સમાજના આગેવાનો વિપુલ ભાઈ જાની,મનોજ ભાઈ રાજગોર,અલપેશ ભાઈ રવૈયા,જીજ્ઞેશ ભાઈ ત્રીવેદી,મનીષ ભાઈ બામટા,ગૌરાગ ભાઈ ત્રીવેદી, હીમાંશુ ભાઈ રાજયગરૂ, રમેશભાઈ રવિયા સહીત બ્રહ્મદેવ સમાજ મહીલા પાંખની વરિષ્ઠ ટીમ ના હીરલબહેન જાની, માલતીબહેન સાતા, કલ્પના બહેન ત્રિવેદિ,ઇલાબહેન જોષી,ભાવીબહેન મહેતા ત્થા મહિલા પાંખ યુવા ટીમ ના જાગૃતિબેન જોષી, ખુશીબેન સાતા,અલ્પાબહેન મઢાવી,બંસીબહેન રાજગોર, કોમલ બહેન જોષી એ જહેમત ઊઠાવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here