ચૂંટણી પંચે ગુજરાત અને હિમાચલ ચૂંટણી માટે એક્ઝિટ પોલ પર લગાવ્યો પ્રતિબંધ…

11 Nov 22 : ચૂંટણી પંચે ગુજરાત અને હિમાચલ ચૂંટણી માટે એક્ઝિટ પોલ પર લગાવ્યો પ્રતિબંધ, 48 કલાક માટે ઓપિનિયન પોલ પર પણ પ્રતિબંધ

ચૂંટણી પંચ (ECI) એ ગુરુવારે હિમાચલ પ્રદેશ અને ગુજરાત માટે એક્ઝિટ પોલના અંદાજોના પ્રસારણ અને પ્રકાશન પર પ્રતિબંધ અંગેની સૂચના જારી કરી હતી. હિમાચલમાં 12 નવેમ્બરે મતદાન થશે જ્યારે ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થશે. પોલ પેનલે ગુરુવારે એક નોટિફિકેશન બહાર પાડીને 12 નવેમ્બરના રોજ સવારે 8 વાગ્યા થી અને 5 ડિસેમ્બરના રોજ સાંજે 5 વાગ્યા સુધી કોઈપણ પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં એક્ઝિટ પોલના અંદાજોના પ્રકાશન અને પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો હતો. અહીં એ પણ જાણી લો કે હિમાચલમાં વોટિંગને ધ્યાનમાં રાખીને હવે ઓપિનિયન પોલ પણ 48 કલાક માટે રોકી દેવામાં આવ્યો છે.

ચૂંટણી પંચે નોટિફિકેશનમાં શું કહ્યું : જાહેરનામામાં, ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, ‘લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ 126A ની પેટા-કલમ (l) હેઠળની સત્તાઓનો ઉપયોગ કરીને, ચૂંટણી પંચ, ઉપરોક્ત ધરાની પેટા-ધારા (2) ની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને સૂચિત કરે છે કે 12 નવેમ્બરના રોજ સવારે 8 વાગ્યાથી 5 ડિસેમ્બરના રોજ સાંજે 5.30 વાગ્યા સુધીના સમયગાળાને એક્ઝિટ પોલના પ્રકાશન અથવા પ્રચાર પર પ્રતિબંધ રહેશે.’

ચૂંટણી પંચે અધિકારીઓને સૂચના આપી : ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશ અને ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીઓને વિનંતી સાથે નિર્દેશ આપ્યો કે સલાહકારને ગેઝેટ નોટિફિકેશનના રૂપમાં જાણ કરવામાં આવે અને તેની નકલ કમિશનને રેકોર્ડ માટે મોકલવામાં આવે. સંબંધિત અધિકારીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ તમામ ન્યૂઝ બ્યુરો, મીડિયા હાઉસ અને રેડિયો અને ટેલિવિઝન ચેનલોને એડવાઇઝરી પર જાણ કરે.

વધુમાં વાંચો… ભાજપે 38 સિટીંગ ધારાસભ્યોની ટિકિટ કાપતા જાણો ક્યાં થયો બળવો, કોના પડ્યા રાજીનામા

ભાજપની પ્રથમ યાદીમાં ટિકિટ ના ફાળવાતા વાઘોડિયા, કરજણ, પાદરામાં બળવો થયો છે. જેમાં મધુ શ્રીવાસ્તવ સહીતના ધારાસભ્યો અપક્ષમાંથી ચૂંટણી લડવાની તૈયારીઓ કરી રહ્યા છે. તેવી જ રીતે અન્ય બેઠકો પરથી પણ વિરોધના સૂર રેલાઈ રહ્યા છે. ભાજપના કટ-ઓફ ઉમેદવારો ભાજપ સામે ભડક્યા છે અને કેટલાકે યાદીમાંથી નામ હટાવીને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. જે રીતે વડોદારની ત્રણ બેઠકમાં વિરોધ છે તેમ બોટાદ, ભાવનગર જિલ્લા સહિતના જે ઉમેદવારોના નામ કપાયા છે તેવા ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો છે. માતરના ધારાસભ્ય મોડી રાત્રે આપમાં જોડાયા છે.

માતરમાં ધારાસભ્યએ ભાજપને રામે રામ કહ્યા ત્યારે માતર બેઠકના ધારાસભ્યએ આપનો સાથ પકડ્યો છે. ખેડા જિલ્લાના માતરના નારાજ ધારાસભ્ય કેસરી સિંહે નારાજગી વ્યક્ત કરી હતી અને કેસરી સિંહે ગોપાલ ઈટાલિયા સાથે તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો હતો અને તેઓ આજે આપ તરફથી ઉમેદવારો નોંધાવી રહ્યા છે.

ભાવનગરની મહુવા બેઠક પર શિવા ગોહિલના નામની જાહેરાતથી મહુવા ભાજપમાં હોબાળો મચી ગયો હતો અને સમર્થકોએ ખુલ્લેઆમ ભાજપનો વિરોધ કર્યો હતો. તાલુકા, જિલ્લાના 300થી વધુ સભ્યોએ સામુહિક રાજીનામા આપ્યા છે. શિવા ગોહિલનું નામ જાહેર કરાયું હતું અને આર.સી.મકવાણાની ટિકિટ કપાઈ છે.બોટાદમાં પણ કારણે ભડકો, સૌરભ પટેલના સ્થાને ઘનશ્યામ વિરાણીને ટીકીટ આપતા સૌરભ પટેલના સમર્થકો નારાજ થયા છે અને સી.આર. પાટીલને રજૂઆત કરવા ગાંધીનગર રવાના થયા છે. ઘનશ્યામ વિરાણી વિસ્તારમાં નવા હોવાથી સૌરભ પટેલને ટિકિટ આપવાની માંગ કરી રહ્યા છે.

વિસનગરમાંથી જશુ પટેલે પણ દાવેદારી કરતા ટિકિટ ના આપતા તેમને પણ અપક્ષમાંથી ફોર્મ ભરવા મન બનાવ્યું છે.ગઈકાલે ભાજપે 160 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. જેમાં કેટલાક નામો સતત જીતતા આવ્યા છે તે સીટ પરથી કાપવામાં આવ્યા છે. આ ઉપરાંત દિગ્ગજ નેતાઓને પણ ટિકિટ નથી આપવામાં આવી ત્યારે આ વિરોધ પણ જોવા મળી રહ્યો છે માટે અપક્ષમાંથી દાવેદારી ઉમેદવારો નોંધાવી રહ્યા છે.

ગતરોજ ભાજપે પ્રથમ યાદી જાહેર કરી.ગુજરાત ચૂંટણી માટે ભાજપે તેના 160 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. રાજ્યની કુલ 182 વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. યાદીમાં 14 મહિલાઓ, 13 અનુસૂચિત જાતિના, 24 અનુસૂચિત જનજાતિના સભ્યોનો સમાવેશ થાય છે. ગત રાજ્યની ચૂંટણીના 69 વિજેતા ઉમેદવારોનું પુનરાવર્તન થયું છે. બીજેપીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કહ્યું, ‘દરેક ચૂંટણીમાં ઉમેદવારો બદલવામાં આવે છે. આ વખતે પણ ઘણી ચર્ચાઓ અને બૂથ સર્વે બાદ નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. અમે ઉમેદવારો પાસેથી શાનદાર જીતની અપેક્ષા રાખીએ છીએ.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here