26 Aug 22 : તમારા બાળકનું વજન ઓછુ છે અને તમારે ફટાફટ વધારવું છે તો આ દૂધ પીવડાવવાનું શરૂ કરી દો.

કિશમિશ એક એવું ડ્રાયફ્રૂટ્સ છે જેમાં વિટામીન્સ અને મિનરલ્સની માત્રા ભરપૂર પ્રમાણમાં હોય છે. કિશમિશમાં આયરન, કોપર, વિટામીન B 6, મેંગેનીઝ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. કિશમિશ ખાવાથી હેલ્થ અને પાચન સારું થાય છે.

આમ, જો તમે કિશમિશનું દૂધ પીવો છો તો વજન વધે છે અને સાથે-સાથે હેલ્થને લગતી અનેક બીમારીઓ પણ દૂર થાય છે. તો જાણો તમે પણ વજન વધારવા માટે દૂધમાં કિશમિશ નાંખીને કેવી રીતે ખાશો.

દુબળા-પાતળા લોકોને સામાન્ય રીતે કિશમિશ ખાવાની સલાહ આપવામાં આવે છે. આમ, જો તમે પણ વજન વધારવા ઇચ્છો છો તો દૂધ અને કિશ મિશને એક સાથે લેવાથી બહુ ફાયદો થાય છે. આ માટે તમે એક ગ્લાસમાં દૂધ નાંખો અને પછી એમાં કિશમિશ નાંખો. ત્યારબાદ આ દૂધને બરાબર ઉકાળી લો અને પછી ગેસ બંધ કરી દો. ત્યારબાદ આ દૂધને રાત્રે ઊંઘતા પહેલા પી લો. આ દૂધ તમે રોજ પીવો છો તો તમારું વજન વધે છે અને સાથે શરીરના હાડકાં પણ મજબૂત થાય છે.

જાણો કિશમિશ અને દૂધ પીવાથી થતા ફાયદાઓ વિશે

  • કિશમિશનું દૂધ પીવાથી સ્કિનમાં નિખાર આવે છે. આ સાથે જ સ્કિનની અનેક સમસ્યાઓ પણ દૂર થાય છે.
  • કિશમિશ દૂધ પીવાથી તમારું વજન ઝડપથી વધે છે. આ સાથે જ તમારા મસલ્સ પણ સ્ટ્રોંગ થાય છે.
  • દૂધમાં કિશમિશ મિક્સ કરીને પીવાથી એનિમિયાની સમસ્યામાંથી રાહત મળે છે.
  • તમારા બાળકમાં લોહીની કમી છે તો તમે કિશમિશ દૂધ આપવાનું શરૂ કરી દો. આમ કરવાથી લોહીની ઉણપ પૂરી થાય છે અને સાથે સ્ટેમિના પણ રહે છે.
  • કિશમિશ દૂધ પીવાથી પ્રોટીનની ઉણપ શરીરમાં પૂરી થાય છે. જે તમારા મસલ્સ ગ્રોથ કરવામાં મદદ કરે છે.
  • તમારું બાળક બહુ થાકી જાય છે તો તમે કિશમિશ દૂધ આપવાનું શરૂ કરી દો. આ દૂધ તમારું બાળક રોજ પીશે તો એ થાકશે નહિં અને સ્ટેમિના રહેશે.

વધુ વાંચો…

* 15 હજારથી ઓછી કીંમતમાં ખરીદ્યો 6GB રેમવાળો આ ફોન, જાણો ફીચર્સ અંગે *

26 Aug 22 : Redmi Note 11SE ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. Redmi Note 11SE 6.43-ઇંચની AMOLED ડિસ્પ્લે ધરાવે છે જેનું રિઝોલ્યુ શન 1,080×2,400 પિક્સેલ છે. આ Redmi Note 11 સિરીઝનો નવો સભ્ય છે. Redmi Note 11SEમાં MediaTek Helio G95 પ્રોસેસર પણ આપવા માં આવ્યું છે. Redmiના આ નવા ફોનમાં 6 GB LPDDR4X રેમ સાથે 64 GB સ્ટોરેજ છે. Redmi Note 11SEનું વેચાણ 31 ઓગસ્ટથી ફ્લિપકાર્ટ ને કંપનીની વેબસાઇટ દ્વારા શરૂ થશે.

Redmi Note 11SEની કિંમત – Redmi Note 11SEની કિંમત 13,499 રૂપિયા છે અને તે Bifrost Blue, Cosmic White, Space Black અને Thunder Purple રંગોમાં ઉપલબ્ધ થશે.

Redmi Note 11SEની વિશિષ્ટતાઓ – Redmi Note 11SEમાં ડ્યુઅલ સિમ સાથે એન્ડ્રોઇડ 11 આધારિત MIUI 12.5 છે. ફોનમાં DCI-P3 કલર ગમટ અને રીડિંગ મોડ 3.0, સનલાઇટ મોડ 2.0 સાથે 6.43-ઇંચની AMOLED ડિસ્પ્લે છે. ડિસ્પ્લેની બ્રાઈટનેસ 1100 nits છે અને તેને બ્લુ લાઈટ સર્ટિફિકેશન પણ મળ્યું છે. Redmi Note 11SEમાં ગ્રાફિક્સ માટે Mali-G76 MC4 GPU સાથે MediaTek Helio G95 પ્રોસેસર છે. ફોનમાં 6 GB સુધીની LPDDR4X રેમ સાથે 64 GB UFS 2.2 સ્ટોરેજ છે, જેને 512 GB સુધી વધારી શકાય છે.

આ Redmi ફોનમાં 4 રિયર કેમેરા છે જેમાં પ્રાથમિક લેન્સ 64 મેગાપિક્સલનો છે. બીજો લેન્સ 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ છે અને ત્રીજો લેન્સ 2 મેગાપિક્સલનો મેક્રો સેન્સર છે. ચોથો લેન્સ 2-મેગાપિક્સલનો પોટ્રેટ છે. કેમેરા સાથે નાઇટ મોડ ઉપલબ્ધ થશે અને 4K વિડિયો રેકોર્ડિંગ શક્ય બનશે.

Redmi Note 11SEમાં સેલ્ફી માટે 13-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 4G LTE, Wi-Fi, Bluetooth v5, GPS/AGPS છે. Redmi Note 11SEમાં ડ્યુઅલ સ્પીકર્સ, 3.5mm હેડફોન જેક અને સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર છે. વોટર રેઝિસ્ટન્ટ માટે ફોનને IP53 રેટિંગ મળ્યું છે. તેમાં 33W ફાસ્ટ ચાર્જિંગ સાથે 5000mAh બેટરી છે.