કાશ્મીર સંકટ વધારવામાં હતી ભૂમિકા, ભારત જોડો યાત્રામાં સામેલ થયા ભૂતપૂર્વ RAW ચીફ દુલત, ભાજપ ગુસ્સે

04 Jan 23 : ભારતીય જાસૂસી સંસ્થા ‘રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ’ (RAW)ના ભૂતપૂર્વ ચીફ અમરજીત સિંહ દુલત પણ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સામેલ થયા. આ અંગે ભાજપે દુલત પર નિશાન સાધ્યું છે. બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયએ ટ્વિટ કરીને કહ્યું છે કે દુલતે કાશ્મીર સંકટને યાદગાર બનાવવાનું કામ કર્યું હતું.

કોંગ્રેસની રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ભારત જોડો યાત્રા દિલ્હીમાં નવ દિવસના વિરામ બાદ મંગળવારે યુપી જવા રવાના થઈ છે. જેમાં RAWના પૂર્વ ચીફ દુલત પણ રાહુલ સાથે ચાલતા જોવા મળ્યા હતા. આ અંગે ભાજપે દુલત પર પ્રહારો કર્યા છે.

બીજેપી નેતા અમિત માલવિયએ ટ્વિટ કરીને આરોપ લગાવ્યો છે કે ભૂતપૂર્વ સ્પાયમાસ્ટર દુલત ક્યારેય તેમના કામ પ્રત્યે પ્રતિબદ્ધ ન હતા. તેઓ અલગતાવાદીઓ અને પાકિસ્તાન થી પ્રભાવિત હતા. માલવિયએ ટોણો માર્યો કે RAWના પૂર્વ સચિવ દુલતની કાશ્મીર સંકટમાં યાદગાર ભૂમિકા હતી. માલવિયએ એમ પણ કહ્યું કે RAWના વિવાદાસ્પદ પૂર્વ ચીફ એએસ દુલત રાહુલ ગાંધીના ભારત જોડો યાત્રામાં સામેલ થયા. કોઈએ પણ દુલત પર તેની નોકરી કે દેશ પ્રત્યે પ્રતિબદ્ધ હોવાનો આરોપ નથી લગાવ્યો, જેની સેવા કરવામાં માટે તેમની નિમણૂક કરવામાં આવી હતી. અલગતાવાદીઓ અને પાકિસ્તાનના સમર્થનમાં અને કાશ્મીરની બબાલમાં તેમની મહત્ત્વની ભૂમિકા છે.

અટલ સરકારમાં પીએમના કાશ્મીર મામલાના સલાહકાર હતા. દુલતે RAWમાંથી નિવૃત્તિ લીધા બાદ તત્કાલીન પીએમ અટલ બિહારી વાજપેયીના જમ્મુ અને કાશ્મીર બાબતોના સલાહકાર તરીકે સેવા આપી હતી. તેઓ તેમના સંસ્મરણો ‘અ લાઇફ ઇન ધ શેડોઝ’ ના વિમોચન પછી રાહુલ ગાંધીની દેશવ્યાપી યાત્રામાં સામેલ થયા. કાશ્મીર મામલાના નિષ્ણાત ગણાતા દુલતે ગયા વર્ષે એપ્રિલમાં બોલિવૂડની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને કોરો પ્રચાર ગણાવી હતી.

કોંગ્રેસે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને પ્રોપેગન્ડા ગણાવી હતી. દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 1990ના દાયકામાં ઘાટીમાંથી કાશ્મીરી પંડિતોની હિજરત પર આધારિત છે. આ ફિલ્મને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત સત્તાધારી ભાજપના નેતાઓએ ભારે સમર્થન આપ્યું હતું. સાથે જ કોંગ્રેસે તેને પ્રોપેગન્ડા ગણાવીને ફગાવી દીધી હતી.

રઘુરામ રાજન, કમલ હાસન સહિત અનેક હસ્તીઓ ભારત જોડો યાત્રામાં સામેલ થઈ

દુલતે 1999 થી 2000 સુધી RAWનું નેતૃત્વ કર્યું હતું. રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો કૂચમાં ભાગ લેનાર તેઓ નવા મહારથી છે. તેમના પહેલા રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન અને અભિનેતામાંથી રાજનેતા બનેલા કમલ હાસન પણ આ યાત્રામાં સામેલ થયા હતા.

વધુમાં વાંચો… પોલીસે તોડી હત્યાના આરોપી ભાજપ નેતાની હોટલ, 60 ડાયનામાઈટથી થોડી જ સેકન્ડમાં ચાર માળની ઇમારત ઘ્વસ્ત

મધ્યપ્રદેશના સાગરમાં, જિલ્લા અને પોલીસ તંત્રએ એક હત્યાના આરોપી ભાજપના નેતા વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. જિલ્લા પ્રશાસને ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલી એક ચાર માળની હોટલને ડાયનામાઈટ લગાવીને થોડી જ સેકન્ડોમાં જમીનદોસ્ત કરી દીધી. આરોપી મિશ્રચંદ ગુપ્તા પર ચૂંટણીની અદાવતમાં એક યુવકની કારથી કચડીને હત્યા કરવાનો આરોપ છે.

આરોપી નેતાની ચાર માળની હોટલમાં 60 ડાયનામાઈટ લગાવવામાં આવ્યા. પછી મંગળવારે સાંજે બ્લાસ્ટ કરીને તેને થોડી જ સેકન્ડોમાં તોડી પાડવામાં આવી. કાર્યવાહી દરમિયાન સાગર જિલ્લા કલેક્ટર દીપક આર્ય, ડીઆઈજી તરુણ નાયક અને અન્ય પોલીસ અધિકારીઓ હાજર હતા. આરોપી મિશ્રચંદ ગુપ્તા અને તેના પરિવારની હોટેલ જયરામ પેલેસ મકરોનિયા ચારરસ્તા પાસે આવેલી છે. ચાર માળની હોટલનું બાંધકામ ગેરકાયદેસર જાહેર કરાયું હતું. આ પછી મંગળવારે પોલીસ અને તંત્રની ટીમ હોટલને તોડવાની કાર્યવાહી કરવા પહોંચી. સુરક્ષા માટે બેરીકેડ મુકીને વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો. આ પછી હોટલની આસપાસ રહેતા લોકોના ઘર ખાલી કરાવવામાં આવ્યા. આ દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો હતો.

અપક્ષ કાઉન્સિલરના ભત્રીજાને જીપથી કચડી નાખ્યો – 2 ડિસેમ્બરની રાત્રે મકરોનિયા ચારરસ્તા પાસે જગદીશ યાદવ ઉર્ફે જગ્ગુની જીપથી કચડીને હત્યા કરી દેવામાં આવી હતી. જગદીશ (30) મકરોનિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કોરેગાંવનો રહેવાસી હતો. તે મકરોનીયા ચાર રસ્તા પર પવન યાદવની ડેરીમાં કામ કરતો હતો. તે અપક્ષ કાઉન્સિલર કિરણ યાદવનો ભત્રીજો હતો. કાઉન્સિલરની ચૂંટણીમાં કિરણ યાદવે મિશ્રીચંદ ગુપ્તાની પત્ની મીનાને 83 વોટથી હરાવ્યા હતા.

મિશ્રીચંદ ગુપ્તા ફરાર – ચૂંટણીની અદાવતમાં તેમની હત્યા કરવામાં આવી હોવાનો આરોપ છે. હત્યા કેસમાં આઠ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો, જેમાંથી પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જોકે, મિશ્રીચંદ ગુપ્તા હજુ પણ ફરાર છે.

વધુમાં વાંચો… રાજકોટ સીટી બસ ફરી વિવાદમાં !

ટિકિટ વગર મુસાફરી કરનાર ૨૧ મુસાફરો દંડાય, ૧૪ કંડકટર સસ્પેન્ડ રાજકોટની સીટી બસ કોઇ ને કોઇ કારણોસર વિવાદમાં ફસાતી રહે છે. કોઈક વકાત બસનાં ડ્રાઇવર કે કંડકટરને કારણે તો કોઈક વખત વગર ટિકિટ મુસાફરી કરતા મુસાફરોને કારણે સીટી બસ વિવાદોમાં સપડાયેલી રહે છે. ત્યારે ફરી એક વખત રાજકોટ સિતો બસ વિવાદમાં આવી છે.

રાજકોટની સીટી બસમાં વગર ટિકિટ મુસાફરી કરનાર મુસાફરો પકડાયા જેમને દંડ કરવામાં આવ્યો હતો. અને ગેર રિતીને કારણે ૧૪ કંડકટર પણ સસ્પેન્ડ થાય છે. રાજકોટ મહાનગર પાલિકાની આંતરિક પરિવહન હોવાનું સંચાલન કરતી રાજકોટ રાજપથ લીમીટેડ દ્વારા સાપ્તાહિક કામગીરીનો રિપોર્ટ જાહેર કરાયો છે. જેમાં સિટી બસમાં કામગીરીમાં વેઠ વાળનાર 14 ક્ધડક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે ટિકિટ વિના મૂસાફરી કરતા પકડાયેલા 21 મુસાફરોને રૂા.2310નો દંડ ફટકારવામાં આવ્યો હતો. એક સપ્તાહમાં સિટી બસ 94945 કિ.મી. ચાલી હતી. 1,82,645 મૂસાફરોએ સિટી બસ સેવાનો લાભ લીધો હતો. બસ ઓપરેટર કંપની મારૂતિ ટ્રાવેલ્સને કામમાં ક્ષતિ બદલ 7975 કિ.મી.ની પેનલ્ટી મુજબ રૂા.2,79,125ની પેનલ્ટી, ફેર કલેક્શન કરતી એજન્સી અલ્ટ્રા મોર્ડનને કામમાં ક્ષતિ બદલ રૂા.25,400ની પેનલ્ટી ફટકારવામાં આવી હતી. BRTS બસ સેવા 47946 કિ.મી. ચાલી હતી. જેનો 1,84,075 મુસાફરોએ લાભ લીધો હતો. બસમાં એક્સમેન અને સિક્યુરિટી પૂરા પાડતી રાજ સિક્યુરિટીને દંડ ફટકારાયો હતો.

વધુમાં વાંચો… સુરત પોલીસે 120 ચાઈનીઝ ફીરકી સાથે બેની ધરકડ કરી, ઓનલાઈન થાય છે વેચાણ, પોલીસે કહ્યું ના ખરીદો

સુરત પોલીસ ચાઈનીઝ દોરી મામલે હરકતમાં આવી છે અને સુરત પોલીસે 120 ચાઈનીઝ દોરી સાથે બે લોકોની ધરપકડ કરી છે. પ્રતિબંધિત દોરી વેચવા મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. એક પછી એક ત્રણ લોકોના મોત ચાઈનીઝ દોરીના કારણે થતા હાઈકોર્ટે ફટકાર લવાગી હતી. ત્યારે સરકાર પણ હરકતમાં આવી છે. ગૃહવિભાગ દ્વારા ચાઈનીઝ દોરીનું વેચાણ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરતમાં પણ એક યુવકનો જીવ પણ પતંગની દોરીના કારણે ગયો છે ત્યારે લોકોના ગળા કાપતી આ દોરી ના ખરીદવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે. કેમ કે, આ દોરી પ્રતિબંધીત છે તેના કારણે લોકોના જીવ પણ જઈ રહ્યા છે. બે દિવસ પહેલા સુરતના કામરેજ ચાર રસ્તા પાસે દોરીના કારણે યુવકનું ગળું કપાયું, ત્યારે કેટલાક લોકો ઘાયલ પણ થઈ રહ્યા છે.

બે વિસ્તારોમાંથી ઝડપી ગેરકાયેદસર દોરી. સુરત પોલીસે કાર્યવાહી કડક કરી છે. ખાસ કરીને વેચાણ કરના શખ્સ કે જેઓ ચાલાકીથી ઓનલાઈન વેચી રહ્યા છે. ત્યારે લોકો પણ તેમની જવાબદારી ભૂલીને આ દોરી ખરીદી રહ્યા છે. પતંગ કાપવાની મજા બીજા માટે સજા બની રહી છે. 120 નંગર ચાઈનીઝ દોરી સાથે બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે. મહીધરપુરા પોલીસે 100 ફીરકી પકડી પાડી હતી અને ઉધના પોલીસે 20 ફીરકી ચાઈનીઝ દોરીની પકડી પાડી હતી.

વેપારીઓને ચાઈનીઝ દોરીનું વેચાણ ન કરવા કડક સૂચના – ખાસ કરીને તુક્કલ અને ચાઈનીઝ દોરીના વેચાણા સામે આ કાર્યવાહી તેજ કરવામાં આવી છે. ચાઈનીઝ દોરી અને તુક્કલના વેચાણા પર કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલું રાખવામાં આવશે. આ સાથે જે પતંગ રસીયાઓ ચાઈનીઝ દોરી ખરીદી રહ્યા છે તેમને સુરત પોલીસે એ પણ અપીલ કરી છે આ દોરી ના ખરીદવી જોઈએ. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી પતંગની દુકાનો અને દોરાની દુકાનોનું ચેકિંગ કર્યું હતું. પોલીસે સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં આ ચેકીંગ વધુ તેજ કર્યું છે. વેપારીઓને ચાઈનીઝ દોરીનું વેચાણ ન કરવા કડક સૂચના આપવામાં આવી છે.જોકે ઉત્તરાયણ સુધી શહેરમાં તમામ સ્થળોએ પોલીસની ટીમો ચેકિંગ માટે તહેનાત રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here