ચોમાસામાં સિવિલ હોસ્પિટલના સર્જરી વોર્ડમાં છતમાંથી પાણી ટપક્યું, પ્લાસ્ટીકની થેલીઓ મુકવી પડી

File Image
File Image

ચોમાસાની ઋતુમાં સુરતની સિવિલ હોસ્પિટલના સર્જરી વોર્ડમાં પાણી ટપકતા દર્દીઓને નો સામનો કરવો પડી રહ્યો છે.

નવાઈની વાત તો એ છે કે, આ સમસ્યા સામે છત પર પાણી જ્યાં નીચે ટપકે છે ત્યાં પ્લાસ્ટીકની થેલીઓ મુકવામાં આવી છે. આ પ્રકારની બેદરકારી સામે આવી રહી છે. સુરત સિવિલ હોસ્પિટલની બિલ્ડીંગની પોલ પાણી ટપકતા ખૂલી હતી. સુરતમાં ચોક્કસથી સિવિલ હોસ્પટલમાં જ્યાં સર્જરી થાય છે તે બિલ્ડીંગ ઘણું જૂનું છે. આ વોર્ડમાં પાણી ટપકતા તેનો અગાઉ થી જ ઉકેલ લાવવાની જરુર હતી ત્યાં જ આ પ્રકારે ચોમાસામાં પણ હાલાકીનો સામનો દર્દીઓને કરવો પડી રહ્યો છે. સુરતની આ 54 વર્ષ જૂની બિલ્ડીંગ છે.ત્યારે પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ બિલ્ડીંમાંથી વિભાગને અન્ય જગ્યાએ ખસેડવામાં આવશે જેથી ખાલી કરવાની પ્રક્રીયા છેક હવે કરાશે. જો કે,તંત્રને અગાઉથી તેનો ખ્લાલ હતો જો પહેલા વ્યવસ્થા કરવામાં આવી હોત તો કદાચ આ પ્રકારે નીચે પ્લાસ્ટીક મુકવાની જરુર ના પડી હોત. પ્રાપ્ત વિગતો અનુસાર આ સમસ્યાનો નિકાલ કરવા કિડની બિલ્ડીંગમાં આ વિભાગને ખસેડવામાં આવશે.
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અત્યારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે સુરતમાં પણ વરસાદી માહોલ બરાબર જામ્યો છે ત્યારે વરસાદી મોસમમા સુરત સિવિલ હોસ્પિટલમાં આ સ્થિતિ પણ સામે આવી હતી.

સુરત – મહુવામાં સાડા 7 ઇંચ વરસાદ, અલ્લુ બોરિયા ગામમાં જળબંબાકારની સ્થિતિ
દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં હવામાન વિભાગે સામાન્યથી ધોધમાર વરસાદની આગાહી કરી છે. સુરત, નવસારી, વલસાડ સહિત અનેક જિલ્લામાં ગત રાત્રિના વિરામ બાદ શુક્રવારે વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. સુરતના ઉધના, અઠવા, રિંગરોડ અને પાંડેસરા સહિતના વિસ્તારોમાં આજે સવારથી જ વરસાદ વરસી રહ્યો છે.
પ્રાથમિક શાળાઓમાં ઘૂંટણ સમા પાણી ભરાતા રજા અપાઈ. મળતી માહિતી મુજબ, સુરત જિલ્લામાં પણ આજે સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. મહુવા તાલુકામાં શુક્રવારે સવારે મુશળધાર વરસાદ પડ્યો છે. જ્યારે મહુવા તાલુકાનું અલ્લુ બોરિયા ગામમાં ભારે વરસાદ થતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જાહેર માર્ગો પર પાણી ભરાતા અવરજવર બંધ કરાઈ છે. જ્યારે પ્રાથમિક શાળાઓમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાતા વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે. કેટલાક વિદ્યાર્થીઓ શાળાએ આવતા તેમને પરત ઘરે જવા કહેવામાં આવ્યું હતું. છેલ્લા 24 કલાક દરમિયાન ધોધમાર વરસાદ. મહુવા તાલુકાની વાત કરીએ તો છેલ્લા 24 કલાક દરમિયાન સાડા 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાની માહિતી મળી છે. ભારે વરસાદના કારણે વિદ્યાર્થી અને નોકરિયાત વર્ગને ભારે હાલાકી થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાક દરમિયાન સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા લોકોના પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે દક્ષિણ ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

Read More : આજવા વિસ્તારની એક સોસાયટીમાં એક જ રાતે બે બંધ મકાનના તાળા તૂટ્યા, રોકડ, દાગીના સહિત કુલ 5 લાખથી વધુની મતા ચોરાઈ

લગ્નથી નાખુશ પતિ-પત્ની પહોંચ્યા વચેટિયાના ઘરે, તરત જ કરી દીધું ફાયરિંગ
ભારતમાં લગ્નો માત્ર બે માણસો વચ્ચે જ નહીં પરંતુ બે પરિવારો વચ્ચે થાય છે. લગ્ન કર્યા પછી ઘણી વખત પતિ-પત્ની વચ્ચે કોઈ વાત બનતી નથી અને તેમની વચ્ચે ઝઘડા થાય છે. શરૂઆતમાં, આ વિવાદને ઉકેલવાનો પ્રયાસ પણ કરવામાં આવે છે, પરંતુ જો તેમ છતાં પણ મામલો ન બને તો બંને અલગ થવાનું નક્કી કરે છે. પરંતુ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં કંઈક અલગ જ થયું.
વચેટિયાના ઘરે પહોંચીને તરત જ આરોપીઓએ કર્યું હવામાં ફાયરિંગ. મળતી માહિતી મુજબ, મુખીયાલી નિવાસી નસીમ અને તેની પત્ની તમન્ના સવારે લગભગ 5 વાગે ગડલા સ્થિત તેમના સંબંધી સદ્દામના ઘરે પહોંચ્યા. સદ્દામ નમાજ અદા કરવા ગયો હતો. સદ્દામના ઘરમાં પ્રવેશતા જ નસીમે હવામાં ગોળીબાર કર્યો. પડોશી સાબીરે દિવાલ ઉપરથી જોયું અને તેમને બોલાવ્યા કે તરત જ નસીમની પત્ની તમન્નાએ સાબીર પર ગોળી ચલાવી દીધી. ગોળીનો અવાજ સાંભળીને લોકો સ્થળ પર એકઠા થઈ ગયા હતા. બંને પતિ-પત્ની હાથમાં પિસ્તોલ લઈને ભાગવા લાગ્યા, જ્યારે નસીમે જોયું કે ભીડે તેમને ઘેરી લીધા છે ત્યારે નસીમે પહેલા તમન્નાને ગોળી મારી અને પછી પોતાને ગોળી મારી દીધી. નસીમનું ઘટનાસ્થળે અને તમન્નાનું ભોપા સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં મૃત્યુ થયું હતું. સાબીર ભોપા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર હેઠળ છે. લગભગ 5 મહિના પહેલા થયા હતા લગ્ન. ઉલ્લેખનીય છે કે લગભગ પાંચ મહિના પહેલા મૃતક નસીમના લગ્ન સદ્દામ દ્વારા નક્કી કરવામાં આવ્યા હતા. લગ્ન બાદથી બંને પતિ-પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો. પોતાના લગ્નથી નાખુશ પતિ પત્ની લગ્ન કરાવનાર વચેટિયા સદ્દામને જવાબદાર માનતા હતા. આથી આજે બંને વચેટિયા બદલો લેવાના ઈરાદે સદ્દામને પાઠ ભણાવવા તેના ઘરે પહોંચ્યા હતા. જોકે, પોલીસે મૃતક પતિ-પત્નીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને મામલાની તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here