03 Jan 22 : રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ દ્વારા સુરક્ષાને ધ્યાને લઈ કરેલા પ્રતિબંધક આદેશો મુજબ નીચે જણાવેલ સ્થળો આસપાસ ડ્રોન કે રિમોટ કંટ્રોલ સંચાલિત એરિયલ મિસાઈલ, હેલિકોપ્ટર કે પેરાગ્લાઈડર રિમોટ કંટ્રોલ, માઇક્રો લાઇટ એરક્રાફટનો ઉપયોગ કરી શકાશે નહીં.
બ્યુરો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, નવાગામ, ભારત પેટ્રોલિયમ, અમદાવાદ હાઈવે, ઇન્ડિયન ઓઇલ કોર્પો રેશન, સેન્ટ્રલ જેલ, એરપોર્ટ, ૬૬ કે.વી. પાવર સ્ટેશન, દૂધસાગર રોડ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, આજી ડેમ પાસેના ટ્રાન્સમીટર, ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશન, પૂર્વ મુખ્યમંત્રીનું રહેઠાણ, જિલ્લા કોર્ટ, પોલીસ કમિશનર ઓફિસ, એસપી ઓફિસ, કલેકટર ઓફિસ, બીએસ એનએલ ટેલિફોન એક્સચેન્જ, અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર, પંડિત દિન દયાલ સિવિલ હોસ્પિટલ, આજી ડેમ, જી એસ સી એસ સી ફૂડ ગોડાઉન, એફ.સી.આઈ. ગોડાઉન ઘંટેશ્વર એસ.આર.પી. ગૃપ, ગોપાલ ડેરી દૂધ સાગર રોડ, રેસકોર્સ ગાર્ડન, આજી રિવર ફ્રન્ટ, માઇક્રોવેવ ટાવર રેલ્વે સ્ટેશન, પાણીનો ટાંકો રેલ્વે સ્ટેશન, લોકો શેડ રેલ્વે સ્ટેશન રેલવેના વિવિધ વિભાગ સહિતની જગ્યાએ ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી શકાશે નહીં. આ જાહેરનામાના અમલવારી તા. ૨૮-૦૨- ૨૦૨૨ સુધી રહેશે.
ઉપરોક્ત સ્થળો સિવાયની જગ્યામાં ડ્રોન ઉડાડવા માટે ડ્રોન ચલાવનાર સંચાલક કે જેઓ પોતાના અંગત વ્યવસાય માટે રાખતા હોય છે તેઓએ ડ્રોન કેમેરાની સંપૂર્ણ માહિતી જેવી કે મોડલ, વજન, ક્ષમતાની વિગતો સાથે નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવાની રહેશે – તેનો ઉપયોગ કરતાં પહેલાં જે વિસ્તારમાં ઉપયોગ કરવાનું છે તે વિસ્તારના પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ આચાર્યની પૂર્વ મંજૂરી લેવાની રહેશે
સુરક્ષા એજન્સીઓના રિમોટ કંટ્રોલ માઇક્રો લાઇટ એરક્રાફટને આ આદેશોમાં મુક્તિ આપવામાં આવે છે. આ આદેશોનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવામાં આવશે.