
ગત વર્ષે જિલ્લામાં એ વન ગ્રેડ સાથે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓની સંખ્યા 486 હતી જ્યારે આ વર્ષે જિલ્લામાં માત્ર 212 વિદ્યાર્થીઓએ જ એ વન ગ્રેડ મેળવ્યો છે આમ ગત વર્ષ કરતાં આ વર્ષે a1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં અડધો ઘટાડો થયો છે મોટાભાગના વિદ્યાર્થીઓને સરેરાશ 50 થી 65 ટકા આવ્યા છે આવા વિદ્યાર્થીઓએ પર્સનટાઈલ રેન્ક ના વધુ દેખાડા કરતા ગણિત અને વિજ્ઞાન વિષયમાં 70 થી 75 ગુણ આવ્યા હોય તેઓએ જ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લેવો એ હિતાવહ હોવા પીઠ શિક્ષકો સલાહ આપી રહ્યા છે જુનાગઢ શહેર અને આસપાસમાં ચાર ખાનગી અને એક સરકારી પોલીટેકનિક કોલેજ આવેલી છે જેમાં સરકારી પોલીટેનીકમા 225 તેમજ અન્ય ચાર કોલેજમાં 800 મળી કુલ અંદાજે 1,000 જેટલી બેઠક છે જ્યારે જિલ્લામાં સરકારી ચાર અને બાકીની ખાનગી મળી કુલ 221 જેટલી હાયર સેકન્ડરી શાળાઓ છે જેમાં દસ હજાર વિદ્યાર્થીઓ પ્રવેશ લેશે સરકારી હાયર સેકન્ડરી શાળાઓમાં સંખ્યા ઓછી હોવાથી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ખાનગી શાળાઓ પર જ આધાર રાખવો પડશે
વધુમાં વાંચો… જેતપુર ૧૦૮ ટીમની પ્રમાણિકતા: બેભાન દર્દી પાસેથી મળેલ કિંમતી મુદામાલ પરત કર્યો
જેતપુર ખાતે મુસાફરી દરમ્યાન બેભાન થયેલા દર્દીનો કિમતી માલ-સામન તેના સગાને પરત કરી “૧૦૮ એમ્બ્યુલન્સ સેવા”એ પ્રમાણિકતા અને નૈતિકતાનું નમૂનેદાર ઉદાહરણ સ્થાપિત કર્યું છે.
આ પ્રેરણાત્મક કિસ્સા વિશે વિગતો આપતા ઈ.એમ.આર.આઈ.ગ્રીન હેલ્થ સર્વિસનાં પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરએ જણાવ્યું હતું કે, મોડાસાનાં રહેવાસી એવા સ્નેહલભાઈ શુક્લાને બસ મુસાફરી દરમિયાન જેતપુર નજીક ખેંચ(આંચકી)આવતા જાગૃત નાગરિકે ૧૦૮ નો સંપર્ક કર્યો હતો. જેથી ઈ.એમ.ટી. રાજેન્દ્ર ગોસ્વામી અને પાયલોટ મનુભાઈ લાલુ તાત્કાલીક ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળે પહોંચી બેભાન થયેલા દર્દીને એમ્બ્યુલન્સમાં જરૂરી સારવાર આપી જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. ઈજાગ્રસ્તની તપાસ કરતાં તેમનાં ખિસ્સામાંથી રોકડ રકમ તથા મોબાઈલ ફોન સહીત અંદાજિત રૂ. ૯૦,૦૦૦/- નો સામાન તથા અન્ય અગત્યના ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા હતા, જે ઈજાગ્રસ્તના ભાઈ આકાશ ભાઈ શુક્લાને જેતપુર ૧૦૮ની ટીમે સહી સલામત પરત કરી પ્રમાણિકતાનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું. ૧૦૮ ની ટીમની પ્રમાણિકતા અને સજાગતા બદલ દર્દીના પરિવારજનોએ સમગ્ર ટીમનો આભાર માન્યો હતો.
વધુમાં વાંચો… સોમનાથના ધારાસભ્ય દ્વારા રાશન કાર્ડનું અનાજ બંધ થતાં અન્ન નાગરીક પુરવઠા અને ગ્રાહક બાબતોની મીટીંગ દરમિયાન ફોર્મ રજૂ કરવામાં આવેલ
સોમનાથના ધારાસભ્ય દ્વારા રાશન કાર્ડનું અનાજ બંધ થતાં અન્ન નાગરીક પુરવઠા અને ગ્રાહક બાબતોની મીટીંગ દરમિયાન ફોર્મ રજૂ કરવામાં આવેલ ગીર-સોમનાથ તા. ૨૪ સોમનાથ ના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપદંડક વિમલભાઈ ચુડાસમા દ્વારા જરૂરિયાતમંદ લોકોને રાશન કાર્ડ ઉપર અનાજ બંધ થઈ જતાં રૂબરૂ સર્વે કરી અને જરૂરિયાતમંદ લોકોના ફોર્મ કરવામાં આવેલ.સામાન્ય લોકોને રાશન કાર્ડ ઉપર મળતું અનાજ બંધ થયું હોવાથી ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા સોમનાથ મત વિસ્તારના જરૂરિયાતમંદ લોકોનો સર્વે કરી ફોર્મ ભરવેલ હતા અને અવાર નવાર રજૂઆતો અને ફોર્મ પણ રૂબરૂ આપેલ હતા, પરંતુ હાલ પણ જરૂરિયાતમંદ લોકોને રાશન કાર્ડ ઉપર રાશન મળતું ન હોવાથી ગરીબ પરિવારોને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ આવરી લેવામાં આવે અને રાશન કાર્ડ ઉપર અનાજ મળે તેવા હેતુથી ગીર ભરવેલ અને અગાઉ પણ અવાર સોમનાથ જિલ્લા અન્ન નાગરીક નવાર રજૂઆતો કરેલ હોવા છ્તા પણ રાશન કાર્ડ ઉપર અનાજ બંધ હોવાથી ગીર સોમનાથ જિલ્લા અન્ન નાગરીક પુરવઠા અને ગ્રાહક બાબતોની મિટિંગમાં ફરીથી તમામ જરૂરિયાતમંદ લોકોના ફોર્મ રજૂ કરવામાં આવેલ અને ઉગ્ર રજૂઆત પુરવઠા અને ગ્રાહક બાબતોની મિટિંગ દરમિયાન ફરીથી તમામ ફોર્મ રૂબરૂ મીટિંગ માં રજૂ કરેલ અને વહેલી તકે આવા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને રાશન કાર્ડ ઉપર રાશન આપવા અંગે ઉગ્ર રજૂઆત કરી હતી.