File Image
File Image

14 Sep 22 : ખેડૂત અગ્રણી રામકુભાઇ કરપડા એ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને પૂર્વ સૈનિકોની 14 માંગો સ્વીકારવા બાબત પત્ર લખતા જણાવ્યું છે કે, વર્તમાન સમયમાં દેશમાં અને રાજ્યમાં દેશની સરહદ પર લડાઈ કરતો જવાન અને દેશ દુનિયાને અનાજ પૂરું પાડનાર કિસાન હેરાન પરેશાન છે. ગુજરાતમાં પૂર્વ સૈનિકો પોતાની 14 માંગો સાથે ત્રીજી વખત ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવા માટે આવ્યા ત્યારે સરકાર દ્વારા તેમને ગાંધીનગરમાં પ્રવેશ આપવા ન દેવો, તેમની અટક કરવી, તેમના પર બર્બરતા પૂર્વકનો પોલીસ બળ પ્રયોગ કરવો તે દેશની લોકશાહી વિરૂદ્ધનું કૃત્ય સરકાર પોતે કરી રહી હોય તેવું લાગી રહ્યું છે લોકોના મૌલિક અને બંધારણીય હક્ક અને અધિકારોના રક્ષણ કરવાની જગ્યાએ સરકાર પોતે તેનું હનન કરી રહી હોય તેવું લાગે છે આ પોલીસ બળ પ્રયોગમાં એક પૂર્વ સૈનિકની શહાદત થઈ તેની સંપૂર્ણપણે જવાબદારી રાજ્ય સરકારે સ્વીકારી તેના પરિવારને ન્યાય અપાવવો જોઈએ.

વધુ માં રામકુભાઇ એ લખ્યું છે કે, અમે ગુજરાતના ખેડૂત સંગઠનો રાજ્ય સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપીએ છીએ કે જો રાજ્ય સરકાર આંદોલિત પૂર્વ સૈનિકોની વિવિધ 14 માંગ જેવી કે શહીદના પરિવારને 1 કરોડની રોકડ સહાય તથા પરિવારના એક સદસ્યને સરકારી નોકરી, ખેતી માટે જમીન તથા રહેણાંક પ્લોટ, નિવૃત સૈનિકો માટે સરકારી નોકરી માટે અનામત, કોન્ટ્રાકટ પદ્ધતિ નાબૂદ કરી સીધી ભરતી કરવામાં આવે, હથિયારનું લાયસન્સ રીન્યુ કરાવવાની અલગ વ્યવસ્થા કરવામાં આવે, સૈનિકો માટે વ્યવસાય વેરો નાબૂદ કરવામાં આવે, પૂર્વ સૈનિકોના બાળકોનો શિક્ષણ ખર્ચ સરકાર ઉઠાવે, પૂર્વ સૈનિકોના બાળકોના ઉચ્ચ અભ્યાસક્રમની પ્રવેશ પ્રક્રિયામાં છૂટછાટ આપવામાં આવે જેવી વિવિધ 14 માંગો 24 કલાકમાં નહિ સ્વીકારે તો અમારે ખેડૂતોએ જય જવાન જય કિસાનનો નારો બુલંદ કરવા જ્યાં જવાન ત્યાં કિસાન ના નારા સાથે અમારા જવાન ભાઈઓની લડતમાં અમારે પણ જુકાવવું પડશે.

  • ગુજરાતમાંથી ફરી એક વખત 200 કરોડના ડ્રગ્સ સાથે પાકિસ્તાની બોટ પકડાઈ 

14 Sep 22: ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી જુદી જુદી રીતે ડ્રગ્સ ઘુસાડવાનું કાવતરા ઘડાઈ રહ્યા છે ત્યારે આજે વધુ એક વખત એવો પ્રયત્ન થયો હતો જો ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના સંયુક્ત મોટા સર્ચ ઓપરેશનથી આ કાવતરું નિષ્ફ્ળ ગયું હતું અને એક પાકિસ્તાની બોટ ઝડપાઇ હતી. ગુજરાતના યુવાનોને ડ્રગ્સથી બરબાદ કરવાની આ તકનીક નિષ્ફ્ળ કરી હતી.

ગુજરાત ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ સાથેના સંયુક્ત હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં અરબ સાગરમાં ભારતીય જળસીમામાંથી એક પાકિસ્તાનની બોટ અને 6 કૃ મેમ્બર સાથે 40 કિલો હેરોઇન ઝડપાયા હતા. ગુજરાતમાં ફરી એક વખત મોટું ઓપરેશન કરવામાં આવ્યું હતું જેમાં ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડને મોટી સફળતા હાથ લાગી છે. ભારતીય સમુદ્રની સીમમાંથી એક પાકિસ્તાની બોટ પકડાઈ હતી જેમાં અંદાજે 200 કરોડની કિંમતનું 40 કિલો હેરોઇન સાથે 6 પાકિસ્તાની કૃ મેમ્બરની પણ ધરપકડ કરવામાં આવી હતી.

આ મામલે વધુ તપાસ કરવા માટે બોટને જખૌ ખાતે લાવવામાં આવી છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પાકિસ્તાની બોટમાં અલ તૈયસા લખવામાં આવ્યું હતું. આ બોટમાં સવાર તમામ 6 પાકિસ્તાની અટકાયત કરવામાં આવી છે.