બોટાદ માં યોજાયો દિવ્ય શાકોત્સવ અને વિદ્યાર્થીઓનું સન્માનકાર્યક્રમ

09 Jan 23 : શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર અમદાવાદ અને શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ બોટાદ દ્વારા આયોજિત તા. 8 /1/ 2023 ને રવિવારના રોજ રિલાયન્સ મોલની સામે, પાળિયાદ રોડના શ્રી સ્વામિનારાયણ મંદિરે દિવ્ય શાકોત્સવ અને સંસ્કૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં કીર્તન ભક્તિ, સાંસ્કૃતિક કાર્યક્રમ રાસ, લોક સાહિત્ય ડાયરો, બોટાદના માનવંતા આમંત્રિત મહેમાનોનું સ્વાગત, છાત્રાલયના વિદ્યાર્થીઓનું સંમેલન અને સન્માન તેમજ સંતો દ્વારા આશીર્વાદ અને કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.ખુબ વિશાળ સંખ્યા માં હરિ ભક્તો એ લાભ લીધો હતો

પાળીયાદ પાંજરાપોળ માં સ્નેહ મિલન સમારોહ

ગઈકાલે તા. 8 મી જાન્યુઆરી ના રોજ પાળીયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટના પરિસરમાં પાળીયાદ તથા આજુબાજુના ગ્રામજનો નો ઉત્તરાયણ પર્વ નિમિત્તે પાળિયાદ પૂજ્ય વિસામણબાપુની જગ્યાના મહંત શ્રી પરમ પૂજ્ય 1008 નિર્મળાબા, ભયલુબાપુ તથા પૂ. લક્ષ્મણદાસ બાપુ મહંત શ્રી હનુમાનજી આશ્રમ હડમતાળા તથા પરમ પૂજ્ય સુશીલાબાઈ મહાસતીજી આદી ઠાણા 4ની નીશ્રા માં ઉજવાયો હતો.આ પ્રસંગે પાળિયાદ તેમજ પીપરડી,બોડી, તરધરા,રતનપર, કાનીયાડ,કુંભારા,ગઢડિયા,બોટાદ, પાટી, સેંથળી તાજપર તેમજ અન્ય આજુબાજુ નાં ગામોનાં જીવદયા પ્રેમીઓ એ હાજરી આપી આપણી પાંજરાપોળ સંસ્થા દ્વારા થતાં જીવદયા નાં કાર્ય ની અનુમોદના વ્યક્ત કરી હતી.

પ.પૂ. નિર્મળાબા,ભયલુબાપુ, લક્ષ્મણદાસબાપુ તેમજ પૂજ્ય સુશીલાબાઈ. મ.સતિજી આદિ સંત સતીજીઓ તરફથી પાંજરાપોળ સંસ્થા જીવદયા નાં કાર્યો માં વધુ ને વધુ સહયોગ પ્રાપ્ત થતો રહે એવા શુભ આશિષ આપેલ હતા. આ પ્રસંગે સંસ્થા દ્વારા પધારેલ મહાનુભાવો નું સન્માન કરવામાં આવેલ હતું, જીવદયા પ્રેમી દાતા દ્વારા પાંજરાપોળ સંસ્થાને અંદાજિત 7 લાખ રૂપિયા અબોલ પશુઓના ઘાસચારા માટે મળેલ હતા તેમજ જીવદયા નાં ભેખધારી એવા નાગરભાઈ ગામી તેમજ જીવદયા પ્રેમી કનુભાઈ ધાધલ જીવદયા નાં કાર્ય ની ખુબ ખુબ અનુમોદના કરવામાં આવી હતી.

કાર્યક્રમ બાદ બોડી ગામ સમસ્ત તરફથી સમૂહ પ્રસાદ (ભોજન)આયોજન કરવામાં આવેલ હતું. સમગ્ર સ્નેહમિલન કાર્યક્રમનું સંચાલન વિમલભાઈ ગાંધી બોટાદ દ્વારા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવેલ હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્થાનકવાસી જૈન સંઘ,શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ તથા પાળિયાદ તરઘરા, પીપરડી તેમજ બોડી ના જીવદયા પ્રેમી પ્રેમી કાર્યકરોનો ખૂબ જ સુંદર સહયોગ પ્રાપ્ત થયો હતો.

અહેવાલ : કનુભાઈ ખાચર

વધુમાં વાંચો… સુરેન્દ્રનગરની વિમલનાથ સોસાયટી પાસે જૂની અદાવતમાં એક આધેડની ક્રુરતાપૂર્વક હત્યા નિપજાવાતા ચકચાર મચી

સુરેન્દ્રનગરની વિમલનાથ સોસાયટી પાસે જૂની અદાવતમાં એક આધેડની ક્રુરતાપૂર્વક હત્યા નિપજાવાતા ચકચાર મચી છે. પાંચ વર્ષ પહેલા થયેલા ઝઘડાનો ખાર રાખી ત્રણ સગાભાઈઓએ મળી આધેડની હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. હત્યારાઓએ ક્રુરતા પૂર્વક તીક્ષણ હથિયારોના ઘા મારી મૃતકનો એક હાથ પણ કાપી નાખ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગરમાં રહેતા મહેબુબ મુલતાની ગતરાત્રિએ એક સામાજિક પ્રસંગમાં જમવા માટે ગયા હતા. ત્યાં દિલીપસિંહ, ચેતનસિંહ અને રવિરાજસિંહ નામના ત્રણ ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ રાત્રિના સમયે જ ત્રણેય ભાઈઓ તીક્ષણ હથિયારો લઈને મહેબુબના ઘર પાસે પહોંચ્યા હતા અને ક્રુરતાપૂર્વક મહેબુબ પર તૂટી પડ્યા હતા. આરોપી એએ એ હદે હુમલો કર્યો હતો કે મહેબુબનો એક હાથ પણ કપાઈ ગયો હતો. સુરેન્દ્રનગરમાં રહેતા મહેબુબ મુલતાનીને પાંચ વર્ષ પહેલા દિલીપસિંહ જોરુભા ઝાલા, ચેતનસિંહ જોરુભા ઝાલા અને રવિરાજસિંહ જોરુભા ઝાલા નામના ત્રણ ભાઈઓ સાથે ઝઘડો થયો હતો. જે તે સમયે મહેબુબ મુલતાની સામે હત્યાના પ્રયાસનો ગુનો પણ નોંધાયો હતો. સુરેન્દ્રનગરમાં ગતરાત્રિએ બનેલા આ બનાવમાં મૃતક મહેબુબની પત્નીને પણ ઈજાઓ પહોંચી હતી. પોલીસે તેમની ફરિયાદ લેવા તજવીજ હાથ ધરી છે. તો બીજી તરફ હત્યાને અંજામ આપનારા ત્રણેય ભાઈઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here