EDએ મધરાતે શિવસેનાના નેતા સંજય રાઉતની કરી ધરપકડ, આજે PMLA કોર્ટમાં કરાશે રજૂ

01 Aug 22 : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પાત્રા ચોલ જમીન કૌભાંડ કેસમાં 6 કલાકથી વધુની પૂછપરછ પછી મધરાતે શિવસેનાના નેતા સંજય રાઉતની ધરપકડ કરી હતી. જોકે રાઉતે દાવો કર્યો હતો કે તે નિર્દોષ છે અને તેને ફસાવવામાં આવી રહ્યો છે. આ દરમ્યાન મેડિકલ બાદ તેને આજે પીએમએલએ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

સવારે આઠ કલાકે વાગતું સાયરન ગયું અંદર : શિંદે

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સંજય રાઉત પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે, સવારે આઠ કલાકે જે સાયરન વાગતું હતું તે હવે અંદર ગયું છે.

EDએ સંજય રાઉતને પૂરતો સમય આપ્યો : દીપક કેસરકર

એક મીડિયા ચેનલ સાથેની વાતચીતમાં શિવસેનાના બળવાખોર ધારાસભ્ય દીપક કેસરકરે કહ્યું કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સંજય રાઉતને પાત્રા ચાલ જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂરતો સમય આપ્યો છે.

રાઉતના ઘરેથી મળી આવેલા 11.50 લાખ રૂપિયા અંગે ભાઈએ કરી સ્પષ્ટતા 

ED દ્વારા ધરપકડ કરાયેલા સંજય રાઉતના ઘરેથી મળી આવેલા 11.50 લાખ રૂપિયા વિશે તેમના ભાઈ સુનીલ રાવતે મોટો દાવો કર્યો છે. સુનીલે કહ્યું કે, આ રકમ શિવસૈનિકોની અયોધ્યા મુલાકાત માટે રાખવામાં આવી હતી. નોટોના બંડલ પર એકનાથ શિંદે પણ લખેલું હતું.