01 Sep 22 : દેવસર ગામે નવા સુરજદેવળ મંદિર ખાતે ગણેશ ચોથ ના દિવસે સૌરાષ્ટ્ર ની જગ વિખ્યાત દેહાણ પરંપરા ની પૂજ્ય શ્રી વિસામણ બાપુ ની જગ્યાના ગાદીપતિ મહંત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ ના હસ્તે ધજા ચડાવવા મા આવેલ. સુરજદેવળ પધરામણી કરતા પુ. બા શ્રી તેમજ જગ્યાના સંચાલક પૂજ્ય શ્રી ભયલુબાપુ નુ ઢોલ અને રાસ મંડળી તેમજ ઘોડા સાથે ભવ્ય શોભાયાત્રા સાથે સામૈયા કરેલ સુર્યયુવા ગ્રુપ તેમજ સુરજ દેવળ મંદિર ટ્રસ્ટીશ્રી દ્વારા ખુબ સરસ ભાવ ભર્યું સ્વાગત કરવામાં આવેલ હતું.
પુ.બા શ્રી એ ભગવાન સૂર્યનારાયણ ના દર્શન – આશીર્વાદ લીધેલ અને પૂ. મહંતશ્રી કિશોરબાપુ (લાખાબાપુની જગ્યા સોનગઢ) તેમજ કાઠી સમાજ ના આગેવાનો શ્રી જોરુભાઇ ખુમાણ (ગુજરીયા), ઇતિહાસ વિદ શ્રી રામકુભાઇ ખાચર સાહેબ, શ્રી દાદાબાપુ વરું, શ્રી મોલડી દાદાબાપુ, શ્રી નિરુભા ગઢવી (કવિરાજ), શ્રી મેરુભાઈ ખાચર, શ્રી પ્રદિપભાઇ (પિયાવા), શ્રી ભુપતભાઈ ખાચર, શ્રી હરેશભાઇ (ગઢડા), શ્રી મંગળુભાઇ (ખેરડી) સૌની સાથે રહી મંદિરે ધજારોહણ કરેલ અને સત્કાર સન્માન કાર્યક્રમ કરેલ ત્યારબાદ સહુ ભાઈઓ, બહેનો, વિહળ પરીવાર સેવક સમુદાયએ ભોજન પ્રસાદ નો લાભ લીધેલ.
ભોજન પ્રસાદ ની રસોઈ નવા સુરજદેવળ મંદિર ના પ્રમુખ શ્રી ભરતભાઈ ધાધલ પીપળીયા દ્વારા એમના દીકરા સ્વ : નાગરાજભાઈ ભરતભાઈ ધાધલ ના સ્મરણાર્થે આપેલ હતી.
  • નાગરીકોને ઘરઆંગણે વિવિધ વિભાગની સુવિધાઓ પૂરૂં પાડતું “ડિજીટલ ગુજરાત પોર્ટલ”

01 Sep 22 : દરેક માનવીની ઓળખ જે તે વ્યક્તિના દસ્તાવેજો પરથી સરળતાથી મેળવી શકાય છે ત્યારે રોજિંદા જીવનમાં જરૂરી તમામ દસ્તાવેજો નાગરીક સરળતાથી મેળવી શકે તે માટે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા ‘ડિજીટલ ગુજરાત પોર્ટલ’ શરૂ કરવામાં આવ્યું છે.

ડિજીટલ ગુજરાત પોર્ટલના કારણે આજે વિવિધ વિભાગની સુવિધાઓ નાગરીકને  ઘરઆંગણે મળી રહી છે. આ પોર્ટલમાં વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, વિધવા પ્રમાણપત્ર, SEBC પ્રમાણપત્ર, જાતિનો દાખલો, લાયસન્સ રીન્યુ કરાવવું, રેશનકાર્ડને લગતી સુવિધાઓ, આવકનો દાખલો મેળવવા સહિતની અનેક સેવાઓનો સમાવેશ કરવામાં આવે છે.

રાજકોટ શહેરમાં ડિજીટલ ગુજરાત પોર્ટલ અંતર્ગત નવા રેશનકાર્ડ મેળવવા માટેની કુલ ૧૭૪ અરજીઓ, રેશનકાર્ડમાંથી નામ અલગ કરવા ૨૬૯ અરજી ઓ, નામ બદલવા ૮૩૪ અરજીઓ, ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા ૫ (પાંચ) અરજીઓ, નવા નામ ઉમેરવા ૩૬૬૩ અરજીઓ અને નામ કમી કરાવવા ૧૧૪૭ અરજીઓનો સુયોગ્ય નિકાલ કરી આપવામાં આવ્યો છે. ૧લી માર્ચથી ૨૯ ઓગસ્ટ સુધીમાં ૬,૦૯૨ રેશનકાર્ડની સેવાઓને લગતી અરજીઓનો અસરકાર રીતે નિકાલ કરવામાં આવ્યો છે.

આમ ‘ડિજીટલ ગુજરાત પોર્ટલ’  મારફતે ઘરઆંગણે સેવા મળતા અનેક નાગરીકોએ સંબંધિત વિભાગની કચેરી જવું પડતું નથી અને સરળતાથી દરેક દસ્તાવેજો ઉપલબ્ધ થતાં તેમને પણ રાહત મળે છે. જે સરકારની જનતા પ્રત્યેની કર્તવ્યનિષ્ઠાના દર્શાવે છે.