18 Sep 22 : સૌરાષ્ટ્ર યુનિ.માં PHD.0ની પ્રવેશ પરીક્ષા 8-9 ઓક્ટોબરે લેવાશે, 25 વિષયમાં 124 જગ્યા માટે 1100થી વધુ ફોર્મ ભરાયાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં PHD.ની પ્રવેશ પરીક્ષા માટે તારીખ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવી છે. અલગ અલગ 25 વિષયમાં 124 જગ્યા માટે 1100થી વધુ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. જેમની આગામી 8 અને 9 ઓક્ટોબર એમ બે દિવસ માટે પ્રવેશ પરોક્ષા લેવામાં આવશે. જેમાં સૌથી વધુ કોમર્સમાં 20 જગ્યા સામે 225 ફોર્મ ભરાયા છે. આગામી 8 અને 9 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અલગ અલગ 25 વિષયમાં p.HD.ઝની 124 જગ્યા માટે પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે.

આ માટે કુલ 1100થી વધુ ફોર્મ વિદ્યાર્થીઓ દ્વારા ભરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ કોમર્સમાં 20 જગ્યા સામે 225, અંગ્રેજીમાં 7 સામે 95, કેમેસ્ટ્રીમાં 7 સામે 83, ગુજરાતીમાં 6 સામે 61, માઈક્રોબાયોલોજીમાં 9 સામે 56, સોશિયલ વર્કમાં 2 સામે 51 સહિત 25 વિષયમાં બમણા ફોર્મ ભરાયા છે. સાથે જ ફિઝિકલ એજ્યુકેશનની 4, પોલિટિકલ સાયન્સની 3 અને કાયદાની 2 સીટનો ઉમેરો કરવામાં આવ્યો હતો. પ્રવેશ પરીક્ષા પાસ કરી હોય તેને મેરીટ ટેસ્ટ આપવાની રહેશે ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીમાં મળેલી ગત સિન્ડિકેટ બેઠકમાં 21.» પ્રવેશ પરીક્ષા પાસ કરેલી હોય તેમના માટે આજીવન વેલિડિટી કરવામાં આવતા હવે 22 સપ્ટેમ્બર સુધીમાં અગાઉ પાસ થયેલા વિદ્યાર્થીઓને મેરીટ ટેસ્ટ આપવાની રહેશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

  • “નિરામય ગુજરાત” મહાઅભિયાન અન્વયે હેમુ ગઢવી હોલ ખાતે બહેનો માટે “નિરામય કેમ્પ” યોજાયો

18 Sep 22 : ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સતત માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર ઉત્તમ આરોગ્ય સેવા અને તમામ નાગરિકોને આરોગ્યપ્રદ સુખાકારી પ્રદાન કરવા કટિબદ્ધ છે.રાજ્યના લોકોની આરોગ્ય સુખાકારી માટે બિનચેપી રોગો અને બીમારીઓની તપાસથી સારવાર સુધીના મહાઅભિયાન “નિરામય ગુજરાત” અંતર્ગત ૩૦ વર્ષથી વધુ ઉંમરના નાગરિકો તંદુરસ્તી પ્રત્યે જાગૃત થાય તે હેતુસર સરકારશ્રી દ્વારા “નિરામય કેમ્પ”નું આયોજન કરવામાં આવે છે. જેના પરિણામે નાગરિકોને ઉત્તમ આરોગ્ય સેવા નાગરિકોને મળી રહી છે.

હેમુ ગઢવી હોલ ખાતે યોજાયેલ “વિશ્વાસથી વિકાસ યાત્રા” કાર્યક્રમમા ઉપસ્થિત બહેનોના મેડિકલ ચેકઅપ માટે “નિરામય કેમ્પ”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગનાં એન.સી.ડી. સેલ દ્વારા બહેનોને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની વિનામૂલ્યે તપાસ કરી આપવામાં આવી હતી. આ કેમ્પમાં આશરે ૩૦૦ થી વધુ બહેનોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. એન.સી.ડી. સેલ દ્વારા નાગરિકોની આરોગ્યની સુખાકારી માટે કોવિડ વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે.

આ તકે ઇન્ચાર્જ એ.ડી.એચ.ઓ ડો. નિલેશ રાઠોડએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ચેપી રોગ કરતાં બીન ચેપી રોગ, જેવા કે, બ્લડ પ્રેશર – લોહીનું ઉંચુ દબાણ, હાર્ટ એટેક, લકવો, કેન્સર, કિડની, પાંડુરોગ, ડાયાબિટિસ જેવા રોગોથી મૃત્યુનું પ્રમાણ વધુ જોવા મળે છે. ૩૦ વર્ષથી વધુ ઉંમરના લોકોએ પોતાના આરોગ્ય પ્રત્યે સજાગ બનીને ઓછામાં ઓછું દર છ મહિને કે દર વર્ષે આરોગ્ય લક્ષી તપાસ કરાવવી આવશ્યક છે. તપાસ કરાવવા માટે નજીકની સરકારી હોસ્પિટલ કે આરોગ્ય કેન્દ્રનો સંપર્ક સાધવા ડો. રાઠોડે જણાવ્યું હતું.

આ કેમ્પને સફળ બનાવવા સી.ડી.એચ.ઓ. ડો. નિલેશ શાહ, ડી.પી.ઓ. ડો. જેની ગોરવાડીયા, એન.સી.ડી. આરોગ્ય અધિકારી ડો. જીજ્ઞા દલસાણીયા તથા ડો. સાવન ચાભડીયા સહિતના સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી.