પૂર્વ મધ્ય અરબ સાગરમાં ચક્રવાતી તોફાન સક્રિય થતા ગુજરાતમાં આ વિસ્તારો માં થઈ શકે છે અસર

File Image
File Image

દક્ષિણ ગુજરાતના તમામ દરીયાકીનારાના બંદરો પર 1 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે.

કેમ કે, પૂર્વ મધ્ય અરબ સાગરમાં ચક્રવાતી તોફાન સક્રિય થતા ગુજરાતમાં તેની અસર થઈ શકે છે. ત્યારે ગુજરાતના દરીયાકાંઠાના વિસ્તારોમાં તેની અસર પડી શકે છે. અરબી સમુદ્રની અસર ગુજરાત પર વર્તાય છે. આ પ્રકારનું પ્રેસર અરબી સમુદ્રમાં સર્જાય છે. જ્યારે આ પ્રેસર અરબી સમુદ્રમાં સર્જાય તેની અસર ગુજરાત પર પણ પડતી હોય છે.
આ વાવાઝોડું પોરબંદરથી 1160 કિમી દૂર છે. પૂર્વ મધ્ય અરબર સાગરમાં ચક્રવાતી તોફાન સક્રીય થયું છે. જેના કારણે ગુજરાતમાં દક્ષિણના દરીયાકાંઠાને એલર્ટ કરાતા 1 નંબરનું સિગ્નલ પણ લગાવવામાં આવ્યું છે. હવામાન વિભાગના અનુસાર 12થી 14 જૂન વચ્ચે આ ચક્રવાતની અસર ગુજરાતમાં પડી શકે છે. ઓમાન તરફ આ ચક્રવાત આગળ જોવા મળી રહ્યું છે ત્યારે તેની દિશા ચક્રવાત બદલી રહ્યું છે. આ ચક્રવાત અરબી સમૂદ્રમાં સમાઈ પણ શકે છે. તેના કારણે હવામાનનું દબાણ સતત વધી રહ્યું છે. 1 નંબરનું સિગ્ન લગાવી દેવામાં આવતા એક ખતરાનો સંકેત પણ કહી શકાય છે ત્યારે પવનની ગતિ પણ વધી શકે છે. ગુજરાતમાં હજુ ચોમાસું સક્રીય નથી થયું તેવામાં ચક્રવાત વિવિધ દરીયાઈ વિસ્તારોમાં અસર પાડી શકે છે.
ગુજરાતમાં આ વિસ્તારોમાં અસર થઈ શકે છે. દરીયાકાંઠામાં સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, જામનગર, પોરબંદરની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં સુરત સહીત તેની અસર જોવા મળશે.

વધુમાં વાંચો… દિલ્હીમાં મહિલા પહેલવાનોને સમર્થન આપવા જુનાગઢમાં AAP મહિલા વિંગનો PM મોદીને કાળા રૂમાલ પોસ્ટ કરવા અભિયાન, પોલીસે કરી અટકાયત

વિશ્વ સ્તરે મેડલ જીતીને દેશને ગૌરવ અપાવનારી દેશની દીકરીઓ અને મહિલા પહેલવાનો છેલ્લા ઘણાં સમયથી દિલ્હીમાં કુસ્તી ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની ગિરફતારી માટે ધરણાં પ્રદર્શન કરી રહી છે. કેટલીક મહિલા પહેલવાનોએ બ્રિજભૂષણ શરણ સિંહ સામે યૌન શોષણનો ગંભીર આરોપ લગાવી પોલીસ ફરિયાદ કરી છે. ત્યારે હવે આ મામલે જુનાગઢમાં આપ પાર્ટી મહાનગર મહિલા વિંગ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોસ્ટ કવરમાં કાળા રૂમાલ પોસ્ટ કરી અને ગુનેગારને છાવરવાના વલણનો વિરોધ કરવા સાથે સન્માનનીય મહિલા પહેલવાનોની માગણી પૂર્ણ કરવા અંગેનું આવેદન મોકલવાનો કાર્યક્રમ આજરોજ યોજવામાં આવ્યો હતો. સખત મહેનત કરી દેશને ગોલ્ડ મેડલ અપાવનાર મહિલા સહિત પુરુષ પહેલવાનો ભાજપ સંસદ બ્રિજભૂષણની ગિરફતારી માટે સંઘર્ષ કરી રહ્યા છે. ત્યારે જુનાગઢ મહાનગર આમ આદમી પાર્ટી મહિલા પાંખ આગેવાનો અને કાર્યકરોએ દિલ્હીમાં આંદોલન કરતા પહેલાનોના સમર્થનમાં વડાપ્રધાનને કાળા કલરનો રૂમાલ પોસ્ટ કરી ગુનેગારોને છાવરવાના વરણ સામે વિરોધ દાખવવા તથા આવેદન આપવાનો એક કાર્યક્રમ કર્યો હતો.
દિલ્હીમાં પહેલવાન દીકરીઓ ન્યાયની માગ સાથે આંદોલન કરી રહી છે. આ પહેલવાનોના સમર્થનમાં આજે વડાપ્રધાનને કાળો રૂમાલ પોસ્ટ કરતા આવેદનપત્ર સાથે આમ આદમી પાર્ટીના મહિલા આગેવાનની કાર્યક્રમ દરમિયાન પોલીસે અટકાયત કરી હતી. જુનાગઢ શહેરના પંચહાટડી ચોક વિસ્તારમાં આમ આદમી પાર્ટીના રેશમા પટેલ સહિતના મહિલા આગેવાનો દ્વારા મહિલાઓને મળી આવેદનમાં સહી કરવા માટે વિનંતી કરી રહ્યા હતા. ત્યારે કેટલીક મહિલાઓ આ આવેદનપત્રમાં સહી કરવા માટે પણ તૈયાર થઈ ગઈ હોય સહી પણ કરી હતી.
ત્યારે આમ આદમી પાર્ટી જુનાગઢના કાર્યકરોની અટકાયત કરી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવેલ છે. જુનાગઢ શહેરમાં પંચહાટડી ચોક ખાતે પહેલવાન દીકરીઓના સમર્થન સાથે આવેદનપત્રમાં સહી કરવામાં આવી રહી હતી. ત્યારે ગુજરાત આપ પ્રદેશ પ્રમુખ મહિલા વિંગ રેશ્માબેન પટેલ, જુનાગઢ આપ મહિલા વિંગ પ્રમુખ સ્વાતિબેન લખાણી, જુનાગઢ મહાનગર આપ મહિલા વિંગ પ્રમુખ કલ્પનાબેન પુરોહિત, જુનાગઢ મહાનગર આપના મહામંત્રી આશાબેન હરણ જુનાગઢ જિલ્લા આપના ખજાનચી પ્રફુલભાઈ મોણપરા, ઉપપ્રમુખ અનિલભાઈ કાછડીયા, આપ જૂનાગઢ મહાનગર ઉપપ્રમુખ કનુભાઈ બોરીચા, આપ જૂનાગઢ મહાનગર પ્રદેશ હોદ્દેદાર પ્રવીણભાઈ મકવાણા સહિતનાઓની અટકાયત કરાઈ હતી.

Read more : ધ નાઈટ મેનેજર 2માં ‘રાવણની લંકા’ બાળવા તૈયાર છે આદિત્ય રોય કપૂર, અનિલ કપૂરનું ‘રૂપ’ જોઈને આંખો ફાટી જશે!

વધુમાં વાંચો… યુએસમાં ભારતીય લોકશાહીની ગુંજ, પીએમ મોદીની યાત્રા પહેલા વ્હાઇટ હાઉસે કર્યા વખાણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનાની 22મી તારીખે રાજ્યની મુલાકાતે અમેરિકા જઈ રહ્યા છે, પરંતુ તેમની મુલાકાત પહેલા જ વ્હાઇટ હાઉસે ભારતીય લોકશાહીના વખાણ કર્યા છે. વાસ્તવમાં, વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં વ્યૂહાત્મક સંચારના સંયોજક જ્હોન કિર્બીએ સોમવારે કહ્યું કે ‘ભારત એક જીવંત લોકશાહી છે, નવી દિલ્હી જનાર કોઈપણ તેને જાતે જ જોઈ શકે છે’. તમને જણાવી દઈએ કે આ મહિનાના અંતમાં વડાપ્રધાન મોદી રાજ્યની મુલાકાતે અમેરિકા જવાના છે. આ દરમિયાન 22 જૂને પીએમ મોદીના સ્ટેટ ડિનરનું વ્હાઇટ હાઉસમાં આયોજન થશે. કિર્બીએ કહ્યું કે આ મુલાકાત ખરેખર હવે જે છે તેને આગળ વધારવા વિશે છે અને અમે ભારત સાથે વધુ ઊંડી, મજબૂત ભાગીદારી અને વધતી મિત્રતાની આશા રાખીએ છીએ. પીએમ મોદીની અમેરિકાની સરકારી મુલાકાત અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કિર્બીએ કહ્યું કે, ભારત અમેરિકા સાથે અનેક સ્તરે મજબૂત ભાગીદાર રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે તમે જોયું જ હશે કે શાંગરી-લામાં સેક્રેટરી ઓસ્ટીને હમણાં જ કેટલાક વધારાના સંરક્ષણ સહયોગની જાહેરાત કરી હતી કે અમે ભારત સાથે આગળ વધવાના છીએ.
આગલા દિવસે (5 જૂન) યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટીને તેમની ભારતની મુલાકાત પૂર્ણ કરી. આ દરમિયાન, તેમણે યુએસ-ભારત ભાગીદારીને મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક નો “આધારશિલા” ગણાવી. તેમણે કહ્યું કે નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા જાળવવામાં બંને દેશોની અનોખી ભૂમિકા છે. તેમણે વધુમાં કહ્યું કે 2021માં મેં છેલ્લી વખત ભારતની મુલાકાત લીધી ત્યારથી અમારી વૈશ્વિક અને વ્યૂહાત્મક ભાગીદારી ઝડપથી વધી છે. આજે યુ.એસ.-ભારત ભાગીદારી એ મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિકની આધારશિલા છે, અને અમારા ઊંડા સંબંધો દર્શાવે છે કે કેવી રીતે નવીનતા અને બે તકનીકી મહાસત્તાઓ વચ્ચે વધતો લશ્કરી સહયોગ વૈશ્વિક ભલાઈ માટે તાકાત બની શકે છે.
ઓસ્ટિન તેમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને પણ મળ્યા હતા અને ઈન્ડો-પેસિફિક અને મેરીટાઇમ, સૈન્ય અને એરોસ્પેસ ડોમેન્સમાં વિશિષ્ટ વિશિષ્ટ તકનીકોમાં સહકારની ચર્ચા કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here