અમદાવાદની એલ.જી. હોસ્પિટલમાં ક્રિટીકલ કંડીશનમાં બે બાળકોને તબીબોએ બચાવ્યો જીવ

09 May 23 : અમદાવાદની એલ.જી. હોસ્પિટલમાં ક્રિટીકલ કંડીશનમાં બે બાળકોને તબીબોએ જીવ બચાવ્યો હતો. 45 દિવનાના નાના બાળકથી લઈને બગીચામાં ગળામાં દુપટ્ટો ભરાતા મગજમાં ઓક્સિજન ના પહોચી શકે તેવી સ્થિતિમાં કોર્પોરેશનની આ હોસ્પિટલોના તબીબોએ જીવ બચાવ્યો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શેઠ એલ.જી.હોસ્પિટલ ખાતે એક બાળકી બગીચાના ઝૂલા ઉપર રમતાં-રમાં અચાનક પડી જતાં ગળામાં દુપટ્ટો ભરાઈ જતા શ્વાસ રૂંધાવા ના કારણે મગજ સુધી ઓક્સિજન નહીં પહોંચતા અર્ધ-બેભાન હાલતમાં થઈ ગઈ હતી. માતા-પિતા તાત્કાલિક શેઠ એલ.જી. હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. હોસ્પિટલ ખાતેના ફરજ ઉપરના પિડીયાટ્રીક વિભાગના તબીબોએ તપાસી તાત્કાલિક આઈ.સી.યુ.માં શિફટ કરી અને જરૂરી ઈન્જેક્શન આપ્યા હતા. શ્વાસોશ્વાસ માટે તેણે વેન્ટિલેટર ઉપર રાખવામાં આવી હતી. આ બાળકીની તબિયતમાં ત્રણ દિવસ બાદ સુધારો જણાતાં વેન્ટીલેટર હટાવી એક દિવસ ઓબ્ઝર્વેશનમમાં રાખી હતી. વળી મગજ ઉપરનો સોજો પણ ઉતારવા ઈન્જેક્શન અને દવાઓ ચાલુ રાખવામાં આવી હતી. એક સપ્તાહની સધન સારવાર બાદ બાળકીની સ્થિતી નોર્મલ જણાતાં હસતાં-હસતાં આનંદ સાથે હોસ્પિટલમાંથી રજા લઈને તે તેના ઘરે ગઈ હતી. શહેરના ઓઢવ વિસ્તારના એક રહેવાસીના ૪૫ દિવસના પુત્રને પેટ ફૂલી જતાં તેમજ આંખો પીળી જણાતાં બાળકને એલ.જી.હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. બાળકની સધન તપાસમાં લીવરમાં સી.એમ.વી.વાય૨સનો ચેપ લાગેલ હોવાનું જાણવા મળ્યું હતું. જે જવલ્લેજ જોવા મળતો આનુવાંશિક, જીવલેણ અને હઠીલો રોગ છે. આ પ્રકારના રોગ માટે પ્રમાણ ભૂત એન્ટીવાઈરલ દવાની જરૂરિયાત હોઈ હોસ્પિટલ ઓથોરીટી દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલ, ૧૪ દિવસનીલાંબી સારવાર બાદ લીવર અને કમળતા રિપોર્ટ સુધારાજનક જણાતાં બાળકને તેના ઘેર મોકલવામાં આવ્યો હતો.

હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ બાદ પણ બાળકના સગાનો સમયાંતરે સંપર્ક કરવામાં આવેલ અને બાળકના પોષ્ટ, રસીકરણ, શારિરીક અને માનસિક વિકાસનું પણ સંપૂર્ણપણે ધ્યાન રાખવા માં અવવામાં આવ્યું હતું. સારવારના 3 મહિના બાદ લીવર અને વાઈરસના ચેપના રીપોર્ટ નોર્મલ આવ્યા હતા. આમ આ બાળકને ૪૦ દિવસ સુધી કિંમતી દવાઓ હોસ્પિટલ ઓથોરીટી દ્વારા વિનામુલ્યે પૂરી પાડવમાં અવી હતી હાલમાં બાળકની ઉંમર નવ માસની થઈ છે અને સ્વસ્થરીતે ઉછરી રહ્યો છે. આમ ઉપરોક્ત બંને ઘટના સંદર્ભે હોસ્પિટલના પિડીયાટ્રીક વિભાગ ના વડા ડૉ.ખ્યાતિ કક્કડના માર્ગદર્શન હેઠળ ડૉ.બીજલ શાહ, ડૉ.સુનિલ ચાંદ અને તેમની મેડીકલ ટીમ દ્વારા બાળકને નવ-જીવન આપી માનવતાનું જીવંત ઉદ્ધરણ પૂરૂ પાડેલ છે.

વધુમાં વાંચો… ભરૂચ-દહેજ ખાતે એક્ષ્ચેન્જર ના 9 લાખ ભરેલ બેગ ની લૂંટ કરી લૂંટારુઓ ફરાર
વાગરાના દહેજ ખાતે રહેતા મની એક્સચેન્જર પર ગતરાત્રે હુમલો કરી 9 લાખ રૂપિયાની લૂંટ ચલાવાતા પોલીસે અજાણ્યા લૂંટારુઓની શોધખોળ હાથ ધરી છે. દહેજના મની એક્સ ચેન્જર પર હુમલો લૂંટારું રૂપિયા 9 લાખ રોકડા લૂંટી ચલાવી ફરાર થઇ ગયા હતા.મૂળ અમદાવાદના શાહીબાગ અને હાલ દહેજ જૂની પંચાયત ખાતે રહેતા અશોકકુમાર ગૌતમભાઈ મેહતા મની એકસેન્જરનો ધંધો કરે છે. સોમવારે રાતે તેઓ બાઇક ઉપર જોલવાથી દહેજ તરફ આવી રહ્યાં હતાં.તેમની પાસે ઉઘરાણીના રોકડા 9 લાખ હતા. કાળી બેગમાં રોકડા ભરી પીઠ પર બેગ ભેરવી તેઓ બાઇક લઈને રાતે 9 થી સવા નવ વાગ્યાના અરસામાં સેઝ વનના ગેટ નજીકથી પસાર થઈ રહ્યાં હતાં. ત્યારે પાછળથી હુમલાખોરો આવ્યા હતા. બાઇક પર જઈ રહેલા યુવાન પર કોઈ હથિયાર વડે માથા અને ગરદનના ભાગે હુમલો કરાયો હતો. જેમાં બાઇક સાથે યુવાન રોડની સાઈડમાં આવેલ બાવળની ઝાડીમાં પડી જવા સાથે બેભાન થઈ ગયો હતો.હુમલાખોર લૂંટારુઓ રોકડા 9 લાખ ભરેલ કાળું બેગ લઈ ફરાર થઇ ગયા હતા.

ઇજાગ્રસ્તને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. દહેજ પોલીસ અને ડી.વાય.એસ.પી. સી.કે.પટેલે સ્થળ અને ભોગ બનનારની મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. લૂંટ અંગે દહેજ પી.આઈ. આર. જે. ગોહિલ વધુ તપાસ ચલાવી રહ્યાં છે.

વધુમાં વાંચો… સાત પગલા કૃષિ કલ્યાણ યોજનામાં ભાજપ સરકારે 50 કરોડનો ધુમાડો કર્યો : ધાનાણી
કમોસમી વરસાદને કારણે ખેતીને થયેલા નુકશાનને જોતા સરકારે ખેડુતોને ખાસ કૃષિ પેકેજ થકી સહાય આપી છે, જો કે ખેડુતો સરકારની આ સહાયથી ખુશ નથી કેમ કે, ખેડુતોને રૂા. 1.27 લાખ મળવાપાત્ર સહાય હતી, તેના બદલે આ ગુજરાતની ભાજપ સરકારે સહાયપેટે રૂા. 46 હજાર જ ચુકવવાનું નકકી કર્યુ છે, વાસ્તવમાં ખેડુતોને માવઠાથી ખેતીને ખુબ જ નુકશાન થયુ છે. ત્યારે માત્ર એસડીઆરએફ મુજબ જ સહાય કરાય છે, પણ મુખ્યમંત્રી કિસાન યોજનાનો લાભ જ આપતી નથી. તેમ પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું. પ્રધાનમંત્રી પાક વિમા યોજના બંધ કરાયા બાદ ગુજરાતની આ ભાજપ સરકારે મોટા ઉપાડે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનાનો કેવી રીતે લાભ લેવો તે અંતર્ગત રાજય સરકારે સાત પગલા કૃષિ કલ્યાણના એવો કાર્યક્રમ યોજયો હતો દરેક જીલ્લામાં આ કાર્યક્રમ યોજીને ખેડુતોને યોજનાની સમજ આપવામાં આવી હતી.

સાત પગલા કૃષિ કલ્યાણ કાર્યક્રમ પાછળ આ ગુજરાતની ભાજપ સરકારે રૂા.50 કરોડનો ધુમાડો કર્યો હતો પણ નવાઈની વાત એ છે કે આ યોજના થકી આજદીન સુધી એકપણ ખેડુતને ફુટી કોડી ય સહાય ચુકવાઈ નથી.આ ભાજપ સરકારે એસડીઆરએફની સહાય મળવાપાત્ર હોય ત્યાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો ય ખેડુતોને લાભ મળી શકે છતાંય આ ભાજપ સરકારે આ લાભથી ખેડુતોને વંચિત રાખ્યા છે. આથી તાત્કાલીક આ ભાજપ સરકાર ખેડુતોને રૂા. 1.27 લાખ મળવાપાત્ર છે જે ચુકવવાની માંગ પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી કરી છે.

વધુમાં વાંચો… રાજકોટના ઓસ્કાર સ્કાય પાર્ક ખાતે ૧૧ તારીખથી શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન, સુંદર કાંડના પાઠ સહીત અનેક કાર્યક્રમ
રાજકોટ ખાતે યોજાશે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ.રાજકોટના ભાવિકો લઈ શકશે લાભ ઓસ્કાર સ્કાય પાર્ક ખાતે ૧૧ તારીખથી શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન, સુંદર કાંડના પાઠ સહીત અનેક કાર્યક્રમ ઓસ્કાર સ્કાય પાર્ક ખાતે ગોપી સત્સંગ મંડળ દ્વારા તા. 11-5 થી 17-5 સુધી શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું ઓસ્કાર સ્કાય પાર્ક, અયોઘ્યા ચોક, 150 ફુટ રીંગ રોડ રાજકોટ આયોજન કરવામાં આવ્યું છે. ભાગવત સપ્તાહમાં સાત દિવસ નંદ મહોત્સવ, રૂક્ષમણી વિવાહ, ગોપી કીર્તન, મહેંદી સેરેમની, સુંદર કાંડના પાઠ સહીતના અનેક ધાર્મિક કાર્યક્રમો કરવા માટેનુ:, આયોજન કરવામાં આવ્યુઁ છે. આ સાત દિવસમાં ઓસ્કાર સ્કાય પાર્ક ખાતે અને ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવશે અને સમગ્ર ઓસ્કાર ભકિતના રંગે રંગાઇ જશે. જેથી ગોપી સત્સંગ મંડળ દ્વારા જે સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગોપી સત્સંગ મંડળના બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ માહીતી માટે મો. નં. 97128 20815, 89806 69957, 90333 33008, 94273 02361 માટે સંપક કરવો. કુંદનબેન કુકડીયા, રચના રૂપારેલ, હિર રાણપરા, સંગીતા માણેક, દિશા પંડયા, વૈશાલી જાની, શ્રીકુંજ પાબારી, વિજયભાઇ વસંત ઉ5સ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here