સુરતમાં બાબા બાગેશ્વરનો આજે દિવ્ય દરબાર, ભવ્ય મંડપ અને વિશાળ મંચ તૈયાર, જાણો બાગેશ્વ ધામના ઈતિહાસ વિશે

સુરતમાં નીલગીરી ગ્રાઉન્ડ ખાતે આજે બાબાનો દિવ્ય દરબાર યોજવામાં આવશે. વિશાળ મંચ, ભવ્ય મંડપ અને હજારો સ્વયં સેવકો બાબા બાગેશ્વરના લોક દરબારમાં ઉપસ્થિત રહેશે. 1 લાખથી વધુ લોકો આવે તેવી શક્યતા છે. હિન્દુ રાષ્ટ્રનો સંકલ્પ સનાતની એકતા પર ભાર આપવામાં આવશે.
સુરતમાં આજે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજવામાં આવશે. તેઓ ગઈકાલથી જ ગુજરાતમાં આવી ચૂક્યા છે. અમદાવાદમાં તેઓ વટવા ખાતે ઉપસ્થિત રહ્યા હતા. ત્યાર બાદ તેઓ સુરત ખાતે સાંજે પહોંચ્યા હતા. સુરતમાં નીલગીરી ગ્રાઉન્ડ ખાતે આજે બાબાનો દિવ્ય દરબાર યોજવામાં આવશે. વિશાળ મંચ બાબા બાગેશ્વર માટે બનાવવામાં આવ્યો છે. આ સાથે ભવ્ય મંડપ બાંધવામાં આવ્યો છે જ્યાં મોટી સંખ્યામાં ભક્તો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. હજારો સ્વયં સેવકો તૈયારીમાં લાગ્યા છે.
બાગેશ્વર ધામનો જાણો શું છે ઈતિહાસ – મધ્યપ્રદેશના છતરપુર પાસે ગઢા નામની જગ્યા પર બાગેશ્વર ધામ આવેલું છે. વર્ષ 1989માં બાબાજી દ્વારા વિશાળ મહાયજ્ઞ યોજાયો હતો. વર્ષ 2012માં બાગેશ્વર ધામની સિદ્ધપીઠ પર દિવ્ય દરબારનો આરંભ થયો. બાગેશ્વરમાં બાલાજી હનુમાનજીનું મંદિર છે. ત્યાં દર મંગળવારે બાલાજી હનુમાનના દર્શન માટે ભારે ભીડ ઉમટે છે. બાલાજી હનુમાનજીનું મંદિર સદીઓ જૂનું હોવાની માન્યતા છે. ત્યાં 1986માં મંદિરનું રીનોવેશન કરવામાં આવ્યું હતું. વર્ષ 1987માં બબ્બાજી સેતુલાલજી નામના સંત મહારાજ આવ્યા. બબ્બાજી સેતુલાલજી ભગવાનદાસજી મહારાજ તરીકે તેઓ જાણીતા હતા. પં. ધીરેન્દ્ર શાસ્ત્રી ભગવાનદાસજી મહારાજના જ પૌત્ર છે. બાબા બાગેશ્વરના લોક દરબાર ની તૈયારીઓ સુરત બાદ અમદાવાદમાં પણ થઈ રહી છે. તેઓ અમદાવાદમાં ચાણક્યપુરી વિસ્તારમાં ભવ્ય લોકદરબાર યોજશે. આ ઉપરાંત રાજકોટ અને વડોદરા તેમજ ગાંધી નગરમાં પણ તેમના લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને તૈયારીઓ આ શહેરોમાં પણ તેજ કરવામાં આવ છે.

વધુમાં વાંચો… લ્યો બોલો….હવે પગરખાં પણ સલામત નથી, ઘરની બહાર મુકેલા બ્રાન્ડેડ બુટ-ચપ્પલની ચોરી કરતો શખ્સ CCTVમાં કેદ
આજ સુધી સોના, ચાંદી, રોકડ સહિત કિંમતી વસ્તુઓની ચોરીના કિસ્સા તો છાશવારે આપણી સામે આવતા હોય છે. પરંતુ નવસારીમાં ચોરીની એક એવી ઘટના બની છે, જેને પોલીસ સહિત સૌ કોઈને આશ્ચર્યમાં મૂકી દીધા છે. એક એપાર્ટમેન્ટના સીસીટીવીમાં ચોર ઘરની બહાર મૂકેલા બુટ-ચંપલ ચોરતા નજરે પડી રહ્યો છે. આ મામલે ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ, નવસારી શહેરમાં આવેલા જયશંકર પાર્ટી પ્લોટ પાસેની પુષ્પમ વિહાર સોસાયટીમાં ચોરીની એક વિચિત્ર ઘટના બની છે. બુધવારે બપોરના સમયે એક શખ્સ સોસાયટીમાં પ્રવેશે છે અને સોસાયટીમાં આવેલ 4 માળના કેરવ એપાર્ટમેન્ટમાંથી મકાનની બહાર રાખેલા કિંમતી બુટ-ચપ્પલને થેલામાં ભરી ચોરી કરી ફરાર થાય છે. ચોરી ની આ સમગ્ર ઘટના એપોર્ટમેન્ટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં ચોર ફ્લેટની બહાર રાખેલા બ્રાન્ડેડ બુટ-ચપ્પલની ચોરી કરી થેલામાં ભરતા નજરે પડે છે.
સીસીટીવીના આધારે તપાસ શરૂ. આ મામલે સોસાયટીના રહીશોએ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ કરી છે. પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે પગરખાં ચોરી કરતા શખ્સને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જો કે, પગરખાંની ચોરીની આ ઘટનાએ વિસ્તારમાં સૌ કોઈને આશ્ચર્યમાં મુકી દીધા છે. આ ઘટના બાદ હવે રહીશો પોતાના કિંમતી પગરખાં ઘરની બહાર મુકવાને બદલે અંદર મુકવાનું શરૂ કરી દીધું છે.

વધુમાં વાંચો… વીજ કનેક્શન કપાઈ જશે તેવો મેસેજ પર ક્લિક કરતા જ બેંકના ખાતામાંથી ઉપડી ગયા પૈસા: સાયબર ક્રાઇમનો ભોગ બનેલ ૯ લોકોને પૈસા પરત આપ્યા
રાજકોટ સહીત દેશભરમાં ટેકનોલોજીનો સદ ઉપયોગ કરવાની જગ્યાએ અમુક ઈસમો દ્વારા દુરૂપયોગ કોઇપણ બહાના હેઠળ ભોળા લોકોને છેતરી પૈસા પડાવી લેતા હોવાનું પ્રમાણ દીન પ્રતિદિન વધી રહ્યું છે.ત્યારે આ સાયબર ગઠિયાઓએ રાજકોટમાં વીજ કનેક્શન કપાઈ જશે તેવો મેસેજ આજના ચેરમેન જયેશ બોઘરાને કર્યો હતો જયેશ બોઘરાય આ લીંક પર ક્લિક કરતા જ તેમના ખાતામાંથી નાળા ઉપડી ગયા હોવાની તેને જાણ થતા તેને સાયબર પોલીસનો સંપર્ક કર્યો હતો. તેવી જ રીતે કુલ નવ લોકો પૈસા પડાવ્યા હોવાની ફરિયાદ થતા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી કુલ 11.98 લાખ રૂપિયા સાયબર ક્રાઈમ પરત અપાવ્યા છે.
માહિતી મુજબ જેમાં અશોકભાઈ ભુપતભાઈ ગોહેલને કોલ કરી એસબીઆઈ ક્રેડીટ કાર્ડમાંથી બોલું છું કહી કેવાયસી અપડેટ કરવાનું કહી લીંક મોકલી 1,26,233 પડાવી લીધા હતા. જયારે જયેશભાઈ ગોવિંદભાઈ બોઘરાને વીજ કનેક્શન કપાઈ જશે કહી એની ડેસ્ક નામની એપ્લીકેશનની લીંક મોકલી 1,90 લાખ પડાવી લીધા હતા તેમજ શશીકાંતભાઈ ગાંધીના પીએલસી વોલેતમાંથી 27,200 કોઈન જેની કિંત 1.63 લાખ થતી હોય તે ટ્રાન્સફર કરાવી લીધા હતા રિશી મોતીભાઈ ચૌધરીએ ગ્લોસીયા હબ નામની સાઈડ પરથી વસ્તુ મંગાવી હોય જેમાં અજાણ્યા શખસે લીંક મોકલી 86.985 પડાવી લીધા હતા તેમજ વિજય નટુભાઈ સોનપાલને ક્રેડીટ કાર્ડના બહાને શીશામાં ઉતારી 67,400 પડાવી લીધા હતા. જ્યારે દલપતભાઈ કરસનભાઈ સરસ્વતી પાસેથી અજાણ્યા ગઠિયાએ ક્રેડિટ કાર્ડ બંધ કરવાના બહાને રૂ.63,395 , સંજયભાઈ આંબાભાઈ અજાણી પાસેથી ક્રેડિટ કાર્ડ અપડેટ કરાવવા બહાને 1,03,764 , મિતેશ ધીરુભાઈ જોટાળીયા પાસેથી ક્રેડિટ કાર્ડ અપડેટ કરાવવાના નામ પર 97,701 અને ઉષાબેન પરસોતમ ચોટાઈ પાસેથી રૂ.3 લાખ મળી કુલ રૂ.11.98 લાખ નવ અરજદારોને સાયબર ક્રાઈમ એસીપી વિશાલ રબારીના માર્ગદર્શન હેઠળ ગેટવે પ્લેટફોર્મ પર મેઈલ કરી ટેકનીકલ એનાલીસીસ તેમજ બેન્કના નોડલ ઓફ્સિરની મદદ અને સ્ટાફની સુજબુઝથી તપાસ કરી તમામ પૈસા પરત અપાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here