રાજકોટ – વોર્ડ નંબર ત્રણમાં ડેપ્યુટી ઈજનેર ને ખબર નથી લશ્કર ક્યાં લડે છે : ગજુભા

09 March 23 : લોક સંસદ વિચાર મંચ ના દિલીપભાઈ આસવાણી (પૂર્વ કોર્પોરેટર વોર્ડ નંબર 3), સ્થાપક ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, સરલાબેન પાટડીયા, પ્રફુલાબેન ચૌહાણ ની એક સંયુક્ત યાદી જણાવે છે કે તારીખ 6/3 સોમવારે હોલિકા દહન બાદ શહેરમાં અંદાજે 900 થી હોળીઓ પ્રગટાવી હોળી ઉત્સવ ઉજવાતો હોય છે. હોળી ઉત્સવ પૂર્ણ થયાને આજે ૭/૩ ધોકો, ૮/૩ ધુળેટી બાદ આજે પણ શહેરના મુખ્ય માર્ગો અને શેરી ગલીઓમાં હોળીના ઢગલાઓ (રાખ) યથાવત રાખવામાં આવેલ છે અને તંત્ર દ્વારા ઉપાડવામાં આવેલ ન હોવાને પગલે આજે સવારથી જ વોર્ડના ઇજનેરો અને સીટી ઇજનેરોને આ અંગે તાત્કાલિક ઢગલાઓ ઉપાડવા ઝાલા અને અસવાણીએ ટેલીફોનિક રજૂઆતો કરવામાં આવી હતી અને આજથી વોર્ડમાં આ કામગીરી શરૂ કરવાની ખાતરી આપવામાં આવી છે.

સાત થી આઠ ફૂટના પહોળા આવા ઢગલાઓ ટ્રાફિકને અડચણરૂપ થાય અને પવનને કારણે આજુબાજુના વેપારીઓને અને રાહદારીઓને રાખની ડમરીઓ ઉડે અને શહેરના મુખ્ય માર્ગ પર જાનહાની થવાની દહેશત હોય જે પગલે તાત્કાલિક આજે આ કામગીરી આટોપી લેવા ટેલીફોનિક રજૂઆતથી અપીલ કરવામાં આવી છે. અને શહેરના મુખ્ય માર્ગો ઉપર થતી હોળીના ઢગલાઓ ઉપાડવા પ્રાયોરિટી આપવી જે પગલે ટ્રાફિકના અડચણરૂપ ઢગલાઓ સત્વરે ઉપડી જાય બાદમાં શેરી ગલીઓમાં ઢગલાઓ ઉપાડવા.

વોર્ડ નંબર ત્રણના ડેપ્યુટી ઈજનેર મકવાણા ને આ અંગે ટેલીફોનિક રજૂઆત કરતા તેઓને પોતાના વોર્ડમાં લશ્કર ક્યાં લડે છે એ ખબર નથી તેઓએ જણાવ્યું હતું કે લગભગ કામગીરી થઈ રહી છે પણ મને ખબર નથી. લોક સંસદ વિચાર મંચના આગેવાને જણાવ્યું હતું કે લગભગ ન ચાલે તમારા વોર્ડમાં કેટલા ઢગલા ઉપડ્યા તેની વિગતો તમારી પાસે હોવી જોઈએ અને આજના દિવસમાં આ કામગીરી પૂર્ણ કરવાની રહેશે. રાજકોટ શહેરમાં હોળી ના ઢગલાઓ ઉપાડવા બાબતે સંબંધિત અધિકારીઓને ટેલીફોનિક રજૂઆતો કરવામાં આવી છે. કોર્પોરેટરો કુંભકર્ણની નિંદ્રામાં છે ત્યારે ઢગલાઓ ઉપાડવામાં ઠાગાઠૈયા કરવામાં આવે અને 24 કલાકમાં ઢગલાઓ ન ઉપડે તો વોર્ડ નંબર, વિસ્તારનું નામ, કઈ જગ્યાએ ઢગલાઓ યથાવત છે તેનું પૂરું સરનામું દિલીપભાઈ આસવાણી ના ૯૮૨૫૨ ૨૨૧૦૦ અથવા ગજેન્દ્રસિંહ ઝાલા ના ૯૪૨૬૨ ૨૯૩૯૬ વોટ્સએપ પર ફોટા સાથે વિગતો મોકલવા શહેરીજનોને અપીલ કરવામાં આવે છે. દિલીપભાઈ આસવાણી, (૯૮૨૫૨ ૨૨૧૦૦), ગજેન્દ્રસિંહ ઝાલા, (૯૪૨૬૨ ૨૯૩૯૬), એડવોકેટ ઈન્દુભા રાઓલ, (૯૮૨૫૦ ૮૬૨૭૭)

વધુમાં વાંચો… આહિર સમાજ પ્રેરિત રાજકોટથી દ્વારકા સુધીની પદયાત્રાને આજે પ્રસ્થાન કરાવશે મેયર ડો. પ્રદીપ ડવ

રાજકોટના આહિર સમાજના અગ્રણી આગેવાનો દ્વારા રાજકોટથી દ્વારકા સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના વિનાયક નગર, શેરી નંબર 8, નીલકંઠ મહાદેવ મંદિર, નંદબાબા ચોકથી તા. 10-03-2023 ના રોજ નિકળનારી આ પદયાત્રાને બપોરે 2 વાગ્યે રાજકોટના મેયર ડો. પ્રદીપભાઈ ડવ પ્રસ્થાન કરાવશે. આ પદયાત્રામાં માત્ર આહિર સમાજ જ નહીં બલ્કે તમામ સમાજના સેંકડો ભાવિકો જોડાશે. તેમજ આયોજકોને હજારો શુભેચ્છકો દ્વારા બિરદાવાઈ રહ્યા છે.

16 મી માર્ચે દેવભૂમિ દ્વારકા ખાતે પદયાત્રા પહોંચ્યા બાદ તે જ દિવસે સાંજે 7 વાગ્યે ધ્વજાજીની પૂજનવિધિ થશે. ત્યારબાદ બીજે દિવસે એટલે કે 17 મી માર્ચે સવારે 7-30 કલાકે ધ્વજા જીની વાજતે ગાજતે શોભાયાત્રા નીકળશે. 9 વાગ્યે ધામધૂમથી ધ્વજાજી આરોહણ કરાશે. જ્યારે 11-30 કલાકે શ્રી વિનાયક નગર આહિર સમાજ પદયાત્રા સંઘ તેમજ આહીર સમાજના અગ્રણી ભરતભાઇ ભીમજીભાઈ ડાંગર અને લાલાભાઈ ભીમજીભાઈ ડાંગરના સહયોગ વચ્ચે મચ્છોયા આહિર સમાજ-દ્વારકા ખાતે સામૂહિક પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

તા.10થી17 માર્ચ દરમિયાન મેરામભાઈ અરજણભાઇ લોખીલ(79901 43127),જલાભાઈ કરમણભાઈ મિયાત્રા(99133 33481),રમેશભાઈ વીરાભાઈ ખાંભરા(99137 45027), ભરતભાઇ વિરાભાઈ રાઠોડ(93281 59151), પ્રભાતભાઈ બસુભાઈ છૈયાં(97234 93673) , પ્રકાશભાઈ જનકભાઈ ગરૈયા(70162 53454 ) દ્વારા પદયાત્રિકોને ચા, પાણી, નાસ્તો, ભોજન, દવા, સારવાર માટે તેમજ રહેવા માટેની સગવડ સહિત તમામ પ્રકારની જહેમત ઉઠાવાઈ રહી છે.

વધુમાં વાંચો… વાંચન વિશેષ : શું તમારી કિડની બરાબર કામ કરે છે? .

કિડની અંગે જાણકારી મેળવવી અગત્યની છે કારણકે દર દસમાંથી એક વ્યકિતને કિડનીનો પ્રશ્ન થવાનો ભય રહે છે, કિડનીના રોગની તકલીફ હોય તેવા લોકોની સંખ્યા ૮૫ કરોડથી વધુ છે, ડાયાબિટીસના દર ત્રણમાંથી એક અને લોહીના દબાણના પાંચમાંથી એક વ્યક્તિને કિડનીની તકલીફ થવાનું જોખમ છે અને ૨૪ લાખ લોકો દર વર્ષે કિડની ફેઈલર ને કારણે મૃત્યુ પામે છે.

પરંતુ સદનસીબે થોડી કાળજી અને થોડી જાણકારી થી કિડનીના રોગો થી બચી શકાય છે.

લોકોને કિડનીના રોગો અંગે તથ્ય અને સત્ય માહિતી આપવા માટે નડિયાદની મૂળજીભાઈ પટેલ યુરોલોજી હોસ્પિટલના વિશ્વ વિખ્યાત કિડની નિષ્ણાત ડો. મોહન રાજાપુરકર (નડિયાદ), દ્વારા તૈયાર કરેલ આ વિડીયો અચૂક જોશો. રાષ્ટ્રપતિ દ્વારા ડો. બી.સી. રોય એવોર્ડથી સન્માનિત, ઇન્ડિયન સોસાયટી ઓફ નેફ્રોલોજી દ્વારા લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ દ્વારા સન્માનિત અને 40 વર્ષથી વધુ કિડનીના દર્દીઓની સારવારનો અનુભવનો નિચોડ આ વીડિયોમાં તમને જાણવા મળશે.

કિડની અંગે વધુ માહિતી માટે આજે જ KidneyEducation.com વેબસાઈટની મુલાકાત લ્યો. વિશ્વના 100 વરિષ્ઠ કિડની નિષ્ણાતોએ નિસ્વાર્થ ભાવે કિડનીના દર્દીઓની સેવા માટે તૈયાર કરેલ આ વેબસાઈટમાં 40 ભાષાઓમાં કિડની અંગે માહિતી મળશે.

કિડનીના દર્દી અને તેના કુટુંબીજનોને યોગ્ય અને સંપૂર્ણ માહિતી આપવામાં કોઈપણ કસર ન રહી જાય તે માટે આ વેબસાઈટ 200 પાનાનું પુસ્તક “તમારી કિડની બચાવો” 40 ભાષા માં નિશુલ્ક આપે છે.

કિડનીનો અમૂલ્ય ખજાનો આપતી આ વેબસાઈટ ને 10 કરોડ હિટ્સ મળેલ છે અને 6 લાખથી વધુ પુસ્તકો ડાઉનલોડ થઈ ચૂક્યા છે. વ્હોટસએપ દ્વારા વિનામૂલ્યે કિડની પુસ્તક મેળવવા મેસેજ કરો: +91 94269 33238.

કિડનીના રોગોથી બચવા માટે શું કરશો?
• નિયમીત કસરત કરવી, શરીર તંદુરસ્ત રાખવું
• પોષ્ટિક ખોરાક લેવો, યોગ્ય વજન જાળવવું
• ડાયાબીટીસ અને લોહીના દબાણનો નો હંમેશા યોગ્ય કાબુ રાખવો
• પાણી વધારે પીવું
• ધુમ્રપાન ન કરવું, તમાકુ, ગુટકા, માવા ન લેવા અને
• દુખાવા માટેની દવાઓ (પેઈન કિલર) વધુ ન લેવી
• ૪0 વર્ષની ઉંમર બાદ દર વર્ષે હેલ્થ ચેકઅપ કરાવો અને કિડની અંગે માહિતગાર રહો

કિડની એજ્યુકેશન વેબસાઈટ ની જાણકારી ફોરવર્ડ કરી કિડની અંગે જનજાગૃતિ અભિયાનમા આપના યોગદાન જરૂર આપો.

વધુમાં વાંચો… ગુજરાત રાજ્યમાં ક્રાઈમ પૂર્વાંચલના રાજ્યો માફક વધ્યો : હાલ ગુજરાત એટલે ક્રાઈમ સ્ટેટ – મહેશ રાજપુત

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઈ રાજપુતે જણાવ્યું છે કે ધરોઈ જળાશયમાં ફિશરીઝ સબસીડી બાબતે IAS અધિકારી પર હુમલો થયો, હોસ્ટેજ બનાવાયા અને ડેમના પાણીમાં નાખી દેવાની ધમકી આપી સહીઓ કરાવી લેવાની ઘટના ઉપરથી એ સાબિત થાય છે કે ગુજરાત હવે મોસ્ટ ક્રાઈમ સ્ટેટ તરીકે ઉભરાયું છે.

ધરોઈ જળાશય ખાતે ફિશરીઝની સબસિડીને લઈ ઈન્સ્પેક્શન માટે ફિશરીઝ કમિશ્નર પહોંચ્યા હતા. આ દરમિયાન કેટલીક અનિયમીતતાઓ ધ્યાને આવતા એ અંગે શંકાઓ ઉપજતા ફિશરીઝ મંડળીઓના સંચાલકોને પૂર્તતા કરવા ફિશરીઝ કમિશ્નર નીતિન સંગવાન સાહેબે જણાવ્યુ હતુ. વડાલીના અંબાવાડા ગામ નજીક IAS અધિકારી નિતીન સાંગવાન પર હુમલાની ઘટના બની હતી તેવું પ્રસાર માધ્યમોથી જાણવા મળેલ છે, જે ઘટનામાં સરકારી સબસિડીની રકમથી ફિશીંગ કરવા માટેના કેઝની ગણતરી હાથ ધરી હતી. જેમાં કેટલીક અનિયમીતતા જણાઈ હતી. જે પ્રમાણે સરકાર પાસેથી સબસિડી મેળવવામાં આવી હતી, એ પ્રમાણે સ્થળ પર ફિશીંગ કેઝ મોજૂદ હોવાને લઈ આશંકા જણાઈ હતી. સાથે જ સબસિડી રકમ અને મત્સ્ય ઉત્પાદન વચ્ચે પણ મોટો તફાવત જોવા મળતા વધુ આશંકાઓ પેદા થઈ હતી.

જેને લઈ IAS અધિકારી સાંગવાન દ્વારા અનિયમીતતાની પૂર્તતા કરવા માટે જણાવ્યુ હતુ. આરોપી શખ્શોએ ઈન્સ્પેક્શન કરી રહેલા IAS અધિકારી નિતીન સાંગવાનને જીવતા પાણીથી બહાર જવુ હોય તો માફીનામુ લખી આપવા માટે ધમકીઓ આપી હતી. અને આરોપીઓએ IAS અધિકારીને ડેમના પાણીમાં નાંખી દેવાની ધમકીઓ આપી હતી. IAS સાંગવાનને બળજબરી પૂર્વક લખાણ લખાવીને તેની પર સહીઓ કરાવી લીધી હતી. આરોપી શખ્શોએ આ દરમિયાન વધુ ૧૦ થી ૧૨ અધિકારીઓને બોલાવીને પાણીમાં ધાકધમકીઓ આપીને લખાણ લખાવ્યુ હતુ. તેવું પ્રસાર માધ્યમો દ્વારા જાણવા મળેલ છે આ ઘટના ઉપરથી એ સ્પષ્ટ શાબિત થાય છે કે ગુજરાતમાં જો IAS અધિકારીઓ સલામત ન હોય તો સામાન્ય જનતા સલામતી કેવી હશે અને કેવો હાલ થતો હશે ? IAS અધિકારી ઉપર હુમલો કરનાર સકશોને કોનું પોલીટીકલ બેકિંગ છે ? તેઓ કોના ઈશારે અને કોના પીઠબળ દ્વારા IAS અધિકારી ઉપર હુમલો કરે, હોસ્ટેજ બનાવે અને ધમકી આપે!!! ગૃહમંત્રી ચહેરો ખુલ્લો કરે તેવી માંગ મહેશભાઈ રાજપુતે કરી છે તેમજ ભાજપના રાજમાં સમગ્ર ભારત દેશમાં ગુજરાત વાઈબ્રન્ટ સ્ટેટ તરીકે નહી પરંતુ મોસ્ટ ક્રાઈમ સ્ટેટ તરીકે ઉભરી રહ્યું છે ત્યારે ગૃહમંત્રી અને સરકાર શું કરે છે? તેમજ આ ઘટના ઉપરથી હજુ કેટલાક સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે કે આ મળતિયાઓ કોના હતા? આટલી હિમત ક્યાંથી આવી? આમાં સરકારનો ક્યાંક હાથ હોય તો જ આવું બને ? ગુજરાત રાજ્યમાં આવી ઘટના ફરીથી ન બને તેમજ તમામ ગુનેગારોની સામે કડકમાં કડક પગલા અને કાર્યવાહી કરવામાં આવે તેવું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઈ રાજપુતે જણાવ્યું છે. ( વિરલ ભટ્ટ દ્વારા )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here