
15 May 23 : કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાનું વચન આપ્યું હતું, જે પછી ચૂંટણી પ્રચાર દરમિયાન બજરંગ બલીનો મુદ્દા પર ભારે વિવાદ થયો હતો. પીએમ મોદી અને ભાજપે આ મુદ્દાને બજરંગ બલી સાથે જોડી દીધો હતો. હવે ભલે બજરંગ દળના વિવાદ વચ્ચે કોંગ્રેસને જીત મળી હોય, પરંતુ હવે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે નવી મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. તેમના પર બજરંગ દળનું નામ બદનામ કરવાનો આરોપ લાગ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સંગરુરની અદાલતે માનહાનિના કેસમાં સમન્સ પાઠવ્યા છે. સંગરુરમાં હિન્દુ સુરક્ષા પરિષદ બજરંગ દળ હિંદના હિતેશ ભારદ્વાજે સ્થાનિક કોર્ટમાં તેમની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે કોંગ્રેસ અધ્યક્ષે કર્ણાટક ચૂંટણીમાં બજરંગ દળ પર ‘અપમાનજનક ટિપ્પણી’ કરી હતી અને તેને બદનામ કર્યું છે. આ મામલે મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ કેસ દાખલ કરવાની સાથે બજરંગ દળ હિંદે તેમની પાસેથી કથિત અપમાન માટે 100 કરોડ રૂપિયાની માંગણી કરી છે. સંગરુર સિવિલ જજ (વરિષ્ઠ વિભાગ) રમનદીપ કૌરે કોંગ્રેસ અધ્યક્ષને 10 જુલાઈએ હાજર થવા કહ્યું છે. હિતેશે દાવો કર્યો કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બજરંગ દળની તુલના “રાષ્ટ્ર વિરોધી સંગઠન” સાથે કરી છે અને કર્ણાટકમાં સરકાર બનવા પર બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી છે.
આ મામલે VHPની યુવા પાંખએ દાવો કર્યો છે કે કોંગ્રેસે મેનિફેસ્ટોના પેજ નંબર 10 પર બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાનું વચન આપ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે બજરંગ દળની તુલના પ્રતિબંધિત સંગઠન પીએફઆઈ અને સ્ટુડન્ટ ઈસ્લામિક મૂવમેન્ટ્સ ઓફ ઈન્ડિયા સાથે કરી હતી. VHPના ચંદીગઢ યુનિટે 4 મેના રોજ કોંગ્રેસ અધ્યક્ષને કાનૂની નોટિસ મોકલીને VHP અને બજરંગ દળને 14 દિવસની અંદર 100 કરોડ રૂપિયા ચૂકવવા કહ્યું હતું.
વધુમાં વાંચો… અમેરિકામાં અજાણ્યા હુમલાખોરોએ ફરી કર્યો અંધાધૂંધ ગોળીબાર, 2ના મોત, 5 ઘાયલ
અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ ખતમ થવાનું નામ નથી લઈ રહી. અમેરિકાના એરિઝોના રાજ્યમાં ફરી એકવાર સામુહિક ગોળીબારની ઘટના સામે આવી છે. શનિવારે રાત્રે થયેલા અંધાધૂંધ ફાયરિંગમાં 2 લોકોના મોત થયા છે અને 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જણાવી દઈએ કે આ હુમલો અજાણ્યા લોકોએ કર્યો હતો. આ ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાઈ ગયો છે. અહેવાલો અનુસાર, પીડિતો 15-20 વર્ષની વય જૂથના પુરુષ છે. અને મૃતકની ઉંમર 19 અને 20 વર્ષની હતી. ગોળીબાર બાદ ઘાયલોને તાકીદે પ્રાદેશિક મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અમેરિકામાં ફરી ગોળીબારની ઘટના ઘટી. હોસ્પિટલમાં બે યુવકોના મોત થયા. યુમા પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના શનિવારે રાત્રે 10.54 કલાકે બની હતી. આ દરમિયાન તેમને ગોળીબારની માહિતી મળી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, પરંતુ ઘટનાને અંજામ આપ્યા બાદ હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ અંગે પોલીસે જણાવ્યું કે જ્યારે અમે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ગોળી વાગવાથી ઘણા લોકો ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે ગોળીબારની ઘટના સાઉથ જે એડવર્ડ ડ્રાઇવ પર બની હતી. અગાઉ પણ આવી ઘટનાઓ બની છે. હુમલાખોરો કોણ હતા અને તેઓએ શા માટે આ ઘટનાને અંજામ આપ્યો તે હજુ સ્પષ્ટ થયું નથી. આ અંગે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોની સંખ્યા વધી શકે છે. તમને જણાવી દઈએ કે આ પહેલી વાર નથી કે જ્યારે અમેરિકામાં ફાયરિંગની ઘટના જોવા મળી હોય. રિપોર્ટ્સ અનુસાર, વર્ષ 2023માં ફાયરિંગની ઘટનાઓ ઝડપથી વધી રહી છે. આ વર્ષે અત્યાર સુધીમાં અંધાં ધૂંધ ફાયરિંગની 17 ઘટનાઓ બની છે જેમાં કુલ 88 લોકોએ જીવ ગુમાવ્યા છે.
વધુમાં વાંચો… હિંડનબર્ગનો રિપોર્ટ પીછો નથી છોડી રહ્યો! દિગ્ગજ રોકાણકારે કર્યો અદાણી ગ્રુપમાં રોકાણ કરવાનો ઇનકાર
અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગે જે જખમ અદાણી ગ્રૂપને આપ્યો છે એ હજુ સુધી રૂઝાયો નથી. અદાણી ગ્રૂપના જંગી દેવા અંગે સવાલ ઉઠાવતા હિંડનબર્ગના ઘટસ્ફોટ બાદ અદાણી ગ્રૂપમાં રોકાણકારોનો વિશ્વાસ ડગમગી ગયો છે. દિગ્ગજ રોકાણકાર માર્ક મોબિયસ દ્વારા અદાણી જૂથના દેવા અંગે સવાલ ઉઠાવવામાં આવ્યો છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન, મોબિયસ કેપિટલ પાર્ટનર્સના સ્થાપક માર્ક મોબિયસે અદાણીના દેવા અંગે પ્રશ્ન ઉઠાવતા કંપનીમાં રોકાણ કરવાનો ઇનકાર કરી દીધો છે.
અદાણીના દેવા પર ઉઠાવ્યો સવાલ. ઈન્ટરવ્યુ દરમિયાન માર્ક મોબિયસે કહ્યું કે બજારના રોકાણકારોને ભારત પાસેથી ઘણી અપેક્ષાઓ છે. મોબિયસ કેપિટલ માટે ભારત એક મોટું બજાર છે. તેમની ફર્મ ભારતમાં તેનું રોકાણ વધારવાની યોજના બનાવી રહી છે, પરંતુ તે અત્યારે અદાણી જૂથમાં રોકાણ કરશે નહીં. માર્કે કહ્યું કે ભારત તેમના રોકાણ પોર્ટફોલિયોમાં બે સૌથી મોટા બજારોમાંનું એક છે. જ્યાં સુધી અદાણી ગ્રૂપમાં રોકાણનો સવાલ છે, તે હાલ પૂરતું તેનાથી અંતર રાખશે. તેમણે અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં રોકાણ કરવાનો ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું કે દેવાના કારણે અમે અદાણી જૂથની કંપનીઓમાં રોકાણ કરવાથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે અદાણી જૂથ પર ઘણું દેવું છે અને અમે વધુ દેવું ધરાવતી કંપનીઓમાં રોકાણ કરવા માંગતા નથી. આ કારણથી તેમણે અદાણીની કંપનીઓથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. અગાઉ ફેબ્રુઆરીમાં પણ તેમણે આવી જ વાત કહી હતી. તેમણે અમેરિકાની બેંકિંગ કટોકટી પર પણ પોતાનો અભિપ્રાય આપ્યો અને કહ્યું કે અમેરિકાની અર્થવ્યવસ્થા મંદી તરફ આગળ વધી રહી છે. પ્રાઇમ લેન્ડિંગ રેટ સતત વધી રહ્યો છે. તેમણે કહ્યું કે તાજેતરના ભૂતકાળમાં ઉભરતા બજારોએ યુએસ બજાર કરતાં ઘણું સારું પ્રદર્શન કર્યું છે. ચીન ઉપરાંત ભારતીય બજારોએ અસાધારણ પ્રદર્શન કર્યું છે. ભારત સરકાર સતત સુધારા પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જે રોકાણકારોને ભારત તરફ આકર્ષવા માટે કામ કરી રહી છે.