File Picture
File Picture

22 Aug 22 : અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદીયા આજે ગુજરાતના પ્રવાસે છે ત્યારે દિલ્હીના શિક્ષણ મંત્રીએ આજે શિક્ષણને લઈને મહત્વની ગેરન્ટીઓ ગુજરાતમાં આપી છે. ગુજરાતમાં શિક્ષણ મુદ્દે રાજનિતીની શરુઆત થઈ છે. શિક્ષણના મુદ્દે શહેરોમાં ફી વધારા, શિક્ષકોની ઘટ સહીતના પ્રશ્નો પણ છે. ત્યારે મનિષ સિસોદીયાએ કહ્યું હતું કે, ગુજરાતમાં સારા શિક્ષણની જરુર છે. આમ આદમી પાર્ટીની સરકાર મળશે તો ગામડાઓની અને શહેરીની સ્કૂલોને શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવશે. જે રીતે દિલ્હીમાં અને હવે પંજાબમાં તેની શરુઆત થઈ છે.

જેથી આજે અમે પણ કહી રહ્યા છીએ કે, અમે સારી શિક્ષણ વ્યવસ્થા લઈને આવીશું. ગ્રામ્ય અને શહેરી ક્ષેત્રે સારી સ્કૂલો બનાવીશું. તેમ દિલ્હીના શિક્ષણ મંત્રીએ કહ્યું હતું. આ સાથે શિક્ષકોની ભરતી મામલે કહ્યું હતું કે, શિક્ષકોની ઘટ ના પડે તે હેતુથી અમે શિક્ષકોની ભરતી પણ કરીશું. આ સાથે ગુજરાતમાં જે ફી વધારાનો પ્રશ્ન છે તે મામલે જણાવ્યું હતું કે, ખાનગી સ્કૂલોમાં જે બાળકો ભણે છે તેમને ફી વધારો નહીં કરવા દઈએ તેમ પણ મનીષ સિસોદીયાએ કહ્યું હતું.

આ સાથે દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ગુજરાતમાં ભાજપની 27 વર્ષથી સરકાર છે. અહીં બીજેપીના નેતાઓ કોઈનું સાંભળતા નથી. અમે રાજનિતી બદલવા માટે આવ્યા છીએ.ટ ગુજરાતમાં અમે શિક્ષણ અને સારા સ્વાસ્થ્યની ગેરન્ટી આપવા માટે આવ્યા છીએ.

  • વિધાનસભા ચૂંટણી અન્વયે રાજકોટ સહીત કુલ 100 મામલતદારોની ચૂંટણીલક્ષી તાલીમ

22 Aug 22 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ચૂંટણી સબંધિત કામગીરીની તૈયારી શરુ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં ચૂંટણી સબંધિત કામગીરી શરુ કરી દીધી છે. ગુજરાત રાજ્યમાં ગાંધીનગર મુકામે દરેક જિલ્લાના કલેક્ટરોને ચૂંટણી લક્ષી તાલીમ આપવામાં આવી હતી.

આવતીકાલથી ત્રણ દિવસ સુધી રાજકોટ સહીત 11 જિલ્લાના મળીને કુલ 100 મામલતદારોને ચૂંટણી પંચના અધિકારીઓ ચૂંટણીલક્ષી તાલીમ આપવા માં આવશે. આ અગાઉ રાજ્યના કલેક્ટરને ચૂંટણીની તાલીમ આપવામાં આવી હતી હવે આ તાલીમ મામલતદારોને આપવામાં આવશે.

અગાઉ રાજકોટમાં જે મામલતદારોને ચૂંટણીમાં ફરજ બજાવવાની થતી હોય છે તેની તાલીમ યોજાઈ ગઈ છે.

આવતીકાલ તારીખ 23 થી તારીખ 26 સુધી રાજકોટની એવીપીટી કોલેજ ખાતે 11 જિલ્લાના 100 કરતા પણ વધુ મામલતદારોને ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવશે. આ તાલીમમાં ચૂંટણી સમયે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેમજ મતદાન મથકે કરવાની થતી કામગીરીની તાલીમ આપવામાં આવશે. હાલ ચૂંટણીપંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે તમામ બુથો પર બીએલઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં વધુમાં વધુ મતદારોના નામ નોંધાય અને ફોટાવાળી મતદાર યાદી બને તે અંગે કહેવામાં આવ્યું છે. આખરી મતદારયાદી ઓક્ટોબરમાં પ્રસિદ્ધ થશે.