નહેરુ યુવા કેન્દ્ર દ્વારા યોજાનારી વક્તૃત્વ સ્પર્ધા ૧૮ થી ૨૯ વર્ષના યુવાનોને ભાગ લેવા અનુરોધ

10 Nov 2021 : ‘‘આઝાદી કા અમૃત મહોત્સવ’’ અન્વયે રાજકોટના નેહરૂ યુવા કેન્દ્ર દ્વારા વક્તૃત્વ સ્પર્ધા  યોજાશે, જેમાં ભાગ લેવા ૧૮ થી ૨૯ વર્ષના યુવાનોને અનુરોધ કરાયો છે.

યુવા બાબતોનો વિભાગ, યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર દ્વારા સંચાલિત નહેરુ યુવા કેન્દ્ર સંગઠન દવારા ‘‘પ્રજાસત્તાક દિવસ-૨૦૨૨’’ની ઉજવણીના ભાગરૂપે દેશભક્તિ અને રાષ્ટ્ર નિર્માણના વિષય આધારિત ‘‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’’ થીમ આધારિત જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની વક્તૃત્વ સ્પર્ધા ૨૦૨૧-૨૨ યોજાશે, જેમાં ભાગ લેનાર ઉમેદવારોનું તાલુકા સ્તર પર પરીક્ષણ કરવામાં આવશે. આ સ્પર્ધા માં ૧૮ થી ૨૯ વર્ષના યુવાનો ભાગ લઈ શકે છે. જિલ્લા કક્ષાની સ્પર્ધાના પ્રથમ ત્રણ વિજેતાઓને રોકડ ઇનામ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવશે. આ અંગેની વધુ માહિતી માટે www.nyks.nic.in વેબ સાઇટની મુલાકાત લેવા અથવા અને જિલ્લા યુવા અધિકારીનો સંપર્ક કરવા રાજકોટના નેહરૂ યુવા કેન્દ્રના જિલ્લા યુવા અધિકારીશ્રી સચિન પાલની યાદીમાં જણાવાયું છે.