ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા એન્ટી ઈન્કમ્બન્સીને લઈને ચોંકાવનારી વિગતો આવી સામે

22 Nov 22 : એક સર્વેમાં એન્ટી ઈન્કમ્બન્સીને લઈને ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. રાજ્યમાં કેટલા ટકા લોકો ભાજપથી નારાજ છે, કેટલા ટકા લોકો નારાજ નથી, કેટલા ટકા પરીવર્તન ઈચ્છે તેને લઈને કેટલીક વિગતો સામે આવી છે. આ વખતે ચૂંટણીમાં દરેકના મનમાં એક પ્રશ્ન છે કે શું ગુજરાતની જનતા ફરી એકવાર ભાજપ પર ભરોસો કરશે કે પછી આ વખતે તેમને એન્ટી ઈન્કમ્બન્સીનો સામનો કરવો પડશે?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની ચૂંટણી રસપ્રદ આ વખતે બની રહેશ કેમ કે, રાજ્યમાં 27 વર્ષથી સત્તા પર ભાજપ છે જેને એક જ પાર્ટીનો સામનો કરવો પડતો હવો હવે આપ પાર્ટી પણ મેદાને છે. કોંગ્રેસ પોતાનો વનવાસ સમાપ્ત કરીને પરત ફરવા માંગે છે. રાજ્ય જો કે આમ આદમી પાર્ટી અને AIMIM જેવી પાર્ટીઓએ પોતાના ઉમેદવારો ઉભા કરીને સ્પર્ધાને રસપ્રદ બનાવી છે.

અલગ-અલગ ન્યૂઝ ચેનલોના સર્વેમાં અલગ-અલગ બાબતો સામે આવી છે. ઈન્ડિયા ટીવી-મેટરના સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે શું આ ચૂંટણીમાં ભાજપને સત્તાવિરોધીનો સામનો કરવો પડશે. જ્યાં કેટલાક તારણો સામે આવ્યા છે.

પ્રશ્ન- શું ગુજરાતમાં એન્ટી ઈન્કમ્બન્સી છે?

નારાજ છે બદલાવ થશે – 34 ટકા
નારાજગી છે પણ ભાજપને વોટ – 48 ટકા
ભાજપથી ખુશ – 16 ટકા
કહી શકતા નથી – 2 ટકા

વધુમાં વાંચો… રાજકોટ જિલ્લામાં બારકોડવાળી ૨૩ લાખથી વધુ મતદાર માહિતી સ્લીપનું બી.એલ.ઓ. દ્વારા વિતરણ શરૂ

રાજકોટ જિલ્લામાં મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરૂણ મહેશ બાબુના નેતૃત્વમાં વિવિધ કામગીરીઓ વેગવાન બની છે. રાજકોટ જિલ્લાના આઠ વિધાનસભા વિસ્તારોમાં બારકોડવાળી મતદાર માહિતી સ્લીપનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.

વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ૨૩,૦૭,૨૩૭ મતદાર માહિતી સ્લીપ છાપવામાં આવી છે. આ સ્લીપ તમામ વિધાનસભા મત વિસ્તારોમાં પહોંચાડી દેવામાં આવી છે. હાલમાં બૂથ લેવલ ઓફિસરો દ્વારા ઘરે ઘરે જઈને નાગરિકોને સ્લીપ આપવામાં આવી રહી છે. જિલ્લાના તમામ મતક્ષેત્રોમાં આ વિતરણ ૨૫મી નવેમ્બર સુધી ચાલશે.

મહત્વનું છે કે, મતદાર માહિતી સ્લીપમાં આ વખતે ફોટોને બદલે બારકોડ પ્રિન્ટ કરવામાં આવ્યો છે. આ બારકોડ સ્કેન કરતા જ મતદારની વિગતો સામે આવે છે. ઉપરાંત આ સ્લીપમાં મતદારનું નામ, વિધાનસભા મત વિસ્તાર, મતદાર ઓળખપત્ર નંબર, ભાગ નંબર તથા ભાગનું સરનામું, મતદારનો ક્રમાંક, મતદાન મથકનું નામ, સી.ઇ.ઓ.ની વેબસાઇટ, સી.ઇ.ઓ. કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર ૧૯૫૦ – વિગત દર્શાવવામાં આવી છે. મતદાર સ્લીપની પાછળની બાજુએ મતદાન મથકનો ગુગલ મેપ પણ આપવામાં આવ્યો છે.રાજકોટ જિલ્લામાં વિતરિત થતી આ સ્લીપમાં મતદાનની તારીખ ૧-૧૨-૨૦૨૨ તેમજ મતદાનનો સમય સવારે ૮થી સાંજે ૫ પણ દર્શાવવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, નાગરિકો મતદાન કરવા જતી વખતે આ સ્લીપની સાથે મતદાર ઓળખપત્ર અથવા તો ચૂંટણીપંચે માન્ય કરેલા ૧૨ પુરાવાઓ પૈકીનો કોઈપણ એક માન્ય પુરાવો સાથે રાખીને મતદાન કરી શકશે.જેમાં ૧. આધારકાર્ડ, ૨. મનરેગા જોબકાર્ડ, ૩.બેંક અથવા પોસ્ટ ઓફિસ દ્વારા આપવામાં આવેલા ફોટો સહિતની પાસબુક, ૪. શ્રમ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા હેલ્થ ઇન્સ્ટરન્સ સ્માર્ટ કાર્ડ, ૫. ડ્રાઇવિંગ લાયસન્સ, ૬.પાનકાર્ડ, ૭. એન.પી.આર. હેઠળ આર.જી.આઈ. દ્વારા આપવામાં આવેલા સ્માર્ટકાર્ડ, ૮. ભારતીય પાસપોર્ટ, ૯. ફોટો સાથેનો પેન્શન દસ્તાવેજ ૧૦. કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર/ જાહેરસાહસો/ પબ્લિક લિમિટેડ કંપનીઓના કર્મચારીઓને આપવામાં આવેલું ફોટો ધરાવતું ઓળખકાર્ડ, ૧૧. સંસદસભ્યશ્રી/ ધારાસભ્યશ્રી/ વિધાન પરિષદના સભ્યશ્રીને આપવામાં આવેલા અધિકૃત ઓળખકાર્ડ, ૧૨. યુનિક ડિસેબિલિટી આઈ.ડી. (UDID) કાર્ડ, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, ભારત સરકાર.

વધુમાં વાંચો… જુનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા ની બેઠકોની ચૂંટણીમાં 12 અપક્ષ ઉમેદવારો

વિધાનસભાની ચૂંટણીમાં મતદાનને ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે જુનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા ની બેઠકોમાં ચૂંટણી લડતા અપક્ષ ઉમેદવારો ને ફાળવેલા આ અનોખા ચૂંટણી પ્રતિકો સાથે મેદાને ઉતરતા મતદારોમાં ઉત્કંઠતા વ્યાપી છે જુનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠકોમાં કુલ 34 ઉમેદવારો પૈકી કુલ 12 અપક્ષ ઉમેદવારો છે ત્યારે ચૂંટણી લડવા માટે ચૂંટણી પંચ દ્વારા અપક્ષોને ત્રણ ચૂંટણી પ્રતિકો પૈકી એક પ્રતિક ની પસંદગી કરવાની તક આપવામાં આવી હતી જેને લઇ પસંદગી કરાયેલ પ્રતિકો સાથે અપક્ષ ના ઉમેદવારો પ્રચાર ના મેદાને ઉતર્યા છે.

અપક્ષના પ્રતીક તરીકે સફરજન, ખાટલો, કોમ્પ્યુટર, ઘડો , મગફળી ડોલ કોટ તથા નાળિયેરીનું ખેતર અને માઈક સહિતના અવનવા પ્રતિકોની ફાળવણી થકી અપક્ષ ઉમેદવારો અન્ય પક્ષો સામે મતદારોને રીઝવવા મેદાનને તો પડ્યા છે પરંતુ અપક્ષોની ઉમેદવારી અન્ય પક્ષો ને નડશે કે ફળશે તે તો મત ગણતરી બાદ જ જોવા મળશે ચૂંટણી લડતા અપક્ષ ઉમેદવારો માટે ફાળવેલા આ અનોખા ચૂંટણી પ્રતિકો સાથે મતદારો મેદાને ઉતરતા મતદારોમાં ઉત્કંઠતા જોવા મળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here