31 Aug 22 : ગુજરાત સરકાર ઘ્વારા સંચાલીત ગુજરાત રાજ્ય યુવક બોર્ડમા ગુજરાતના સ્ટેટ કોઓર્ડીનેટર તરીકે ડીગ્રી કૌભાંડના સૂત્રધાર અને યુવા મોર્ચા ના પુર્વ મહામંત્રી કૌશલ દવેની નિમણુક હર્ષભાઈ સંઘવી ઘ્વારા કરવામાં આવતા વિવાદ સર્જાયો છે.ગુજરાત સરકારના ગુજરાત રાજ્ય યુવક બોર્ડ મા ગુજરાતના સ્ટેટ કોઓર્ડીનેટર તરીકે ડિગ્રી કૌભાંડના વિવાદાસ્પદ યુવા મોરચાના અગ્રણી કૌશલ દવેની નિમણૂકથી રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે .

અગાઉ વડોદરા ની એમએસ યુનિવર્સિટી તેમજ અન્ય કેટલીક કોલેજોના નામની બોગસ ડિગ્રી બનાવીને અનેક યુવકો સાથે છેતરપિંડી કરનાર ટોળકી ના સભ્ય અને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના અગ્રણી કૌશલ દવેની પણ સંડોવણી બહાર આવી હતી ત્યારે તેઓ વિવાદમાં આવ્યા હતા. તે બાદ તેઓની યુવા મોરચામાં પ્રદેશ કક્ષાએ નિમણૂક થઈ હતી અને તેઓની ઉંમર થઈ ગયા છતાં પણ નિમણૂક થતા વિવાદ સર્જાયો હતો જેથી તેઓને રાજીનામું ધરી દેવું પડ્યું હતું.

તાજેતરમાં ગુજરાત યુવક બોર્ડમાં સ્ટેટ કન્વીનર તરીકે ફરી એકવાર કૌશલ દવેની નિયુક્તિ થતા વિવાદ સર્જાયો છે આ નિમણૂક માં તેઓને રાજકીય ફાયદાની સાથે સાથે આર્થિક ફાયદો પણ કરી આપવામાં આવ્યો છે સ્ટેટ કન્વીનર તરીકે કૌશલ દવેની નિમણૂક થતા તેઓને દર મહિને રૂ.1,00,000 પગાર અને ગાડીની સુવિધા આપવામાં આવતી હોય છે જેથી ભાજપના સંનિષ્ઠ કાર્યકર્તાઓમાં રોષની લાગણી પેદા થઈ છે.

  • વડોદરા – આ સંતાન મારું નથી તેમ કહી ત્રાસ આપનાર પતિ વિરુદ્ધ પત્નીની ફરિયાદ

31 Aug 22 : આ સંતાન મારું નથી તેમ જણાવી શારીરિક અને માનસિક ત્રાસ આપતા પતિ વિરુદ્ધ પત્નીએ પાણીગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે પતિ વિદેશ નોકરી કરતો હોય વર્ષમાં એકાદ બે વખત ઘરે આવતો હતો અને પત્ની અલગ રહેતી હતી.મૂળ યુપીની વતની અને હાલમાં વડોદરા શહેરના સોમા તળાવ પાસે રહેતી 26 વર્ષીય યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે, મારા લગ્ન વર્ષ 2016 દરમિયાન મનીષ શર્મા ( હાલ રહે – રિદ્ધિ સિદ્ધિ સોસાયટી ,એમ એમ વોરા શોરૂમ સામે / મૂળ રહે – યુપી) સાથે થયા હતા.

લગ્નજીવન દરમિયાન સંતાનમાં એક દીકરો છે. દીકરાના જન્મ બાદ પતિ ઓમાન ખાતે કામે ગયા હતા. જ્યાંથી પાંચ છ મહિને એક વખત ઘરે આવતા હતા. પતિ મોડી રાત સુધી મોબાઈલ ફોનમાં વાતો કરતા હોય જે બાબતે ઝઘડા થતા હતા. જેથી પિયરમાં ગયા બાદ ગર્ભવતી બની હતી. જે અંગે પછી એ ઝઘડો કરી જણાવ્યું હતું કે આ બાળક મારું નથી. ત્યારબાદ પતિ બેંગ્લોર નોકરીના બહાને જતા રહી કોરોનાકાળમાં લોકડાઉન સહિતના બહાના કર્યા હતા. પરંતુ વિડીયો કોલ કરતા ન હતા. અનેક મુશ્કેલી બાદ બીજા દીકરાનો જન્મ થયો હતો. આમ ,પતિને અન્ય મહિલા સાથે વાત કરતા હોય જે બાબતે ટોકતા તેમજ જન્મ થયેલ બાળક મારું નથી તેવા મેણા મારી ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી સાથે શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો છે.