મુંબઈ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે 500 ગ્રામ કોકેઈન પકડ્યું, વિદેશી મહિલાની ધરપકડ

20 Aug 22 : મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગ દ્વારા એક મોટી સફળતા મળી હતી. અધિકારીઓએ એરપોર્ટ પર એક વિદેશી મહિલાના પર્સમાં તપાસ કરતા તેના પર્સમાંથી 500 ગ્રામ કોકેન જપ્ત કરવામાં આવ્યું હતું. આ પકડાયેલા કોકેઈનની કિંમત લગભગ 5 કરોડ રૂપિયા જેટલી માનવામાં આવી રહી છે.

આફ્રિકન દેશ સિએરા લિયોનમાં રહેતી એક મહિલા પોતાના પર્સમાં કોકેઈન છુપાવીને મુંબઈ લાવી હતી. તે ઇથોપિયન એરલાઇન્સની ફ્લાઇટ નંબર ET-610 દ્વારા ભારત પહોંચી હતી. અધિકારીઓએ તે મહિલાની ધરપકડ કરી છે. અધિકારીઓએ જણાવ્યું કે આફ્રિકન દેશ સિએરા લિયોનની રહેવાસી આ મહિલા પોતાના પર્સમાં કોકેઈન છુપાવીને લાવી હતી. તે ઇથોપિયન એરલાઇન્સની ફ્લાઇટ નંબર ET-610 દ્વારા ભારત પહોંચી હતી. અધિકારીઓ એ જણાવ્યું કે, મહિલાની ધરપકડ કરવામાં આવી છે, તેની વધુ પૂછપરછ ચાલુ છે. આ મામલે વધુ સત્ય પણ બહાર આવી શકે તે માટે આ અંગે ઊંડી તપાસ કરી રહ્યા છે.

નોંધનીય છે કે દેશભરમાં આ રીતે જ ડ્રગ્સ અને કોકીન પહોંચાડવામાં આવે છે અને યુવનો તેનો ભોગ બને છે. ભારતના યુવાનોને આ રીતે ડ્રગ્સ અને કોકીનના બંધાણી બનાવી દેવામાં આવે છે ત્યારે આ રીતે ફ્લાઇટમાં મહિલાના પર્સમાંથી કોકીન મળી આવતા તેની તપાસ કરીને ભાળ મેળવામાં આવશે. મુંબઈમાં આ અગાઉ પણ અનેક વખત ડ્રગ્સ પકડાયું છે ત્યારે વધુ એક વખત આ રીતે ડ્રગ્સની હેરાફેરીથી અધિકારીઓ વધુ સાવચેત થયા છે.

  • ભારતનું સુખોઈ ઓસ્ટ્રેલિયા કેમ પહોંચ્યું, 17 દેશોના એરફોર્સ સાથે જોડાવાનું કારણ શું ?

20 Aug 22 : ભારતીય વાયુસેનાના ચાર સુખોઈ ફાઈટર એરક્રાફ્ટ અને બે C-17 ગ્લોબમાસ્ટર-III વિદેશી આકાશમાં તાકાત બતાવવા ઓસ્ટ્રેલિયા ના ડાર્વિન શહેરમાં ઉતર્યા છે. આ તમામ ફાઈટર એરક્રાફ્ટ ઓસ્ટ્રેલિયામાં આયોજિત આંતરરાષ્ટ્રીય કવાયત પિચ બ્લેકમાં ભાગ લેશે. તમને જણાવી દઈએ કે આ કવાયત 19 ઓગસ્ટ 2022 થી 8 સપ્ટેમ્બર 2022 સુધી ચાલશે. કવાયતમાં ભારત અને અમેરિકા સહિત 17 દેશો ભાગ લઈ રહ્યા છે. જેના 2500 જવાન અને 100 ફાઈટર એરક્રાફ્ટ વિવિધ પ્રકારના મિશનમાં પોતાની તાકાતનું પ્રદર્શન કરશે. તમને જણાવી દઈએ કે કોરોના મહામારીના કારણે આ કવાયત ચાર વર્ષ બાદ કરવામાં આવી રહી છે.

પીચ બ્લેક દાવપેચનો હેતુ શું છે : આ દાવપેચનો હેતુ મુખ્યત્વે ચીન સામે એકત્ર થવાનો છે. આ સિવાય ક્વાડ દેશોમાં સંબંધોને વધુ મજબૂત કરવાની કવાયત ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે આ વખતે ચીન જે રીતે દક્ષિણ ચીન સાગરની નજીક તાઈવાનને ઘેરી રહ્યું છે, તેમાં પીચ બ્લેક પેંતરા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ પીચ બ્લેક યુદ્ધઅભ્યાસ શું છે : આ કવાયત દર બે વર્ષે હાથ ધરવામાં આવે છે. આ વખતે આ કવાયત રોયલ ઓસ્ટ્રેલિયન એરફોર્સ દ્વારા કરવામાં આવી રહી છે અને તે અહીં ડાર્વિન શહેરમાં યોજાઈ રહી છે.ભારત ઉપરાંત જર્મની,બ્રિટન,ફ્રાન્સ,ઈન્ડોનેશિયા,ફિલિપાઈન્સ, મલેશિયા,દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા, ભારત, અમેરિકા, અને જાપાનીઝ વાયુસેના ભાગ લઈ રહી છે.