BJPના સ્ટીકર લાગેલા વાહનમાં દરોડા પાડવા પહોંચ્યા EDના અધિકારીઓ! હેમંત સોરેને કહ્યું- ‘તેમણે ડૂબી મરવું જોઈએ’

04 Nov 22 : આજે સવારે આવકવેરા વિભાગે ઝારખંડમાં બે ધારાસભ્યો પ્રદીપ યાદવ અને જયમંગલ સિંહના સ્થાન પર દરોડા પાડ્યા છે. આ દરમિયાન આવકવેરા વિભાગના અધિકારીઓ જે વાહનમાં જયમંગલ સિંહ ઉર્ફે અનૂપ સિંહને ત્યાં પહોંચ્યા હતા તેમાંથી એકમાં BJPના નેતાના સ્ટીકર લાગ્યા હતા. આને મુદ્દો બનાવતા મુખ્યમંત્રી હેમંત સોરેને પલામુમાં એક સભામાં કહ્યું કે આ લોકોએ ડૂબી મરવું જોઈએ. સોરેને પૂછ્યું કે કોઈ પણ એજન્સીની નોટિસ કે ધરપકડ માત્ર વિપક્ષના નેતાઓની જ કેમ થાય છે.

અનૂપ સિંહ અને પ્રદીપ યાદવ કોંગ્રેસના ધારાસભ્ય છે. આ બંને સાથે સંબંધિત સ્થળો પર EDએ દરોડા પાડ્યા છે. મળતી માહિતી મુજબ, આવકવેરા વિભાગની ટીમો વહેલી સવારે પોદાઈહાટના ધારાસભ્ય પ્રદીપ યાદવ, બેરમોના ધારાસભ્ય અનૂપ સિંહ અને નેતા શિવશંકર યાદવના ઠેકાણાઓ પર પહોંચીને દરોડા પાડવાનું શરૂ કર્યું. બિહાર અને ઝારખંડની EDની ટીમોએ ગોડ્ડા, રાંચીના કાંકે રોડ અને ડોરડાના સ્થળો પર આ દરોડા પાડ્યા હતા. ગુરુવારે પણ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ભારતીય જનતા પાર્ટી (BJP) પર પરોક્ષ હુમલો કરતા કહ્યું હતું કે ઘણા લોકો આદિવાસીઓ, દલિતો અને લઘુમતીઓ વચ્ચે સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ)ના ઘટક દળોની વધતી જતી લોકપ્રિયતાથી ગભરાઈ રહ્યા છે અને આ ગભરાટની ઝલક અલગ-અલગ રૂપમાં દરેકની સામે આવી રહી છે.

વાસ્તવમાં ઝારખંડના સીએમ હેમંત સોરેને ગુરુવારે ED સમક્ષ હાજર થવાનું હતું, પરંતુ તેઓ ગયા ન હતા. જે બાદ તેમણે કહ્યું હતું કે મને સમન્સ ન મોકલો, સીધી ધરપકડ કરીને બતાવો. ભાજપને લાગે છે કે જેલમાં નાખીને ડરાવી દેશે. અમે આ ષડયંત્રનો જડબાતોડ જવાબ આપીશું. લોકો અમારી સાથે છે તો કોઈપણ લડાઈ લડવા તૈયાર છે. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે આજે સીબીઆઈ અને ઈડીનો હથિયાર તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેઓ અમારી સરકારનો વાળ પણ વાંકો ન કરી શકે અને અમે પાંચ વર્ષ પૂરા કરીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here