આઝાદીના 75 વર્ષ બાદ પણ ગીર ના નેસના માલધારીઓને ગુલામી ભરી જિંદગીનો થઈ રહ્યો છે અહેસાસ

File Image
File Image

17 Aug 22 : આઝાદીના 75 વર્ષ બાદ પણ ગીર જંગલના નેસડાઓના માલધારીઓએ પોતાના નહીં દેશ પ્રત્યેની લાગણી વહેતી મૂકી પોતાના નેસના સાવ કાચા મકાનમાં તિરંગો ફરકાવી દેશપ્રેમનું ઉદાહરણ આપ્યું છે.આઝાદીના 75 વર્ષ બાદ પણ ગીરના મેચમાં શિક્ષણ,વીજળી,શૌચાલય આરોગ્યની પાયાની સુવિધાઓ પણ મળતી નથી.

આજે પણ ગીરના માલધારીઓ ગુલામી ભરી જિંદગીનો અહેસાસ કરી રહ્યા છે સરકાર અને જંગલ ખાતા ની અન્યાય નીતિના કારણે આ માલધારીઓના કાયમી બિન કાયમી ગેરકાયદેસર એવા ભાગ પાડીને અન્યાય કરી રહ્યા છે અને બંધારણ દ્વારા મળેલ અનુસૂચિત જનજાતિના હક માટે પણ માલધારીઓ પાસે 70 વર્ષ જુના લેખિત દસ્તાવેજો માંગીને સરકાર માલધારીઓની મજાક કરી રહી હોય તેવું માલધારીઓને લાગી રહ્યું છે સરકાર અને વન તંત્ર માલ ધારીઓ પ્રત્યેનું વર્તન તો આખા માલધારીઓ અને ભારતના નાગરિક જ ન હોય તેવું રહ્યું છે પરંતુ સદીઓથી ગીર વન અને વન્ય સંપદા નું રક્ષણ કરતાં માલધારીઓએ પોતાના નેસ – જોકમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીને પોતાનો રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કર્યો છે હવે સરકાર આ માલધારીઓની વેદનાઓ સમજીને તેમના પ્રશ્નોનું હકારાત્મક નિવેડો લાવે અને તેમને થયેલા અન્યાયમાંથી આઝાદી અપાવે તેવી માલધારીઓની માંગ છે.

  • જુનાગઢ ગિરનાર પર્વત પર પડી રહેલા ભારે વરસાદે ગણતરીની કલાકોમાં હસનાપુર ડેમને પણ ઓવરફ્લો કરી દીધો છે અને આઠથી દસ ઇંચ જેટલા વરસાદે દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યા હતા આ નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ભવનાથ તળેટીએ ઉમટી પડ્યા હતા

17 Aug 22 : જુનાગઢ ના ગિરનાર પર્વત પર 8 થી 10 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો ગતરાત્રિથી સતત શરૂ રહેલા વરસાદના કારણે ગિરનાર પર્વત પર જણાવો અને ધોધ વહેવા લાગ્યા હતા. ગિરનાર ઉપર પડી રહેલા પાણી સુનરખ નદી મારફત દામોદર કુંડમાં આવે છે અને આ દામોદર કુંડમાં ગત રાત્રિથી લઈ બપોર સુધી ઘોડાપૂરની પરિસ્થિતિ સતત રહી હતી.

એક તરફ બાજુ લીલી છમ હરિયાળી જોવા મળતી હતી ગિરનાર પર્વત સાથે વાદળો વાતો કરતા હોય તેવા નયન રમ્યા દ્રશ્યો પણ જોવા મળતા હતા. વરસાદનો અદભુત નજારો જોવા માટે જુનાગઢ અને બહારના લોકો પણ ભવનાથ તળેટી ખાતે મોટી સંખ્યામાં ઉંટી પડે છે. દામોદર કુંડ ખાતેથી ભવ નાથ અને વરસાદનો નજારો જોવાનો લાહવો લેવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આ ઉપરાંત ગિરનાર પર્વત પરથી પણ પાણીના ધોધ વહેવા લાગ્યા હતા.તમામ નદીનાડા છલકાઈ ગયા હતા તમામ ઝરણાઓ છે તે ખડખડ વહેવા લાગ્યા આમ જુનાગઢના ગિરનાર પર્વત પર પડેલા ભારે વરસાદે હસનાપુર ડેમને પણ ઓવર ફ્લો કરી દીધો છે.