રાજકોટમાં ચૂંટણી દરમિયાન આચાર સંહિતાનો ખુલ્લેઆમ ભંગ – બુથના ૧૦૦ મીટરનાં દાયરામાં ભાજપની છત્રી દેખાણી

02 Dec 22 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શાસક પક્ષ દ્વારા આચાર સહિતનો ખુલ્લેઆમ ભંગ કરતા હોય જે પગલે શહેર કોંગ્રેસ સમિતિના ફ્લાઈંગ સ્ક્વોડના આગેવાનોએ કંટ્રોલ રૂમમાં બેસી અને જરૂર જણાયે સ્થળ પર જઈ પોલીસ તંત્ર અને જવાબદાર અધિકારીઓને પોતાની નૈતિક ફરજનું ભાન કરાવ્યું હતું. વિધાનસભા 69 માં ટી. એન. રાવ કોલેજ ની સામે એક 100 મીટર ની અંદર ભાજપની છત્રી, તોરણ ટેબલમાં ભાજપનો ખુલ્લેઆમ પ્રચાર કરવામાં આવતો હતો તદુપરાંત રૈયા ચોકડી, રૈયા ગામ તરફ RMC ક્વાર્ટર પાસેના બૂથ પર પણ ભાજપની કમળની પ્રતિક વાળી છત્રી અને ભાજપના તોરણ દ્વારા ટેબલ પર 100 મીટરની ત્રિજ્યામાં પ્રચાર કરાતો હતો.

રાજકોટ 70 માં કેવડાવાડી 11 પાસેના બૂથમા 51 નંબરની શાળામાં આપ પક્ષનું ટેબલ 100 મીટર ની અંદર હોય જે હટાવવા ફ્લાઈંગ સ્ક્વોડના બીજલભાઇ ચાવડીયા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી અને વોર્ડ નંબર સાતના વિરાણી હાઇસ્કુલ બુથની બાજુમાં જ ચોકમાં 100 મીટર ની અંદર ભાજપના વિધાનસભા 70 ના ઉમેદવાર રમેશભાઈ ટીલાળાનું મુખ્યમંત્રીના અને વડાપ્રધાનના ફોટા સાથેનું બેનર સંતોષ હેર સલૂનની ઉપર લગાવેલ હતું જેની રાજકોટ શહેર પોલીસ કંટ્રોલમાં ફરિયાદ કરવામાં આવી હતી. લક્ષ્મીવાડી મેઇન રોડ પર રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રના બુથ ની સામે જ પુજારા પ્લોટમાં વિપુલ પાન પર અને 100 મીટરમાં ધર્મપ્રિય ડેરી ઉપરના ફ્લેટમાં ભાજપના કમળની પ્રતિક વાળી ઝંડીઓ હોય અને મિલપરા મેઇન રોડ અને કેનાલ રોડ ના કોર્નર પર બાપાસીતારામ કોલ્ડ્રિંક્સ અને જોકર ગાંઠિયા ની દુકાન પર બુથની તદ્દન નજીક 100 મીટરમાં કમળના પ્રતિકવાળી ઝંડીઓ લાગેલી હોય જે અંગે ફ્લાઈંગ સ્કવોડ દ્વારા રાજકોટ શહેર પોલીસના કંટ્રોલરૂમ પર ફરિયાદો કરવામાં આવી હતી.

આ પ્રકારે શહેરભરમાં શાસક પક્ષના આદેશથી સતાધીશોની સીધી દોરવાણી હેઠળ ભાજપનો પ્રચાર કરવાની જાણે કે છૂટ હોય એ પ્રકારે ખૂદ સરકારી તંત્ર ભાજપની પડખે હોય અને અધિકારીઓ ભાજપની ચાપલૂસી કરતા હોય એવો આભાસ થતો હતો. કંટ્રોલ રૂમમાં કોંગ્રેસ પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલા, એન.એસ.યુ.આઈના મયુરભાઈ ખોખર, કડવા પાટીદાર સમાજના મોભી ક્રિષ્ના પાર્ક વાળા હરિભાઈ પટેલ, પ્રવીણભાઈ મણવર, દિનેશભાઈ કણસાગરા, કિશોરભાઈ મોરી, મિલનભાઈ ગોસાઈ, જનકભાઈ માળી, સંજયભાઈ હિરાણી, અલકાબેન ગોટી, હબીબભાઈ કટારીયા, પ્રતિમાબેન વ્યાસ, વોર્ડ પ્રમુખ ગીરીશભાઈ ઘરસંડીયા, વાસવીબેન સોલંકી સહિતના શહેર કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

વધુમાં વાંચો… રાજકોટ શહેરના મતદારોનો આભાર વ્યક્ત કરતા કોંગ્રેસ અગ્રણી ગજુભા, મયુરભાઈ – પોલીસ ના જડબેસલાક ચુસ્ત બંદોબસ્ત ને પગલે ભાજપના લુખ્ખાઓ ભોંભીતર થયા

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલા (લોક સંસદ વિચાર મંચ રાજકોટ) ગુજરાત પ્રદેશ NSUI ના પૂર્વ મંત્રી મયુરભાઈ ખોખર ની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં ૨૦૧૭ માં ૬૭.૨૮% અને 2022 માં ૫૭.૨૮% મતદાન થયું રાજકોટ શહેર વિધાનસભાની ચારેય બેઠકોમાં ના મતદારોએ ભરપૂર લગ્ન પ્રસંગ હોવા છતાં મત આપી પવિત્ર ફરજ બજાવી છે તે તમામ મતદારોનો આભાર વ્યક્ત કરીએ છીએ.

રાજકોટ શાંત શહેર છે. પરંતુ ચૂંટણીઓના સમયે કેટલાક લુખ્ખાઓ રાજકીય ગોડફાધરો ના પગલે સીન જમાવતા હોય છે અને બખેડો કરતા હોય છે પરંતુ ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં રાજકોટ શહેર પોલીસ, હોમગાર્ડ ના જવાનો સાથે કેન્દ્રીય સુરક્ષા એજન્સીના જવાનો જેમાં પાંચ રાજ્યોના પાંચ હજાર જેટલા પોલીસ જવાનો અધિકારીઓ તૈનાત રહીને જેમાં ચારેક દિવસ અગાઉ પંજાબ, હરિયાણા, મણીપુર, આસામ, સિક્કિમ ના રાજ્યોના પોલીસ અધિકારીઓ સાથે સંકલન કરી પોલીસ કમિશનરે જે પ્રકારે ચુસ્ત અને જડબેસલાક બંદોબસ્ત ગોઠવેલ તે પગલે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના બની નહીં અને શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું. પોલીસનું અફલાતુન આયોજન અને સવારથી જ તમામ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથક પર પોલીસ તંત્ર દ્વારા જે કડકાઈ દાખવેલ હતી જે પગલે ભાજપના કેટલાક લુખ્ખાઓ ભોભીતર રહ્યા હતા. પોલીસનુ મેનેજમેન્ટ કાબેલિદાદ રહ્યું હતું અને શાંતિપૂર્ણ રીતે મતદારોએ મતદાન કર્યું હતું જે બદલ રાજકોટ શહેર પોલીસ કમિશનરનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ.

વધુમાં વાંચો… ૨૬ વર્ષના કેમિકલનો વેપાર કરતાં યુવાને કર્યો આપઘાત – આ પગલાં પાછળનું કારણ હજુ અંકબંધ

હજી ચૂંટણીના માહોલમાંથી બહાર આવ્યું છે ત્યાં આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. રાજકોટનાં કેમિકલના વેપારીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી પ્રસરી ગઈ હતી. મળતી માહિતી અનુસાર કેમિકલનો વેપાર કરતાં ૨૬ વર્ષના અંકિતભાઈ દાવડાએ અજાણ્યા કારણો સર પોતાની જ ઑફિસમાં ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે.

રાજકોટનાં જામનગર રોડ પર ગ્રીન એપાર્ટમેન્ટમાં રહેતા ૨૬ વર્ષના અંકિતભાઈ ને મકાન બાંધકામ કેમિકલનો હોલસેલ વેપાર હતો તેમની ઓફિસ એ.ડી.એન્ટરપ્રાઇઝ સહકાર રોડ પર આવેલી છે. તેમને તેમની ઓફિસમાંજ ગળે ફાંસો ખાઈ પોતાની ઝીંદગી ટૂંકાવી હતી. અંકિત ભાઇ સવારે ઓફિસ ગયા બાદ પોતાની ઓફીસે જ પંખાના હુકમાં દોરડું બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. રાત થઈ ઘર પાછા ન ફરતા પરિવારજનોએ તપાસ કરવા ઓફીસે પહોંચ્યા તો ઓફિસ અંદરથી બંધ હોવાથી લોક તોડી અંદર ગયા તો અંકિતભાઈને પંખે લટકતા જોઈ તેમને તરત નીચે ઉતરી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત ઘોષિત કર્યા હતા. ત્યાર બાદ ત્યાં પોલીસ સ્ટાફ આવી પહોંચ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે પરિવારજનો સાથે પુછતાછ કરતા આત્મહત્યા પાછળનું કારણથી પરિવારજનો પણ અજાણ હોય વધુ ઊંડાણ પૂર્વક પૂછપરછ આદરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here