8 Dec 2021 : ચાલુ વર્ષે અનિયમિત વરસાદ પડવાથી સુરેન્દ્રનગર જિલ્લા સહિત સૌરાષ્ટ્ર, ઉત્તરગુજરાત અને મધ્ય ગુજરાત માં ખેડૂતોનો પાક સદંતર નિષ્ફળ ગયો છે ત્યારે ખેડૂતોની અનેક રજૂઆતો ના અંતે ગુજરાત સરકાર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવા હુકમ કરવામાં આવ્યો પરંતુ સર્વે ના નામે ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવી. સર્વેના આંકડા છૂપાવવામાં આવ્યા. માત્ર ઓફિસ માં બેસી ખોટા આંકડાઓ લખવામાં આવ્યા ત્યાર બાદ જ્યારે સહાય ચૂકવવાની જાહેરાત કરવામાં આવી ત્યારે માત્ર 9 જિલ્લા ના 35 તાલુકા નો જ સમાવેશ કરવામાં આવ્યો જેમાં સુરેન્દ્રનગર જિલ્લા ને બાદ કરવામાં આવ્યો.
જેના અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો ને સાથે રાખી સરકારની કૃષિ વિરોધી નીતિ સામે દેખાવો કરવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લા સહિત સૌરાષ્ટ્ર,ઉત્તરગુજરાત -મધ્ય ગુજરાતમાં ચાલુ વર્ષે મહત્તમ ખેડૂતોને પાક નુકસાન હોવા છતાં સહાય થી વંચિત રાખવા માં આવ્યા છે એ દરેક તાલુકા ને તાત્કાલિક ધોરણે નુકસાન ગ્રસ્ત જાહેર કરવામાં આવે તેમજ દિલ્હી ના ખેડૂતો ને પાક નુકસાન સામે પ્રતિ હેકટર 50000 સહાય મળી રહી છે જ્યારે ગુજરાત ના ખેડૂતો ને માત્ર 6800 એ પણ બે હેકટર સુધી જ ત્યારે આ સહાય ની રકમ માં પણ વધારો કરવામાં આવે આવી માંગ સાથે આંબેડકર ચોક થી જિલ્લા પંચાયત સુધી ચાલતા જઈ જિલ્લા ખેતીવાડી અધિકારી મારફતે કૃષિમંત્રી તેમજ મુખ્યમંત્રી ને આવેદન પત્ર આપવામાં આવશે તા.9 નાં સવારે 11 કલાકે ખેડૂતો ને આંબેડકર ચોક ખાતે ઉમટી પડવા માટે આહવાન કરવામાં આવ્યું છે જેમાં જીલ્લા નાં ખેડૂત આગેવાન હાજરી આપશે.
રિપોર્ટ : રામકુભાઈ કરપડા , સુરેન્દ્રનગર