ભેજા બાજે ભારે કરી -ભરૂચ માં ચોરીના લેપટોપ સાથે એક ભેજાબાજ ની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાંચ, લાખોનો મુદ્દામાલ કબ્જે

09 May 23 : એક પેમફ્લેટ છપાવી ભેજાબાજે આણંદ-ખેડાનાં 6 યુવાનોને નોકરી આપવાનું કહી વડોદરા બાદ ભરૂચની હોટલમાં બોલાવી રુપિયા 1.55 લાખનાં 6 લેપટોપ લઈ ભાગી જતા અનોખી છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે. ખેડાના ઠાસરા ગામે રહેતા જયાનંદ અશોકભાઈ મેકવાનને એક મહિના પહેલા એક પેમફ્લેટ મળ્યું હતું. જેમાં લખ્યું હતું, નોકરી માટે મળો. યુવાને 22 એપ્રીલે ફોન કરતા સામેથી વ્યક્તિએ પોતાનું નામ હસમુખ પટેલ જણાવી વડોદરાની કાઠિયાવાડી હોટલમાં મળવા બોલાવ્યો હતો. વડોદરા હોટલમાં જયાનંદને તેના ખેડા અને આણંદ જિલ્લાના ઠાસરા તેમજ ઉમરેઠ ગામના અન્ય 5 યુવાનો પ્રતીક રાજુ વસાવા, કિરણ અર્જુન ભોઈ, અનિલ મોહન સોલંકી, કિશન અશોક ઠાકોર અને વિશાલ કનુ પરમાર મળ્યા હતા. ભેજાબાજ હસમુખ પટેલે ઉમિયા ફર્ટિલાઈઝરમાં ફિલ્ડવર્કની નોકરી અને મહિને 23 હજાર રુપિયા પગારની વાત કરી હતી. જોકે શરત માત્ર એક નવું કે જૂનું લેપટોપ જોઈશે. તેમ કહી એક મે ના રોજ તમામ નોકરી વાંચ્છુક યુવાનોને ભરૂચ બોલાવ્યા હતા. બપોરે યુવાનો ઝાડેશ્વર ચોકડી ઉતરતા હોટલ સીટીઝન આવવા કહ્યું હતું. જ્યાં ભેજાબાજે યુવાનો પોતાની સાથે લાવેલ બેગ અને લેપટોપ રૂમમાં જ મુકાઈ દઈ કોર્ટમાં નોટરી કરવા લઈ ગયો હતો. કોર્ટ બહાર યુવાનોને ઉભા રાખી ભેજાબાજ અંદર સ્ટેમ્પ લેવા ગયો હતો અને કલાકો વીતવા છતાં પરત આવ્યો ન હતો. અંતે 6 યુવાનો હોટલ પર જઈ જોયું તો તેમનાં બેગમાંથી 6 લેપટોપ કે જેની કિંમત રૂપિયા 1.55 લાખ હતી ગાયબ થઈ ચૂક્યા હતા. નોકરીના બહાને લેપટોપની છેતરપિંડી અંગે સી ડિવિઝન પોલીસ મથકે ભેજાબાજ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી,

જે બાદ ભરૂચ ક્રાઇમ બ્રાંચ ના કર્મીઓ નેશનલ હાઇવે 48 ઉપર વોચ માં હતા દરમ્યાન એક સફેદ કલર ની એક્ટિવા લઈ પસાર થઈ રહેલા ઈસમને રોકી તેની પુછપરચા હાથધરી હતી તેમજ થેલા મ તપાસ કરતા તેમાંથી લેપટોપ મળી આવ્યા હતા, પોલીસે મામલે પૂછતાં તેણે સંતોષ કારક જવાબ ન આપ્યો હતો, બાદ માં પોલીસ પૂછતાજ થી ભાંગી પડેલ અને પોતે અંતરીયાળ વિસ્તારના યુવાનોને શહેરી વિસ્તારમાં નોકરી ની લાલચે લેપટોપ લઈ બોલાવતો હતો અને હોટલ માં ઇન્ટરવ્યૂ ના બહાને યુવનોને રૂમ આપવતો હતો બાદ માં નોકરી વાંછું યુવાનોને બાહર કામ અર્થે મોકલી આપી તેઓના રૂમ માંથી લેપટોપ ચોરી કરી લઈ ત્યાંથી રફુચક્કર થઈ જતો હતો, ભરૂચ ક્રાઇમ બ્રાંચ્ચે મામલે ભાવેશ કુમાર મંગળ ભાઈ પટેલ રહે, અલન્કાર ટાવર,સયાજી ગંજ વડોદરા ના ઈસમ ની મામલે ધરપકડ કરી તેની પાસેથી 10 લેપટોપ, ગુનામાં વપરાયેલ મોપેડ, મોબાઈલ સહિત કુલ 2,41,600 નૉ મુદ્દામાલ કબ્જે કરી ભરૂચ સી ડિવિઝન સહિત અમદાવાદ ના ગુના નૉ ભેદ ઉકેલી ભેજાબાજ ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

વધુમાં વાંચો… જુનાગઢ ના સાંસદ અને ધારાસભ્ય દ્વારા તાજેતરમાં રિલીઝ થયેલ ધ કેરલા સ્ટોરી મહિલાઓને નિશુલ્ક બતાવવામાં આવશે

તાજેતરમાં જ ધ કેરલા સ્ટોરી કેરાલામાં ચાલતા લવ જેહાદની ઘટનાઓ પર આધારિત મુવી છે અનેક વખત લવ જેહદ જેવા બનાવો સમાજમાં બનતા રહે છે. આ બાબતને આ ફિલ્મમાં અદભુત રીતે સ્ટોરી ના સ્વરૂપો આવરી લઈ સમાજને બતાવવામાં લાયક મુવી બનાવવામાં આવી છે ખાસ કરીને કુમળી વયની દીકરીઓને બ્રેન વોશ કરી એન કેન પ્રકારે ભોળવી આવા તત્વો દ્વારા ફસાવવામાં આવી રહી છે ત્યારે આવી પરિસ્થિતિમાં દીકરીઓને બચાવવા માટેની ખૂબ જરૂરિયાત હોય આવી ઘટનાઓથી દીકરીઓ વાકેફ થાય ફસાતી બચાવી શકાય તે માટે જુનાગઢ સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે જેમાં તારીખ 11 મે 2023 થી 19 મે 2023 સુધી દરરોજ બપોરે 12 થી 3:00 વાગ્યા સુધી આતંકવાદના ભયાનક સત્ય ઉજાગર કરતી ફિલ્મ કેરલા સ્ટોરી જૂનાગઢની માતાઓ અને બહેનોને સુરજ મલ્ટીપ્લેક્સમાં આ ફિલ્મ નિશુલક બતાવવામાં આવશે જે લોકો આ ફિલ્મ જોવા માટે ટિકિટ અથવા તો નોંધણી કરાવવા માંગતા હોય તેમને જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાના કાર્યાલય નો સંપર્ક કરવાનો રહેશે

વધુમાં વાંચો… સાસુને નાસ્તો કરવાની કહી પોતાના રૂમમાં જઈ પરિણીતાએ ગળેફાંસો ખાધો – એક પુત્રએ પોતાની માતા ગુમાવી
રાજકોટ – શહેરમાં કૈલાશધારા મેઇન રોડ પર આવેલી કૈલાશધારા સોસાયટીમાં રહેતી પરિણીતાએ પોતાના ઘરે ઉપરના માળે રૂમમાં જઈ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ‘હું હમણાં આવું છું, તમે નાસ્તો કરી લ્યો’ તેમ સાસુને કહી વહુએ ઉપર રૂમમાં જઇ લટકી ગઇ હતી. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના કૈલાશ ધારા સોસાયટીમાં રહેતી વિધીબેન વિશાલભાઈ પટેલ નામની ૨૯ વર્ષની પરિણીતાએ પોતાના ઉપરના રૂમમાં જઈ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. આ અંગે પોલીસે નોંધ કરી મૃતદેહ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક વિધીબેનના પતિ વિશાલભાઈ સવારે નાસ્તો કરી નોકરીએ ગયા હતા. ત્યાર બાદ પરિણીતાએ કપડાં ધોયા બાદ તેમની સાસુ ભાનુબેનએ નાસ્તો કરવાનુ કહેતા ‘હું હમણાં આવું છું, તમે નાસ્તો કરી લ્યો’ તેવું કહી ઉપર જઈને જીવન ટૂંકાવી લીધું હતું. વિધીબેન ત્રંબા ગામે માવતર ધરાવે છે. ચાર વર્ષ પહેલાં તેમના વિશાલ સાથે લગ્ન થયા હતા. તેઓને સંતાનમાં એક પુત્ર પણ છે. જેથી પરિણીતાના આપઘાતથી માસુમ પુત્રને માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ છે.

વધુમાંવચો… હોર્ન વગાડવા જેવી નજીવી બાબતે આઠ શખ્સોએ બે ભાઈઓને છરી વડે કર્યો જાનલેવા હુમલો
રાજકોટ – શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ મારા મારીના અનેક બનાવો બનવા પામ્યા છે ત્યારે ગઈકાલે ગુંદાવાડી ચોકમાં મોટી મારામારીની ઘટના બનવા પામી હતી જેમાં નજીવી હોર્ન વગાડવા જેવી બાબતે આઠ શખ્સોએ બે ભાઈઓને છરી અને ધોકા પાઇપ વડે માર મારતા તેઓને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બનાવની જાણ ભક્તિનગર પોલીસ સ્ટેશનને થતા પોલીસે 8 શખ્સો સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. બનાવની મળતી વિગતો અનુસાર ગુંદાવાડી શેરી 14/4 માં રહેતા મેહુલભાઈ જસમતભાઈ ઝાપડાએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેનો નાનો ભાઈ ઉમેશ તેના મિત્ર તારે સાથે ગુંદાવાડી બજારમાં બાઈક ઉપર ગયો હતો ત્યારે ગુંદાવાડી ચોકમાં હોર્ન વગાડવા બાબતે તેની સાથે ધર્મેશ મેવાડા, ચિકો ભુપત મેવાડા,નિતીન ભુપત મેવાડા,મિતેશ મેવાડા,કિશન કંસારા અને બે અજાણ્યા શખ્સોએ હોન કેમ વગાડ્યું કહી બોલાચાલી કરી હતી ત્યારબાદ મેહુલભાઈ ગુંદાવાડી ચોકમાં આવી જતા તમામ શખ્સોએ બંને ભાઈઓને ધોકા પાઇપ અને છરી વડે માર મારતા બંને ને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હોલ પોલીસે આંઠ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

વધુમાં વાંચો… નવદુર્ગાનો છઠ્ઠો પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ (પાટોત્સવ)

તા.૦૫/૦૫/૨૦૨૩, શુક્રવારના દિવસે જામનગર જિલ્લાના, કાલાવડ તાલુકાના ખરેડી ગામ મુકામે આવેલ વરોઠિયા પંડ્યા પરિવારના કુળદેવી શ્રી નવદુર્ગા ધામ ખાતે માં નવદુર્ગાનો છઠ્ઠો પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ(પાટોત્સવ) ખૂબજ હર્ષોલ્લાસ અને નિર્વિઘ્ને ઉજવાયો હતો જેમાં ખૂબજ વિશાળ સંખ્યામાં પંડ્યા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.આ પ્રસંગને સફળ બનાવવા માટે કિશોરભાઈ પંડ્યા (પ્રમુખ શ્રી ઔદિચ્ય જ્ઞાતિ મંડળ- જૂનાગઢ),ડૉ.યોગેશભાઈ પંડ્યા(ગુરુજી શ્રી શોલા ભાગવત વિદ્યાપીઠ-શોલા),મહેશભાઈ ડી.પંડ્યા (ક્લાર્ક PWD – રાજકોટ), યોગેશભાઈ ડી.પંડ્યા (સુપરવાઈઝર ઇન્સ્પેકટર ITI – રાજકોટ), કનકરાય ડી.પંડ્યા (સુપરવાઈઝર ઇન્સ્પેકટર ITI – રાજકોટ), રાજુભાઈ કે.પંડ્યા(નિવૃત્ત પોલીસ અધિકારી – રાજકોટ) મહેશભાઈ કે.પંડ્યા (નિવૃત્ત શિક્ષક – રાજકોટ),ગૌતમભાઈ પંડ્યા-ખરેડી, પ્રશાંતભાઈ પંડ્યા (એડવોકેટ – ખરેડી), શાસ્ત્રી ડૉ તુષારભાઈ પંડ્યા (પૂજારી શ્રીઅંબાજી મંદિર – જામનગર) એ , પરિવારના સભ્યો તેમજ ગામના અનેક ભક્તોએ સાથ સહકાર આપ્યો હતો .અભિજિત મુહૂર્ત માં પૂર્ણાહુતિ થયા બાદ બધાએ મહાપ્રસાદનો લાભ લીધો હતો .. ( વાય. ડી. પંડ્યા. દ્વારા )

વધુમાં વાંચો… જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ નજીક નેશનલ હાઈવે ઉપર ફોર વ્હીલ કાર એ પલ્ટી મારી ચાલકનો બચાવ બચાવ.
નેશનલ હાઈવેમાં કામ કરતી એગ્રો કંપનીની ઘોર બેદરકારીના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે અને નિર્દોષ માણસોનો ભોગ લેવાય છે. જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ નજીક નાગેશ્રી તરફથી આવી રહેલી વોરા કારને બાલાનીવાવ નજીક નેશનલ હાઇવેના નાળા ઉપર એકદમ રોડ ઉપર કડ હોવાને કારણે યોગ્ય રોડ ન બનતા વાહન ઓચિંતાના બેલેન્સ ફગવા લાગે છે અને વાહન સ્પીડ ગુમાવવાના કારણે વોરાકારે આજે સ્પીડ ગુમાવતા કાર એ.આર.પી કેમ્પનું બોર્ડ તોડી અને રોડ નીચે કાર ઉતરી ગઈ ચાર વ્યક્તિમાંથી બે વ્યક્તિઓને ઈજા થતા 108 દ્વારા રાજુલા હોસ્પિટલમાં ખસેડેલ હતા ઘટના સ્થળે નાગેશ્રી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. આ ઘટનાની જાણ બાલાનીવાવના ઉપસરપંચ પહુભાઈ વરૂતેમજ બાલાનીવાવ ગામના યુવાનોને જાણ થતા ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. બાલાનીવાવ ગામના ઉપસરપંચ પહુભાઈ વરૂદ્વારા જણાવવામાં આવ્યું કે અવારનવાર બાલાનીવાવ નજીક એકસીડન્ટ થાય છે અનેક માણસો મૃત્યુનો ભોગ બનેલા છે હાઇવે ઓથોરિટી તેમજ એગ્રો કંપની ધ્યાન આપતી નથી સ્પીડ લિમિટ બોર્ડ વિલેજ સાઈન બોર્ડ.. પીકપ સ્ટેન્ડ બસ સ્ટેન્ડ…ગામ પાસે સર્વિસ રોડ નથી ઉપસરપંચ પહુભાઈ વરૂ દ્વારા તાત્કાલિક ધોરણે હાઇવેના નિયમ મુજબ કામ કરવામાં આવે તેવું અંતમાં જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here