ચીનમાં ફરીવાર કોરોના ની એન્ટ્રી !

15 Sep 2021 : ચીનના નેશનલ હેલ્થ કમિશને બુધવારે કહ્યું કે છેલ્લા ચોવીસ કલાકમાં ફુજિયાનમાં કોવિડ -19 ના 50 નવા કેસ નોંધાયા છે તે લીધે આ વિસ્તારમાં માં સંક્રમિતોની સંખ્યા વધીને 152 થઈ ગઈ છે.ગ્લોબલ ટાઇમ્સના અહેવાલ મુજબ કોરોના સંક્ર્મણના નિવારણ અને નિયંત્રણના પગલાંને કડક બનાવવા માટે ફુજિયાન પ્રાંતના ઘણા શહેરોમાં શાળાઓ બંધ કરવામાં આવી છે. વુહાન બાદ ચીનનો દક્ષિણ-પૂર્વ ફુજિયાન પ્રાંત ઝડપથી કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે.

કમિશન મુજબ છેલ્લા બે દિવસમાં પુટિયનમાં 59 દર્દીઓની ઓળખ થઈ છે. તે જ સમયે શિયામેનમાં આ સમયગાળામાં 33 લોકોના તપાસ માં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.હાલમાં શાળાઓ બંધ તેમજ વિદ્યાર્થીઓ-શિક્ષકોની તપાસ કરવામાં આવશે. ઝિયામનની એક શાળાને ફુજિયાનમાં કોરોનાના હોટ સ્પોટ તરીકે જોવામાં આવી રહી છે.