21 Sep 22 : ભરૂચથી ભેંસો ભરી મહારાષ્ટ્ર તરફ જતી ટ્રક ના ચાલક ને અંકલેશ્વર વાલિયા ચોકડી વિસ્તારમાં રોકી ટોળાએ મારમારી ટ્રક માં તોડફોડ કરી.

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેર ના જંબુસર બાયપાસ ચોકડી વિસ્તાર નજીક આવેલ લુકમાન પાર્ક સોસાયટીમાં રહેતા અને ડ્રાઇવર તરીકે નોકરી કરતા જિશાન દાઉદ મન્સૂરી આમોદ તાલુકાના આછોદ ગામ ખાતેથી પંદર જેટલી દુધાળી ભેંસો ભરી ને મહારાષ્ટ્રના ધુલિયા ખાતે વેચાણ અર્થે જઇ રહ્યા હતા તે જ દરમિયાન ભરૂચ થી અંકલેશ્વર તરફ ટ્રક જતા કેટલાક લોકોએ ટ્રક નો પીછો કર્યો હતો.

ટ્રક ના ચાલક જિશાન મન્સુરીને વાલિયા ચોકડી નજીક સુરેશ ભરવાડ સહિત ના ટોળા એ રોકી ટ્રક માં શુ ભરેલું છે પૂછતાં ટ્રક ના ચાલકે ટ્રક માં ભેંસો ભરેલ હોવાનું જણાવ્યું હતું જે બાદ ટ્રક ના ચાલકે તેના માલિક સાથે વાત કરતા તેઓએ ટ્રક ને વાલિયા ચોકડી પોલીસ ચોકી પાસે ટ્રક લઇ જવા માટે જણાવ્યું હતું તે જ દરમિયાન સુરેશ ભરવાડ અને અન્ય ઇસમોએ જિશાન ને ટ્રક માંથી નીચે પાડી દઇ તેને મારમાર્યો હતો સાથે જ લાકડી વડે ટ્રક ના કાંચ પણ તોડી નાંખ્યા હતા.

ટ્રક ના ચાલક જિશાન મન્સૂરી ને મારમારતા તેનો મોબાઈલ ફોન પણ તૂટી ગયો હતો તેમજ તેની પાસે રહેલ રોકડ રકમ પણ ક્યાંક પડી ગઇ હતી,જે બાદ બાદ ટ્રક ચાલક જીશાને અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસે સમગ્ર મામલા અંગે સુરેશ ભરવાડ સહિતના ટોળા સામે ગુનો દાખલ કરી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તલાસરી નેશનલ હાઈવે 48 ઉપર ખાડાને તારવવાના પ્રયાસમાં કાર-ટેમ્પો વચ્ચે અકસ્માત થતા સેલવાસના 2 યુવકોના કરુણ મોત

21 Sep 22 : નેશનલ હાઇવે નંબર 48 પર ફરી એકવાર મહારાષ્ટ્રના તલાસરી નજીક કાર-ટેમ્પો સાથે સર્જાયેલ ગમ ખ્વાર અકસ્માતમાં સેલવાસના 2 યુવનોના કરુણ મૃત્યુ નિપજ્યા છે. કાર ચાલકે ખાડો બચાવવાના પ્રયાસમાં સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર કુદીને સામેના ટ્રેક પર ટેમ્પો સાથે ધડાકાભેર ટકરાઇ હતી. જેમાં સેલવાસના બે યુવાનોના કરૂણ મોત નિપજ્યા છે તો ટેમ્પો ચાલકને પણ ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સેલવાસ સિવિલમાં ખસેડાયો છે.

સેલવાસના બે યુવાનો મુંબઈ કોઈ કામસર ગયા હતા. ત્યાંથી પરત આવતી વખતે ગુજરાત મહારાષ્ટ્ર સરહદે મહારાષ્ટ્ર ના તલાસરી નજીક નેશલન હાઈવે નં. 48 ઉપર કાર ચાલકે ખાડો બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર ડીવાઈડર કુદાવી હવામાં ફંગોળાઈ બીજી તરફની લેન પર આવતા ટેમ્પો સાથે ધડાકાભેર અથ ડાઈ હતી. જેમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને બંને યુવાનોના ઘટના સ્થળ પર મોત નિપજ્યા હતા. ટેમ્પો ચાલકને પણ ગંભીર ઈજા થઈ હતી જેને સારવાર અર્થે સેલવાસ સિવિલમાં લાવવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર હિતેન્દ્રસિંહ રાઠોડ રહેવાસી સેલવાસ જેઓ વૈભવ પેથોલોજી લેબના માલિક છે. તે એમના મિત્ર ધ્વનિત પટેલ સાથે એમની અર્ટિકા કાર નંબર DN09-J-2661 માં મુંબઈનું કામ પતાવી પરત સેલવાસ તરફ આવી રહ્યા હતા તે સમયે તલાસરી નજીક નેશનલ હાઈવે 48 ઉપર રસ્તા પરના મોટા ખાડાને બચાવવાના પ્રયાસમાં કાર ડિવાઈડર કુદાવી હવામા ફંગોળાઈ હતી. જે સીધી ગુજરાતથી મહારાષ્ટ્ર તરફ જઈ રહેલ ટેમ્પોના કેબિન સાથે ધડાકાભેર ટકરાઈ હતી. જેથી કારમાં સવાર બન્ને મિત્રોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

ઘટનાની જાણ થતા મહારાષ્ટ્ર પોલીસની ટીમ પહોંચી હતી. ટેમ્પો ચાલાક પણ ગંભીર હાલતમાં હોવાથી તેને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા સેલવાસ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો. આ ઘટના અંગેની ફરિયાદ નોંધી વધુ તપાસ તલાસરી મહારાષ્ટ્ર પોલીસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે આ જ હાઇવે પર થોડાક દિવસ પહેલા ટાટા ગ્રુપ ના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીની કારણે અકસ્માત થતું સાયરસ મિસ્ત્રી સહિત 2 ના કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે 3 ઘાયલ થયા હતાં.

  • ભરૂચ-ઝાડેશ્વર ગ્રામ પંચાયત ના વહીવટદાર ને ૪૭,૫૦૦ ની લાંચ લેતા ACB એ ઝડપી પાડ્યો. રસ્તા ના બિલ મંજુર કરવા કોન્ટ્રાક્ટર પાસે વહીવટ દારે લાંચ માંગી હતી.

21 Sep 22 : ભરૂચની ઝાડેશ્વર ગ્રામ પંચાયતના વહીવટદારનો ACB એ વહીવટ ઉંધો પાડ્યો, ₹47,500 ની લાંચ લેતા રંગેહાથ પકડાયો – ગામના RCC રોડ અને પેવર બ્લેકના કામનું કોન્ટ્રકટરને ₹8.65 લાખનો પેમેન્ટનો ચેક આપવા વર્ગ 3 તલાટી રાજેન પટેલે વહીવટ પેટે માંગી હતી લાંચ – વડોદરા ફિલ્ડ એન્ટી કરપ્શને રોકડા 47,500 રૂશ્વત લેતા ટ્રેપ કર્યો હતો.

ભરૂચની ઝાડેશ્વર ગ્રામ પંચાયતના વહીવટદાર (તલાટી) એ કોન્ટ્રકટરના ₹8.65 લાખના પેમેન્ટનો ચેક આપવા વહીવટ પેટે માંગેલી રૂપિયા 47,500 ની લાંચ લેતા વડોદરા ફિલ્ડ ACB ના છટકામાં રંગેહાથ ઝડપાઇ ગયો હતો. ઝાડેશ્વર ગ્રામ પંચાયતમાં RCC રોડ અને પેવર બ્લોકનું કામ કોન્ટ્રકટરે કર્યા બાદ પેમેન્ટનો ચેક આપવા વહીવટદારે માંગેલા વહીવટમાં આજે સમી સાંજે તે ACB ની ટ્રેપમાં ટ્રેપ થઈ ગયો હતો.

ફરિયાદી કોન્ટ્રાકટરને ઝાડેશ્વર ગ્રામ પંચાયત તરફથી આર.સી.સી. રોડ તથા પેવર બ્લોકનું કામ કરવાનો કોન્ટ્રાકટ મળ્યો હતો. જે કામો તેઓએ પુરા કરી દીધા હતા. તમામ કામોના બીલના કુલ ₹8.65 લાખ કોન્ટ્રકટરને લેવાના થતા હતા નાણાંના ચેક આપવા માટે ઝાડેશ્વર ગ્રામ પંચાયતના વહીવટદાર વર્ગ 3 તલાટી રાજેન ગોરધનભાઇ પટેલે ફરિયાદી કોન્ટ્રકટર પાસે બીલની રકમના 5.5 % લેખે ₹47,500 લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરીયાદી વહીવટદારને આપવા માંગતા ન હોય, પોતાની ફરીયાદ ACB ને જાહેર કરી હતી.

. વડોદરા ACB ફીલ્ડ PI એમ.કે. સ્વામી અને સ્ટાફે મંગળવારે સાંજે છટકું ગોઠવું હતું. વડોદરાના મદદનીશ નિયામક પી.એચ.ભેસાણીયાના સુપર વિઝનમાં ગોઠવાયેલા છટકામાં કોન્ટ્રકટરને વહીવદારે ઝાડેશ્વર ગ્રામ પંચાયત બોલાવ્યો હતો. જ્યાં પંચાયત બહાર રોડ ઉપર જ કોન્ટ્રેક્ટરની કારમાં ₹47,500 ની લાંચ લેતા વહીવટદાર રાજેન પટેલ ACB ના હાથે ઝડપાઇ ગયો હતો. ACB લાંચિયા વહીવટદારની ધરપકડ કરી પોતાના રાજય સેવકના હોદ્દાનો દુરઉપયોગ અને ગેરવર્તણુક કરી ગુન્હો કરવા અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.