ગુજરાત કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો – પ્રજા માટે વાયદાનો પટારો ખોલ્યો, વાયદા ઓનું બજાર ગરમ

12 Nov 22 : ગુજરાત કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો આજે બહાર પાડ્યો છે. કોંગ્રેસ ચૂંટણી પહેલા પ્રજા માટે વાયદાનો પટારો ખોલ્યો છે. વાયદાઓનું બજાર ગરમ થતું જોવા મળ્યું છે. આજે કોંગ્રેસ અશોક ગેહલોત સહીતના નેતાઓ હાજર રહ્યા હતા પરંતુ રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે ગેરહાજર રહ્યા હતા.

ચૂંટણી ઢંઢેરો દરેક પાર્ટી દ્વારા કરવામાં આવતો હોય છે ભાજપ પણ ચૂંટણી ઢંઢેરાને લઈને તૈયારીઓ કરી રહી છે. ત્યારે આજે પ્રજા માટે નવા વાયદાઓ અને વચનોને લઈને કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે. જેમાં અશોક ગેહલોત, શક્તિસિંહ ગોહીલ, રધુ શર્મા, જગદિશ ઠાકોર સહીતના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં આ ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો છે. બનશે જનતાની સરકાર આ નામથી ચૂંટણી ઢંઢેરો બહાપ પાડવામાં આવ્યો છે.

આ વચનો અપાયા – રાહુલ ગાંધીએ આપેલા 8 વચનોને પણ સમાવવામાં આવ્યા છે તે કેન્દ્ર સ્થાને જોવા મળ્યું હતું. જેમાં ખેડૂતોના દેવા માંફી, 500 રુપિયાની ગેસની બોટલ, વીજળી ફ્રી, જૂની પેન્શન યોજનાનો મુદ્દો તેમાં જોવા મળ્યો છે. જેટલા પણ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે તેમને કાયમી રાખવા, જનતા મેડિકલ સ્ટોરની ચેઈન ઉભી કરાશે, કોરોના વોરીયર્સમાંથી કોઈ એકને સરકારી નોકરી આપવી, દરીયા ખેડૂતો માટે 3 લાખ સુધીનું દેવું માફ કરવું વગેરેને લઈને ઉલ્લેખ કરાયો છે.

5000 ગામડાઓ અને 62 હજાર પાસેથી મંતવ્યો – 5000 ગામડાઓ અને 62 હજાર પાસેથી મંતવ્યો મેળવ્યા હતા ત્યારે આ મહત્વપૂર્ણ ધોષણા કરવામાં આવી હતી. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરા બાદ વાયદાઓનું બજાર ગરમ કરાયું છે. કોંગ્રેસ બાદ બીજેપી કયા મુદ્દાઓને લઈને આગળ આવશે તે પણ જોવાનું રહ્યું છે. અશોક હેગલોતે કહ્યું કે, અમારી સરકારી આવી ત્યારે તમામ નેતાથી લઈને અધિકારીઓને કોપી આપવામાં આવી હતી અને તેના પર કામ કરવામાં આવ્યું હતું. આ ઢંઢેરો બહાર પડાય છે ત્યારે આ કમિટમેન્ટ હોય છે. ત્યારે આ વખતે લોકોના મંતવ્યો લેવામાં આવ્યા છે.

વધુમાં વાંચો… પોરબંદર કોળી સમાજના અગ્રણીઓ કોંગ્રેસમાં જોડાયા

રાજ્યની ભાજપ સરકાર દ્વારા સમાજના તમામ વર્ગોને અન્યાય કરવામાં આવી રહ્યો છે. ત્યારે ભાજપ સરકારમાં સતત થઈ રહેલ અન્યાય અને ઉપેક્ષાથી કંટાળીને પોરબંદર કોળી સમાજના અગ્રણીઓએ કોંગ્રેસ સાથે જોડાઈ ગયા છે. પોરબંદર કોળી ઠાકોર સમાજ જિલ્લા ઉપપ્રમુખ ચંદુભાઈ ડાભી અને કોળી ઠાકોર સમાજ શહેર પ્રમુખ સાગર વાઘેલા, અને મનું ચકુ ડાભીના પુત્ર નિલેશ ડાભી પોતાના સમર્થકો સાથે વિધીવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ કોળી સમાજના તમામ આગેવાનો અને તેમના સમર્થકોને ખેસ પહેરાવીને કોંગ્રેસ પાર્ટીમાં આવકાર્યા હતા.

કોળી સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે ગુજરાતમાં ઠાકોર-કોળી સમાજની વસ્તી 1.20 કરોડ કરોડ જેટલી છે, તેમ છતાં ભાજપ સરકાર દ્વારા ઠાકોર-કોળી વિકાસ નિગમને માત્ર ₹1.10 કરોડ ફંડ આપવામાં આવે છે. એટલે એક વ્યક્તિના ભાગમાં 1 રૂપિયો પણ પુરો ના આવે. રાજ્યની ભાજપ સરકાર ઠાકોર-કોળી સમાજ સાથે આવી ક્રુર મજાક કરવામાં આવી રહી છે, આ જ ભાજપ સરકાર ઉચ્ચ જ્ઞાતિ વિકાસ નિગમને ₹500 કરોડ ફાળવી શકાતા હોય તો વસ્તીના હિસાબે ઠાકોર-કોળી વિકાસ નિગમને ₹1500 કરોડ થી ₹2000 કરોડનું ફંડ મળવુ જ જોઈએ. પરંતુ ઠાકોર – કોળી સમાજ વિરોધી માનસિક્તા ધરાવતી ભાજપ સરકાર માત્ર ₹1.10 કરોડ ફંડ આપીને અન્યાય કરી રહી છે. એટલે આવી ભાજપ સરકાર અને તેમના ઉમેદવારોને સબક શીખડાવવા માટે અમે કોંગ્રેસ સાથે જોડાઈ રહ્યા છીએ.

સાથે જ કોળી સમાજના આગેવાનોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી ચુંટણીમાં ભાજપ સરકાર જઈ રહી છે, જેની શરૂઆત પોરબંદથી જ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here