ભાવનગર જિલ્લા ખાતે જિલ્લા નોડલ સંસ્થાના એપ્રેન્ટિસ ભરતી મેળાનું તા. ૧૩-૦૨-૨૦૨૩ના રોજ આયોજન

10 Feb 23 : ભાવનગર જિલ્લા ખાતે જિલ્લા નોડલ સંસ્થાના એપ્રેન્ટિસ ભરતી મેળાનું તા. ૧૩-૦૨-૨૦૨૩ના રોજ આયોજન ગુજરાત સરકારશ્રીની મહત્વની યોજના મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત ભાવનગર જીલ્લામાં સમાવિષ્ટ વિવિધ ખાનગી અને સેવાકીય એકમોમાં એપ્રેન્ટીશીપ તાલીમ યોજના અંતર્ગત ખાલી જગ્યાઓ પર ધોરણ ૮ પાસથી ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ કે ફ્રેશર ઉમેદવાર તરીકે જે કોઈ ઉમેદવારો જોડાવા માંગતા હોય તેવા ઉમેદવારો માટે ભાવનગર જીલ્લાની આઈ.ટી.આઈ (મહિલા) ભાવનગર ખાતે તારીખ ૧૩/૦૨/૨૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલાક થી એપ્રેન્ટીસ ભરતી મેળાનુ આયોજન કરવામાં આવેલ છે.

જે ઉમેદવારો આ યોજના મારફત એપ્રેન્ટીસ તરીકે જોડાવા માંગતા હોય તેઓએ પોતાનું રજીસ્ટ્રેશન એપ્રેન્ટીસ પોર્ટલ લીંક http://www.apprenticeshipindia.gov.in/candidate-registration પર કરવાનું રેહશે. અને ભરતી મેળા ના દિવસે, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, પાસપોર્ટ સાઈઝનો ફોટો અને આધારકાર્ડની નકલ સાથે હાજર રેહવા જણાવવામાં આવે છે. ખાસ નોંધ કરતા ઉમેદવારોને જણાવવામાં આવે છે ઉક્ત એપ્રેન્ટીસ ભરતીમેળા માં ઉમેદવારો નું એપ્રેન્ટીસ પોર્ટલ લીંક (https://apprenticeshipindia.org/candidate-registration) તથા અનુબંધમ પોર્ટલ (https://anubandham.gujarat.gov.in/account/signup) લીંક પર રજીસ્ટ્રેશન કરવું આવશ્યક છે તે આચાર્ય અને એક્ષઓફીસીઓ, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ભાવનગરની યાદીમાં જણાવેલ છે.

વધુમાં વાંચો… ગુજરાતમાં સ્યુસાઈડના આંકડાઓ ચિંતાજનક, 9.1 ટકા આત્મહત્યાના કેસો વધ્યા, લોકોને આ ટેન્શન

ગુજરાતમાં સ્યુસાઈડના આંકડાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જેમાં 9.1 ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં આત્મહત્યાની અનેક ઘટનાઓ બાદ રાજ્યસભામાં કેન્દ્ર સરકારના આંકડામાં ગુજરાતમાં આત્મહત્યના મામલાઓ સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે રાજ્યસભામાં આપેલા આંકડા મુજબ 2021માં ગુજરાતમાં 9.1 ટકાનો વધારો થયો છે. ગુજરાતની આર્થિક સમૃદ્ધિની ઘણી ચર્ચા થાય છે, પરંતુ ગુજરાતમાં આત્મહત્યાના વધતા જતા કેસોએ ચિંતા વધારી છે તેમાં પણ પરીવારના સામૂહીક આત્મહત્યાના કેસો પણ અમદાવ, વડોજરા સહીતના શહેરોમાં તાજેતરમાં જ સામે આવ્યા હતા.

આ કારણો જવાબદાર માનવામાં આવી રહ્યા છે. આત્મહત્યા પાછળનું મુખ્ય કારણ માનસિક તણાવને માની રહ્યા છે. રાજ્યમાં ભૂતકાળમાં અનેક ઘટનાઓ સામે આવી હતી. જેમાં ઘરેલું વિખવાદ, લોન ન ચૂકવી શકવાથી, બીમારી અને માનસિક પરેશાનીને કારણે આત્મહત્યા થઈ હતી. સ્યુસાઇડ નોટમાં આર્થિક તંગીનો મામલો સામે આવ્યો હોવાના તેમાં ઘણા કિસ્સાઓ છે.

આ પ્રકારે આંકડાઓ આવ્યા સામે.ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર 2021માં ગુજરાતમાં આત્મહત્યાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યસભામાં કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા ડેટામાં જણાવાયું છે કે 2020માં જ્યાં ગુજરાતમાં આત્મહત્યાના 8,050 કેસ નોંધાયા હતા, તે 2021માં વધીને 8,789 થઈ ગયા હતા. 2021 માં, 9.1 ટકા વધુ કેસ નોંધાયા હતા.

વ્યાજથી પૈસા લીધા બાદ માનસિક ત્રાસથી આત્મહત્યાના કિસ્સા પણ આવ્યા છે સામે. ખાસ કરીને વ્યાજખોરો સામે અત્યારે તવાઈ બોલાવવામાં આવી રહી છે. તેમાં પણ ખાસ કરીને પોલીસ દ્વારા લોકદરબાર યોજી વ્યાજના વિષચક્ર સામે લોકોને બહાર લાગવામાં આવી રહ્યા છે કેમ કે, અગાઉ એ પ્રકારના કિસ્સાઓ પણ સામે આવતા હતા કે, આર્થિક તંગીના કારણ માં વ્યાજ પેટે લીધેલા પૈસા જવાબદાર હોય.

વધુમાં વાંચો… જયસુખ પટેલને અલગ બેરેક, આ સિવાયમાં જેલમાં મળશે આ સુવિધાઓ

મોરબી બ્રિજ અકસ્માતમાં પોલીસ રિમાન્ડ પૂરા થતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં પહોંચેલા ઓરેવા ગ્રુપના એમડી અને પ્રમોટર જયસુખ પટેલને તમામ સુવિધાઓ મળશે. તેને જેલમાં અલગ બેરેક આપવામાં આવી છે. આ સિવાય તેમને ટીવી અને અખબારો પણ વાંચવા મળશે. પટેલને હવે કોર્ટમાંથી જામીન ન મળે ત્યાં સુધી જેલમાં રહેવું પડશે. જયસુખ પટેલને મોરબી સબ જેલમાં રાખવામાં આવ્યા છે. 30 ઓક્ટોબરની સાંજે પુલ તૂટી પડતાં 135 લોકોનાં મોત થયાં હતાં. પોલીસે ઓરેવા ગ્રુપના જયસુખ પટેલનું નામ પણ FIRમાં દાખલ કર્યું છે. મોરબી બ્રિજ દુર્ઘટનામાં જેલમાં મોકલી દેવામાં આવેલા ઓરેવા ગ્રુપના એમડીને હાલ જેલમાં જ રહેવું પડશે. પોલીસે રિમાન્ડની માંગણી ન કરતાં જિલ્લા અને સેશન્સ કોર્ટે તેને મોરબી સબ જેલમાં 3 દિવસ પહેલા ધકેલી દિધા હતા. ઐબ્રિજ ધરાશાયી થવાને કારણે અકસ્માતમાં 135 લોકોના મોત થયા હતા. અકસ્માતના લગભગ ત્રણ મહિના બાદ જયસુખ પટેલે આત્મસમર્પણ કર્યું હતું.

ઘરના ખોરાકની મંજૂરી – જયસુખ પટેલને મોરબી સબ જેલમાં અલગ બેરેક આપવામાં આવી છે. કોર્ટે પટેલને ઘરેથી સૂવા માટે ગાદલા, કપડાં લાવવાની મંજૂરી આપી છે. એટલું જ નહીં, પટેલને ઘરે બનાવેલું ભોજન પણ ખાવાની છૂટ આપવામાં આવી છે. આવી સ્થિતિમાં તેમને રોજનું ઘરનું ભોજન મળશે. આ ઉપરાંત જયસુખ પટેલને જે બેરેકમાં રાખવામાં આવશે ત્યાં ટીવીની સુવિધા હશે. આ ઉપરાંત જેલ પ્રશાસન વતી તમામ અખબારો પણ પટેલને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

જયસુખ પટેલને આ કેસમાં જામીન ન મળે ત્યાં સુધી જેલમાં રહેવું પડશે. જયસુખ પટેલે શરણાગતિ પહેલા પોતાની આગોતરા જામીન અરજી પાછી ખેંચી લીધી હતી. આવી સ્થિતિમાં કોર્ટ હવે જામીન અરજી મળ્યા બાદ જ સુનાવણી કરશે. મોરબી સસ્પેન્શન બ્રિજની જાળવણી સંભાળી રહેલા ઓરેવા ગ્રૂપ પર તેની ફિટનેસ તપાસ્યા વિના બ્રિજ ખોલવાનો આરોપ છે. સમારકામ માટે સારી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. જેના કારણે 30 ઓક્ટોબરે પુલ તૂટી પડ્યો હતો અને 135 લોકોના મોત થયા હતા.

વધુમાં વાંચો… સુરત – મહુવામાં પત્રકારનો રોફ બતાવી પિતાપુત્રએ સગીરા સાથે છેડતી કરી

બારડોલી : સુરત જિલ્લાના મહુવામાં તાલુકામાં પત્રકાર હોવાનો રોફ જમાવી પિતાપુત્રએ 16 વર્ષીય સગીરાની છેડતી કરતાં બંને પિતા પુત્ર વિરુદ્ધ મહુવા પોલીસ મથકમાં પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. પુત્ર શાળાએ જતી સગીરાનો પીછો કરતો હતો. જ્યારે પિતાએ પણ સગીરાની છેડતી કરી હોવાનો આરોપ ફરિયાદમાં લગાવવામાં આવ્યો છે.

આ અંગે મળતી માહિતી અનુસાર મહુવામાં રહેતો અને પત્રકાર તરીકે પોતાની ઓળખ આપનાર રાસેદખાન પઠાણ અને તેના 17 વર્ષીય સગીર પુત્રએ નજીકની એક શાળામાં અભ્યાસ કરતી 16 વર્ષીય કિશોરી સાથે છેડતી કરી હતી. સગીરાની માતાએ આપેલી ફરિયાદ મુજબ ત્રણ માસ પહેલા દિવાળી સમયે સગીરાની માતા રાસેદખાન પઠાણે હાલ પત્રકારોનું ઘણું માન છે, તમારી છોકરીને દિવાળી વેકેશનમાં પત્રકારત્વનું શીખવા મોકલો એમ કહી સગીરને ઓફિસે બોલાવી હતી. સગીરાને “મારી પત્ની મને સુખ આપતી નથી એટલે હું અન્ય સ્ત્રીઓ પાસે જાઉં છું અને તેમને 500 કે 1000 રૂપિયા આપું છું. જો તારી ઈચ્છા હોય તો આપણે પણ ગેસ્ટ હાઉસમાં જાશું તને પૈસા આપી દઇશ.” એમ કહેતા સગીરાએ તેની ઓફિસે જવાનું બંધ કરી દીધું હતું.

ત્યારબાદ રાસેદખાનનો પુત્ર પણ સગીરા શાળાએ જતી ત્યારે તેનો મોટર સાઇકલ પર પીછો કરી ગીતો ગાઈ ફોન નંબરની માગણી કરી વારંવાર છેડતી કરતો હતો. શાળાએ જવા માટે રસ્તામાં જ રાસેદખાનનું ઘર આવતું હોય ગભરાયેલી સગીરા શાળાએ જવાનું ના કહેતી હતી. જેથી માતાએ સગીરાને પૂછતાં તેણે રડતાં રડતાં રાસેદખાન પઠાણ અને તેના સગીર પુત્ર દ્વારા અવારનવાર છેડતી કરવામાં આવતી હોવાનું જણાવ્યુ હતું. આથી માતાએ રાસેદખાનને આ બાબતે ફોન કરી પૂછતાં તેણે “મારા છોકરા સાથે તારી છોકરીનું લફરુ છે અને મારો છોકરો હવે તારી છોકરીનો વધારે પીછો કરશે, હવે તે તારા ઘરે પણ આવશે અને ઠંડુ પણ પીશે” એવો ઉડાઉ જવાબ આપ્યો હતો. સાથે તેણે હું પત્રકાર છું, તારાથી થઈ તે કરી લેજે અને માથાકૂટ કરશો તો તને અને તારી છોકરીને જાનથી મારી નાખીશ એવી ધમકી ઉચ્ચારી હતી. આથી સગીરાને માતાએ મહુવા ટાઉન પોલીસ મથકમાં પિતા પુત્ર વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે બંને સામે પોકસો એક્ટ અને આઇપીસીની છેડતીની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here