દ્વારકાધીશ મંદિરમાં સુરક્ષામાં ચૂક! પ્રતિબંધ છતાં મોબાઇલથી કોઈએ વીડિયો બનાવી વાયરલ કર્યો

10 May 23 : લોકોની આસ્થા અને શ્રદ્ધાના કેન્દ્ર એવા દ્વારકાધીશ મંદિરમાં સુરક્ષાના ભાગરૂપે મોબાઇલ તેમ જ કોઈ પણ જાતના ઇલેક્ટ્રિક ઉપકરણો લઈ જવા પર પ્રતિબંધ મૂકવા માં આવ્યો છે. પરંતુ, તેમ છતાં સોશિયલ મીડિયા પર હાલ દ્વારકાધીશ મંદિરની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પર ચલણી નોટો ઉડાડતા કેટલાક લોકોનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ દ્વારકાધીશ મંદિરમાં સુરક્ષામાં મોટી ચૂક થઈ હોવાની ચર્ચા થઈ રહી છે. ત્યારે આ મામલે હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જણાવી દઈએ કે, દ્વારકાધીશ મંદિરમાં સુરક્ષાને ધ્યાને રાખીને Z+ સિક્યોરિટી તહેનાત કરાઈ છે. મંદિરમાં મોબાઇલ તેમ જ કોઇ પણ જાતના ઇલેક્ટ્રિક ઉપકરણો લઇ જવા પર પ્રતિબંધ છે. તેમ છતાં કઈએ મંદિરની અંદર મોબાઇલ લઈ જઈ વીડિયો ઉતાર્યો અને તે વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક લોકો ભગવાન દ્વારકા ધીશના મંદિરમાં ચલણી નોટો ઉડાડતા જોવા મળી રહ્યા છે. ત્યારે હવે આ વીડિયો અને મંદિરની સિક્યોરિટી સામે કેટલાક પ્રશ્નો ઊભા થયા છે.

આ સમગ્ર મામલે ભગવાન શ્રી કૃષ્ણના ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાયરલ વીડિયોમાં દેખાય છે કે દ્વારકાધીશ મંદિરની અંદર ભગવાન કૃષ્ણ સમક્ષ સાક્ષાત રીતે માતા લક્ષ્મીજીનું અપમાન થતું હોઇ તેવા દ્રશ્યો સામે આવતા ભક્તોમાં રોષની લાગણી છવાઈ છે. જો કે, આ મામલે હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે હવે દ્વારકા જિલ્લા પ્રશાસન આ મામલે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ? તે જોવાનું રહેશે.

વધુમાં વાંચો… હીટ વેવથી બચવા માટે જરૂરી ઉપાયો
રાજયભરમાં હાલમાં ચાલી રહેલા હીટ વેવથી બચવા માટે નાગરિકો માટે રાજયસરકારે માર્ગદર્શિકા જારી કરી છે. જે મુજબ હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ ખુલતા કપડા પહેરવા, ટોપી, ચશ્માં, છત્રીનો ઉપયોગ કરવો જોઈએ. નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો, અશક્ત અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી લેવી જરૂરી છે. ભીના કપડાથી માથું ઢાંકી રાખવું, અવાર-નવાર ભીના કપડાથી શરીર લુછવું અને વારંવાર ઠંડુ પાણી પીવું. વરીયાળી, કાચી કેરી, ગુલાબ, ખસ અને કાળી દ્રાક્ષનું શરબત લેવું જોઇએ. રાત્રે ૧૦ નંગ કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી સવારે આ પાણી પીવું અને દ્રાક્ષ ખાવી, તરબૂચનો ઉપયોગ સવાર અને બપોરે કરવો જોઈએ. લીંબુ શરબત, મોળી છાશ, તાડફળી અને નારીયેળનું પાણી, ખાંડ-મીઠાના પીણાં પીવા જોઈએ. બજારમાં મળતો ખુલ્લો વાસી ખોરાક, બરફ વગેરેનો ઉપયોગ ટાળવો, લગ્ન પ્રસંગમાં દૂધ માવાની આઈટમ ખાવી નહીં. ચા-કોફી અને દારૂના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે, તેથી તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ. બપોરે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધી બહાર નીકળ વાનું ટાળવું. માથું દુ:ખવું, પગની પીંડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધવું, ખૂબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થવું, ઉલટી, ઉબકા, ચક્કર, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, સુધ-બુધ ગુમાવી દેવી, અતિ ગંભીર કિસ્સાઓમાં ખેંચ આવવી વગેરે હીટ વેવનાં લક્ષણો છે. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર કે સરકારી દવાખાનાનો સંપર્ક સાધવો જોઈએ.

ખેડૂતોએ કૃષિ માટે ઊભા પાકને વારંવાર પિયત આપવું અને નિંદામણ કરીને જમીનને ભેજવાળી રાખવી જોઈએ. પ્રાણીઓને છાંયડામાં રાખવા અને પીવા માટે પુષ્કળ પ્રમાણમાં ઠંડુ અને સ્વચ્છ પાણી આપવું જોઈએ. મરઘાઘરમાં પડદા અને યોગ્ય વેન્ટિલેશન રાખવું જોઈએ. બપોરના કલાકો દરમિયાન ઢોરને ચરાવવા અને ખવડાવવાનું ટાળવું જોઈએ.

વધુમાં વાંચો… ધો.૧૦ અને ધો.૧૨ (વિજ્ઞાન, કોમર્સ,આર્ટ્સ) બાદ વિદ્યાર્થી પોતાની કારકિર્દીને ઘડતર કરી શકે તે માટે તેને માર્ગદર્શન મળી રહે તે ઉદ્દેશ્ય સાથે
રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૩ તૈયાર કરવામાં આવ્યો છે. કારકિર્દી ઘડતર માટે કયા ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ? કયા અભ્યાસક્રમ ક્યા સ્થળે કરી શકાય છે? ક્યો અભ્યાસક્રમ ક્યા સ્થળેથી કરવા? ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ અને રોજગારી મેળવવા માટે ક્યો વિકલ્પ પસંદ કરવો? વગેરે જેવા અનેક સવાલો બાબતે વિદ્યાર્થી અને વાલીઓને આ અંક મારફતે દિશા દર્શન થઈ શકે છે. ગુજરાત રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા તૈયાર કરવામાં આવેલા કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક -૨૦૨૩માં ધો.૧૦ અને ધો.૧૨ પછી કારકિર્દીના વિવિધ વિકલ્પો, એન્જિનિયરિંગ ફિલ્ડની વિવિધ શાખાઓ, આધુનિક સમયમાં કારકિર્દીના ઉમદા વિકલ્પો, કાયદા, કૃષિ, એરોસ્પેસ, સહિતના ક્ષેત્રે કારકિર્દી વિષયક માર્ગદર્શન ઉપરાંત રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી, ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થા, ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમો, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને ન્યૂ મીડિયા ક્ષેત્રમાં તકો અને બેન્કિંગ ક્ષેત્રમાં કારકિર્દી સહિતનું માર્ગદર્શન આ વિશેષાંક-૨૦૨૩માં આપવામાં આવ્યું છે. UPSC, GPSC સહિત ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિષયક માર્ગદર્શન પણ આ અંક્માં સમાવિષ્ટ છે. ગુજરાતના વિખ્યાત લેખક જય વસાવડા, પુલક ત્રિવેદી, ભવેન કચ્છી, રમેશ તન્ના, બી.એન.દસ્તુર,એસ.આર. વિજયવર્ગીય, અંકિત દેસાઇ, ડો.રાજેન્દ્ર ઉપાધ્યાય સહિતના પ્રેરણાદાયી લેખો પણ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે જે વિદ્યાર્થીઓને ઉત્તમ ભવિષ્ય નિર્માણ માટે રાહ ચીંધશે. જિલ્લા માહિતી કચેરી, રાજમહેલ કમ્પાઉન્ડ, જૂના માર્કેટ યાર્ડ સામે, જિલ્લા પંચાયત રોડ, અમરેલી ખાતેથી રુબરુમાં કચેરી સમય દરમિયાન (સવારે ૧૦.૩૦ થી સાંજે ૬.૧૦ વાગ્યા સુધી) રુ.૨૦ ની કિંમત ચૂકવીને કારકિર્દી વિશેષાંક-૨૦૨૩ પ્રાપ્ત થઈ શકશે.

વધુમાં વાંચો… કર્ણાટકમાં ચૂંટણી જંગ ખતમ, 13 મેના રોજ આવશે પરિણામ, કોની બનશે સરકાર?
કર્ણાટકમાં ચૂંટણી જંગ સાંજે 6 વાગ્યે સમાપ્ત થઈ ગયો. મતદારોએ પોતાના મતાધિકારનો જોરદાર ઉપયોગ કર્યો. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં સાંજે 5 વાગ્યા સુધી 65.69% મતદાન નોંધાયું છે. તેમના વોટ હવે ઈવીએમમાં ​​કેદ થઈ ગયા છે અને હવે 13 મેના રોજ ખબર પડશે કે કર્ણાટકમાં કોની સરકાર બનશે. જો કે આ વખતે ભાજપ, કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે જંગ છે અને તમામ પાર્ટીઓ રાજ્યમાં પોતાના દમ પર સરકાર બનાવવાનો દાવો કરી રહી છે. આ પક્ષોના દાવાઓમાં કેટલું વજન છે? જનતાએ કોના પક્ષમાં નિર્ણય લીધો છે તે તો 13 મેના રોજ ખબર પડશે.

કર્ણાટકની 224 બેઠકોના પરિણામો ત્યાંના 6 પ્રદેશોની મતદાન પેટર્ન પર નિર્ભર કરે છે. આ 6 પ્રદેશો છે – ગ્રેટર બેંગલુરુ, સેન્ટ્રલ કર્ણાટક, હૈદરાબાદ કર્ણાટક, ઓલ્ડ મૈસુર, કોસ્ટલ કર્ણાટક અને બોમ્બે કર્ણાટક. આમાં હૈદરાબાદ કર્ણાટક, બોમ્બે કર્ણાટક અને ઓલ્ડ મૈસુર સૌથી મહત્ત્વપૂર્ણ છે. ગ્રેટર બેંગ્લુરુમાં 32 સીટો છે. મધ્ય કર્ણાટકમાં 21 બેઠકો છે. હૈદરાબાદ કર્ણાટકમાં 40 સીટો છે. ઓલ્ડ મૈસુરમાં 62 સીટો છે. કોસ્ટલ કર્ણાટકની વાત કરીએ તો તેમાં 19 સીટો છે જ્યારે બોમ્બે કર્ણાટકમાં 50 સીટો છે. આ વખતે કર્ણાટકમાં કોંગ્રેસે ભ્રષ્ટાચાર અને કમિશનને મોટો મુદ્દો બનાવ્યો છે. તો બીજી તરફ ભાજપે બજરંગબલી, બજરંગ દળ અને આતંકવાદને મુદ્દો બનાવ્યો. વડાપ્રધાન મોદીએ 19માંથી 12 બેઠકોમાં બજરંગબલીનો ઉલ્લેખ કર્યો હતો. મતદાનના છેલ્લા દિવસે પણ તમામ પક્ષો દાવો કરતા રહ્યા કે તેમનો પક્ષ પૂર્ણ બહુમતી સાથે સત્તામાં પાછો આવશે.

કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ દાવો કર્યો છે કે ભાજપ રેકોર્ડ માર્જિન સાથે સત્તામાં પરત ફરી રહી છે. તેમણે કહ્યું, “ભાજપ રેકોર્ડ સીટ જીતવા જઈ રહી છે. આ લડાઈ વિકાસ અને નકારાત્મક અભિયાન વચ્ચે હતી. કર્ણાટકના લોકો હંમેશા સકારાત્મક વિચારે છે અને લોકોએ સકારાત્મક વિકાસ માટે મત આપ્યો છે અને મને ખાતરી છે કે ભાજપને પૂર્ણ બહુમતી મળશે.” બીજી તરફ કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે કર્ણાટકની જનતા ભાજપ સરકારથી કંટાળી ગઈ છે. આ તંગ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે રાજ્યની જનતાએ કોંગ્રેસને જોરદાર સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી પોતાના દમ પર 130થી વધુ બેઠકો જીતશે અને આ આંકડો 150ને પાર કરી શકે છે. તેમણે કહ્યું કે મને પૂર્ણ વિશ્વાસ છે કે કર્ણાટકમાં માત્ર કોંગ્રેસ પાર્ટી જ સરકાર બનાવશે.

વધુમાં વાંચો… ઇમરાન ખાને કોર્ટરૂમમાં રડ્યા રોદણાં, ‘હું 24 કલાકથી વોશરૂમમાં નથી ગયો, મારા ચશ્મા પણ તોડી નાખ્યા…’
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને અલ-કાદિર ભ્રષ્ટાચાર કેસમાં કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કર્યો. આ દરમિયાન તેમણે કોર્ટને કહ્યું કે જે પણ પૈસા આવ્યા તે કેબિનેટની મંજૂરીથી આવ્યા છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે મારું વોરંટ બીજી કોઈ એજન્સી તરફથી આવ્યું છે. તેમણે કહ્યું કે તેઓ ક્યા રેકોર્ડ ઈચ્છે છે જે હું નથી આપી રહ્યો. મને ડર છે કે તમે મારી સાથે કંઈ કરી ન દો. ઇમરાન ખાને સુનાવણી દરમિયાન કહ્યું કે તેઓ છેલ્લા 24 કલાકથી વોશરૂમ ગયા નથી. આ સાથે તેમણે એમ પણ કહ્યું- ‘તેઓ ઇન્જેક્શન આપે છે અને વ્યક્તિ ધીમે ધીમે મરી જાય છે.’

ઇમરાન ખાને કહ્યું કે અમારી પાસે બે વિકલ્પ છે. કાં તો અમે સ્વીકારીએ કે પૈસા આવ્યા છે અને પછી બીજો વિકલ્પ એ છે કે અમે મુકદ્દમામાં જઈએ અને દરેક કેસ હારી જઈએ. તેમણે કહ્યું કે અમે અત્યાર સુધીમાં 100 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. ઇમરાન ખાને આરોપ લગાવ્યો કે તેમને હેરાન કરવામાં આવ્યા અને તેમના ચશ્મા તોડી નાખવામાં આવ્યા. ઇમરાન ખાનની ગઈ કાલે ઇસ્લામાબાદ હાઈકોર્ટ પરિસરમાં અલ-કાદિર ભ્રષ્ટાચાર કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ઇમરાન સુનાવણીના સંદર્ભમાં કોર્ટ પહોંચ્યા હતા પરંતુ રેન્જર્સે તેમને કોર્ટ પરિસરમાંથી કસ્ટડીમાં લઈ લીધા. સુનાવણી દરમિયાન ઇમરાન ખાને કહ્યું કે, હું 24 કલાકથી વોશરૂમ ગયો નથી. તેઓ ઇચ્છતા હતા કે તેમના ડૉક્ટર ફૈઝલને બોલાવવામાં આવે. હું નથી ઇચ્છતો કે મકસુ ચપરાસી (પટાવાળા) સાથે જે થયું તે મારી સાથે થાય,ઇમરાને રમઝાન સુગર મિલ્સ કેસમાં સામેલ એક વ્યક્તિનો ઉલ્લેખ કરતા કહ્યું જેને ગયા વર્ષે દોષિત ઠેરવવા માં આવ્યો હતો. જેનું UAE માં મૃત્યુ થયું હતું. તેમણે આરોપ લગાવ્યો કે તેઓ તમને એક ઇન્જેક્શન આપે છે અને વ્યક્તિ ધીમે ધીમે મૃત્યુ પામે છે.

શું છે અલ-કાદિર ટ્રસ્ટ કેસ? : હકીકતમાં, ઇમરાન ખાન, તેની પત્ની બુશરા બીબી અને તેના નજીકના સહયોગીઓ ઝુલ્ફીકાર બુખારી અને બાબર અવાને અલ-કાદિર પ્રોજેક્ટ ટ્રસ્ટની રચના કરી હતી. આ ટ્રસ્ટનો ઉદ્દેશ્ય પંજાબના જેલમ જિલ્લાના સોહાવા તાલુકામાં ‘ગુણવત્તાયુક્ત શિક્ષણ’ પ્રદાન કરવા માટે અલ-કાદિર યુનિવર્સિટીની સ્થાપના કરવાનો હતો. યુનિવ ર્સિટીના દસ્તાવેજોમાં ટ્રસ્ટની ઓફિસનું સરનામું “બની ગાલા હાઉસ, ઇસ્લામાબાદ” તરીકે દર્શાવવામાં આવ્યું છે. બુશરા બીબીએ પાછળથી દાન મેળવવા માટે 2019 માં ખાનગી રિયલ એસ્ટેટ ફર્મ બહરિયા ટાઉન સાથે સમજૂતીના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા. ટ્રસ્ટને તેના સોદાના ભાગરૂપે બહેરિયા ટાઉનમાંથી 458 કનાલ, 4 મરલા અને 58 ચોરસ ફૂટ જમીન મળી હતી. જો કે, ગૃહ મંત્રી રાણા સનાઉલ્લાહના જણાવ્યા અનુસાર, આ 458 કનાલ જમીનમાંથી, ઇમરાન ખાને પોતાનો હિસ્સો નક્કી કર્યો અને દાનમાં આપેલી 240 કનાલ જમીન બુશરા બીબીના નજીકના મિત્ર ફરાહ ગોગીના નામે ટ્રાન્સફર કરી. સનાઉલ્લાહે દાવો કર્યો કે આ જમીનનું મૂલ્ય ઓછું આંકવામાં આવ્યું હતું અને ઇમરાન ખાને યુનિવર્સિટીના નામે તેનો હિસ્સો મેળવ્યો, અને ઉમેર્યું કે ભૂતપૂર્વ વડા પ્રધાને આ બાબતને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. આ કૌભાંડ ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે પાકિસ્તાનના મીડિયાએ અહેવાલ આપ્યો કે ટ્રસ્ટને 180 મિલિયન પાકિસ્તાની રૂપિયા મળ્યા છે, જ્યારે રેકોર્ડ્સ લગભગ 8.52 મિલિયન પાકિસ્તાની રૂપિયાનો ખર્ચ દર્શાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here