
સુરતમાં વહેલી સવારે વરસાદ જોવા મળ્યો હતો. અશ્વિની કુમાર વિસ્તારમાં પાણી ભરાતા હાલાકીનો સામનો લોકોને કરવો પડ્યો હતો. આ સાથે વહેલી સવારે સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ કામ અર્થે જઈ રેહલા લોકો પણ અટવાયા હતા. જો કે, આવતીકાલથી વધુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે ભરુચ અને સુરતમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી આજે કરી છે જો કે, આવતીકાલ થી સમગ્ર ગુજરાતમાં વધુ વરસાદ પડશે. 6થી 9 જુલાઈની વચ્ચે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સુરતમાં પડેલા વરસાદના કારણે અશ્વિની કુમાર વિસ્તારથી પસાર થઈ રહેલા વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ચોમાસું બેઠું ત્યારથી લઈને અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
ચાલુ સપ્તાહ દરમિયાન સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસવાની સંભાવના છે. 7થી 9 જુલાઇ વચ્ચે અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની શક્યતાઓ છે. ઉપરાંત, સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાજયમાં 206 પૈકી 23 જળાશય હાઈ એલર્ટ પર છે, જેમાં 15 એલર્ટ અને 10 વોર્નિંગ પર છે. ત્યારે હજૂ વધુ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
Read more : શુક્ર અને મંગળનો સંયોગ, 7 જુલાઈથી હિંમત અને બુદ્ધિમત્તાથી વધશે આ 5 રાશિઓની કમાણી
9 વર્ષની બાળકીને પીંખી નાખનાર નરાધમ ત્રણ સંતાનનો પિતા, DYSP કે.જે.ચૌધરીએ ગણતરીના કલાકોમાં નરાધમને દબોચ્યો
અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેત મજુરની 9 વર્ષીય દીકરી સાથે પાડોશી યુવકે તેના ઘરે બોલાવી દુષ્કર્મ કરતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે પરિવારે ધનસુરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટનાની તપાસ નાયબ પોલીસ અધિક્ષક કે.જે ચૌધરીને સોંપતા નરાધમ આરોપીને ગણતરીના કલાકોમાં દબોચી લઇ મેડિકલ પરીક્ષણ કરાવી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો, ત્રણ સંતાનોના પિતાના કાળા કરતૂતથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી હતી.
છોટાઉદેપુર જીલ્લાના અને ધનસુરાના ગ્રામ્ય વિસ્તારમાં ખેત મજૂરી કરતા પરિવારની 9 વર્ષીય બાળકીને પાડોશમાં રહેતા રાજુ બાબુ વાઘેલા (મૂળ.રહે,ચૌધરી વાસણા-ગાંધીનગર) નામના હવસખોરને મનમાં વાસનાનો કીડો સળવળતા લલચાવી ફોસલાવી અપહરણ કરી તેના ઘરે લઇ જઈ જાતીય સતામણી કરી બાળકી સાથે બળજબરી દુષ્કર્મ આચરતા ભારે ચકચાર મચી હતી, ધનુસરા પોલીસે દૂષ્કર્મનો ભોગ બનેલી દીકરીના પિતાની ફરિયાદના આધારે રાજુ બાબુ વાઘેલા (મૂળ.રહે,ચૌધરી વાસણા-ગાંધીનગર) સામે અપહરણ, પોક્સો, દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. 9 વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટનાની ગંભીરતાને પગલે જીલ્લા પોલીસવડા સંજય ખરાતે સમગ્ર કેસની તપાસ ડીવાયએસપી કે.જે.ચૌધરીને સોંપી હતીમોડાસા નાયબ પોલીસ અધિક્ષક કે.જે ચૌધરી ને સોંપાતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પોલીસ કાફલા સાથે દોડી ગયા હતા અને આરોપી રાજુ બાબુભાઈ વાઘેલા (દેવીપૂજક) ને કલાકોમાં ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીનું મેડિકલ ચેકઅપ કરાવીને જેલના સળિયા પાછળ ધકેલી દઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.