કંગના રનૌત ને શું શું ચાટવાથી પદ્મ શ્રી એવોર્ડ મળ્યો એ બધાને ખબર છે : કોપાલ તુમાને,સાંસદ

18 Nov 2021 : કંગના રનૌત ના વિવાદાસ્પદ નિવેદન 1947માં મળેલ આઝાદી ભીખ હતી અને 2014 માં સાચી આઝાદી મળી પર અનેક રાજનેતાઓ,ફિલ્મ જગત ના કલાકારો અને લોકો દ્વારા સખત ટીકા કરવામાં આવી છે આમ તો વિવાદાસ્પદ નિવેદન આપ્યાને ઘણા દિવસો થયા પણ આઝાદી નું અપમાન ગણાતું કંગના નું આવું નિવેદન તેનો પીછો નથી છોડી રહ્યું. બીજીતરફ કંગના એ વિવાદા સ્પદ નિવેદન જાણી જોઈને આપે છે કે કોઈ પોલિટિકલ સ્ટંટ છે એ પણ કંગના ને જ ખબર ! કારણ કે ફરીવાર આવું જ નિવેદન આપ્યું જેમાં કંગના એ મહાત્મા ગાંધી ઉપર વિવાદાસ્પદ નિવેદન આપેલ.

ઇન્સ્ટાગ્રામ માં પોસ્ટ કરેલ આ મેસેજ માં કંગના એ મહાત્મા ગાંધી વિષે લખ્યું કે , મહાત્મા ગાંધી સતા ના ભૂખ્યા અને ચાલાક હતા અને મહાત્મા ગાંધી ઇચ્છતા હતા કે ભગતસિંહ ને ફાંસી મળે.આ પ્રકારના કંગના રનૌત ના વિવાદાસ્પદ નિવેદન પર અનેક લોકો ટીકા કરી રહ્યા છે જેમાં શિવસેના સાંસદ કોપાલ તુમાને એ તો ટીકા કરવાની મર્યાદા ની હદ વટાવી નાખી,કોપાલ તુમાને એ મીડિયા સમક્ષ કહ્યું હતું કે, તુમાને એ કહ્યું હતું કે મહાત્મા ગાંધી સતાના ભૂખ્યા હોત તો રાષ્ટ્પતિ,પ્રધાનમંત્રી પણ પોતે જ બનત એ કંઈપણ બની શકતા હતા. કંગના ને શું કરવા થી પદ્મ શ્રી એવોર્ડ મળ્યો, શું શું ચાટવાથી,કોના પગ ચાટવાથી એવોર્ડ મળ્યો એ દિલ્હીમાં બેઠેલા બધા સાંસદો અને ધારાસભ્યો સારી રીતે જાણે છે.