
16 May 23 : આપણા કૃષિપ્રધાન દેશમાં પ્રકૃતિ સંગાથે પ્રગતિની નવી દિશા આપનારા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના વિઝન મુજબ, ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા મિશન મોડમાં કામગીરી થઈ રહી છે. તેના સુખદ-ફાયદાકારક પરિણામો પણ સામે આવવા લાગ્યા છે, ત્યારે અત્રે વાત કરીશું ઉપલેટા તાલુકાના પ્રગતિ શીલ ખેડૂતશ્રી કાનાભાઈ સુવાની, જેમણે કેળામાં પ્રાકૃતિક ખેતી અપનાવીને ખર્ચ નહિવત્ કરી નાંખ્યો છે, ઉત્પાદન વધાર્યું છે અને તેમની આવક બમણી થઈ છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખાખીજાળિયા ગામમાં રહેતા શ્રી કાનાભાઈ સુવાએ બે વર્ષ સુધી બે એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી કેળાનું ઉત્પાદન કર્યું છે. તેઓ જણાવે છે કે રાસાયણિક ખેતીમાં ટીસ્યુ કલ્ચર પ્લાન્ટ રૂ. ૧૨-૧૫નો આવે જેના માટે ખાડો ખોદી પાયામાં ડી.એ.પી., એસ.એસ.પી. નાખવાનો ખર્ચ અને જંતુનાશક દવાઓનો ખર્ચ જોતાં છોડ મોટો થાય ત્યાં સુધીમાં એક એકરે કેળાની ખેતીમાં રૂ. ૨૫ હજારથી ૩૦ હજારનો ખર્ચ થઈ જાય. એક એકરમાં ૧૨૦૦-૧૩૦૦ છોડ આવે. જે મુજબ એક એકરમાં રૂ. ૩૫ હજારથી ૪૦ હજારનો ખર્ચ થાય. જયારે પ્રાકૃતિક ખેતીમાં આવો કોઈ પણ પ્રકારનો વધારાનો ખર્ચ થતો નથી. શ્રી કાનાભાઈ માત્ર ગાયના ગોબર અને ગૌમુત્ર તેમજ અન્ય પ્રાકૃતિક પદાર્થો જીવામૃત અને ઘન જીવામૃતનો જ ઉપયોગ કરે છે. કોઈ પણ જાતના અન્ય ખાતરની જરૂરિયાત રહેતી જ નથી. ઘન જીવામૃત દર ત્રણ મહીને છાંટવાથી પણ ઉત્તમ પરીણામ મળે છે. માત્ર જીવામૃત અને ઘનજીવામૃત નાં ઉપયોગથી પણ શ્રી કાનાભાઈના ખેતરમાં અંદાજે ૨૦ કિલોગ્રામથી ૨૫ કિલોગ્રામ સુધીની કેળાની લૂમ છોડ પર ઝૂલી રહી છે.
શ્રી કાનાભાઈ ૧ એકરમાં રસાયણયુકત ખેતી અને પ્રાકૃતિક ખેતીની સરખામણી કરતા જણાવે છે કે રસાયણયુકત ખેતીમાં કેળાનું ઉત્પાદન ૧૫ હજાર કિલોગ્રામ થાય છે, જયારે પ્રાકૃતિક કૃષિ ૨૦ હજાર કિલોગ્રામ ઉત્પાદન આપે છે. તેમજ વેચાણ કરતા પ્રતિ કિલોગ્રામ રૂ. ૨૦ અને પ્રાકૃતિક કૃષિમાં પ્રતિ કિલોગ્રામ રૂ. ૩૦નો ભાવ મળે છે. રસાયણયુકત ખેતીમાં ખર્ચ રૂ. ૩૫ હજારથી ૪૦ હજારની સામે પ્રાકૃતિક કૃષિમાં માત્ર રૂ. ૧૦ હજારનો ખર્ચ થાય છે. જયારે રસાયણયુકત ખેતીમાં કુલ આવક રૂ ૩ લાખની સામે પ્રાકૃતિક કૃષિમાં રૂ. ૬ લાખની કુલ આવક થાય છે. એટલે કે રસાયણયુકત ખેતીમાં ચોખ્ખો નફો રૂ. ૨ લાખ ૬૦ હજાર થાય છે, જયારે પ્રાકૃતિક કૃષિમાં ચોખ્ખો નફો રૂ. ૫ લાખ ૯૦ હજાર થાય છે.આ પદ્ધતિમાં ખર્ચ કાયમ માટે નહિવત્ રહેવાનો છે અને ઉત્પાદન ક્રમશ: વધતું રહેવાનું છે. પ્રાકૃતિક ખેતીના કારણે જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધતો જાય છે. આ વર્ષે કેળાનું ઉત્પાદન લીધું હોય તે બીજા વર્ષે વધશે. કારણ કે એક છોડના બદલે બે છોડમાં લૂમ આવશે. કેળાની ગુણવત્તા એટલે કે સ્વાદ અને સુગંધ સારી હોવાથી તેના ભાવ પણ વધુ મળે છે. શ્રી કાનાભાઈ રાજ્ય સરકાર પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં કહે છે કે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત કેળાનું રીટેઇલ વેચાણ કરવા ઉપલેટા જાઉં છું, ત્યારે લોકો મારી પાસે જ કેળા લેવાનો આગ્રહ રાખે છે. બીજે ક્યાંય જતા નથી,જે વાતની મને ખુશી છે. આથી, પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ તરફ વાળવા બદલ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ ખેડૂતમિત્રો પણ પ્રાકૃતિક ખેતી અપનાવે, તેવો મારો અનુરોધ છે.
વધુમાં વાંચો… રાજકોટ – દબાણ હટાવ શાખા અને ચકરડીના ધંધાર્થીઓ આવ્યા આમને સામને: ચકરડી સાઇડમાં લેવાનું કહેતા ગાળાગાળી પર ઉતર્યા
કોર્પોરેશનની દબાણ હટાવ શાખાના કર્મચારીઓ અને અધિકારીઓ છાશવારે વિવાદમાં આવે છે. સવારે શહેરના આજીડેમ ચોકડી વિસ્તારમાં ચકરડીના ધંધાર્થીઓ અને દબાણ હટાવ શાખાના સ્ટાફ વચ્ચે જબ્બરી બબાલ સર્જાય હતી. ચકરડી સાઇડમાં લેવાનું કહેતા ગાળાગાળી પર ઉતરી આવેલા ચકરડીના ધંધાર્થીને દબાણ હટાવ શાખાના કોન્ટ્રાક્ટ બેઇઝ કર્મચારી એ લાકડીથી ફટકાર્યા હોવાનો વિડીયો વાયરલ થયો છે. ચકરડીવાળા અને પાટ પાથરણાવાળા ધંધાર્થીઓ રોડ સુધી આવી ગયા હોવાના કારણે હાઇવે બ્લોક થઇ ગયો હતો. આ અંગે ફરિયાદ મળતા દબાણ હટાવ શાખાનો કાફલો ત્રાટક્યો હતો. જેને રોડ ક્લિયર કરાવવાની કામગીરી હાથધરી હતી. રોડ પર જ આવી ગયેલા ચકરડીવાળાને ચકરડી સાઇડમાં લેવાનું કહેતા રોષે ભરાયેલા આ વ્યક્તિએ બેફામ ગાળાગાળી કરતા દબાણ હટાવ શાખામાં કોન્ટ્રાક્ટ બેઇઝ ડ્રાઇવર તરીકે ફરજ બજાવી રહેલા કર્મચારીએ આ વ્યક્તિને લાકડીથી ફટકાર્યો હતો. દબાણ હટાવ શાખાના અધિકારીઓ એવું કહી રહ્યા છે કે આ ઘટનામાં દબાણ ઇન્સ્પેક્ટરનો કોઇ હાથ નથી પરંતુ વાયરલ થયેલા વિડીયોમાં એવું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે દબાણ ઇન્સ્પેક્ટરો ચકરડીવાળાને પકડી રાખે છે અને ડ્રાઇવર લાકડી વડે આ વ્યક્તિને માર મારી રહ્યો હોય આ ઘટનાનો ઘેરા પડઘા પડ્યા છે. માનવતાના રૂહે કોર્પોરેશન દ્વારા ચકરડી કબ્જે કરવામાં આવી નથી. દરમિયાન કોન્ટ્રાક્ટરના માણસે લાકડી વડે માર માર્યાની ઘટના બાદ એજન્સી આર.આર.સિક્યુરિટીને સમગ્ર ઘટનાની જાણ કરી દેવામાં આવી છે અને કોન્ટ્રાક્ટ બેઇઝ ડ્રાઇવર સામે પગલાં લેવા સૂચના પણ આપી દેવાઇ છે.
વધુમાં વાંચો… વોટસન મ્યુઝિયમ ખાતે ૧૮ થી ૨૦ મે સુધી મહાન હસ્તીઓના ઓટોગ્રાફનું પ્રદર્શન અને પેપર આર્ટ વર્કશોપ યોજાશે
વોટસન મ્યુઝિયમ, રાજકોટ દ્વારા ૧૮ થી ૨૦ મે ૨૦૨૩ દરમ્યાન રાજકોટના યુવા સંગ્રાહક શ્રી રક્ષિત પાંભરના વિશ્વ વિખ્યાત હસ્તીઓના ઓટોગ્રાકના – ‘‘મહાનુભાવોના ભાવભર્યા હસ્તાક્ષર’’ – એક અલભ્ય પ્રદર્શન અને કલર થેરાપી આધારિત પેપર આર્ટના વર્કશોપનું આયોજન કરાયુ છે, જેનું ૧૮ મે ના રોજ સવારે ૧૦ કલાકે ઉદઘાટન થશે. ગુજરાત સરકારશ્રીના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના પુરાતત્વ અને સંગ્રહાલય ખાતા દ્વારા પ્રાચીન કલા અને સંસ્કૃતિના વારસારૂપ નમુનાના સંરક્ષણ પ્રત્યે સભાનતા કેળવાય અને કલા પ્રવૃતિમાં રસ ઉત્પન્ન થાય એ હેતુથી આઝાદી કા અમૃત મહોત્સવ અને આંતર રાષ્ટ્રિય મ્યુઝિયમ દિન – ૨૦૨૩ ની ઉજવણીરૂપે આ શૈક્ષણિક સંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયુ છે. ૧૮ મેના રોજ સવારે ૧૦.૩૦ કલાકે રાજકોટના જ યુવા કલાકાર – હિરલ રાઠોડના નિદર્શનમાં બાળકો-વિદ્યાર્થીઓ માટે એકાગ્રતા કેળવાય, માનસિક સ્વાસ્થ્ય સારુ રહે તેવા કલર થેરેપી આધારીત પેપર આર્ટના વર્કશોપ યોજાશે, જેમાં ધો ૧૨ સુધીના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. જે માટે મ્યુઝિયમ પર સંપર્ક કરી નામ નોંધાવવાનું રહેશે (વહેલો તે પહેલાના ધોરણે ભાગ લઇ શકશે) વધુ માહિતી માટે ફોન નં. ૦૨૮૧- ૨૨૨૩૦૬૫ ઉપર સંપર્ક સાધવો.
મહાનુભાવોના ભાવભર્યા હસ્તાક્ષરના પ્રદર્શનમાં ભારતરત્ન સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકર, રમતવીર કેપ્ટન ધ્યાનચંદ, સચીન તેંદુલકર, શ્રી રાજેન્દ્ર પ્રસાદ સહિત આઝાદી માટે જેમનું અણમોલ યોગદાન છે તેવા મહાત્મા ગાંધીજી, ધર્મગુરુ દલાઇ લામા તેમજ ભારતના પ્રથમ અવકાશયાત્રી શ્રી રાકેશ શર્મા, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી શ્રી જીવરાજ મહેતા વગેરે વિખ્યાત હસ્તીઓના હસ્તાક્ષરનું દુર્લભ કલેકશન લોકો માટે ખુલ્લુ મુકાશે. આ પ્રદર્શન થકી મ્યુઝિયમના માધ્યમથી એ મેસેજ પણ આપવામાં આવે છે કે અભિલેખિત વસ્તુઓને કેવી રીતે સુરક્ષિત કરવી, તેનું કલેક્શન કરવું. આવી કલાકૃતિઓની જાળવણી માટે યુવાઓને પ્રોત્સાહન અને પ્રેરણા મળે એવા ઉમદા ઉદ્દેશ્યથી આયોજીત આ બંને કાર્યક્રમોનો લાભ લેવા રાજકોટની કલાપ્રિય જનતાને વોટસન મ્યુઝિયમના કયુરેટરશ્રી એસ.એન.રામાનુજે અનુરોધ કર્યો છે. બુધવાર અને જાહેર રજાના દિવસો સિવાય માત્ર રૂ. ૫.૦૦ પ્રવેશ ફીમાં સવારે ૧૦ થી સાંજે ૫ સુધી વોટસન મ્યુઝિયમ નિહાળી શકાશે.
વધુમાં વાંચો… “મેઇક ઇન ઇન્ડિયા” અંતર્ગત એડલ્ટ ડાયપર બનાવતી દેશની સૌથી મોટી કંપનીના ગોંડલ સ્થિત એકમની મુલાકાત લેતા કેન્દ્રીય મંત્રીશ્રી દર્શનાબેન જરદોશ
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શરૂ કરાયેલી મેક ઇન ઈન્ડીયા દ્વારા પ્રેરિત પાન હેલ્થ પ્લાન્ટની કેન્દ્રીય કાપડ મંત્રીશ્રી દર્શનાબેન જરદોશએ મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ પ્લાન્ટ તેમજ લેબોરેટરીની મુલાકાત લઈને સમગ્ર કામગીરી બારીકાઈપૂર્વક નિહાળી હતી. કંપની દ્વારા ઉત્પાદિત બેબી ડાયપર, એડલ્ટ ડાયપર, સેનેટરી પેડ્સ અને વ્યક્તિગત સૌંદર્ય પ્રસાધનો અંગેની વિગતો મેળવી હતી. તેમજ ઓડીયો-વિઝયુઅલ માધ્યમથી તમામ કામગીરી દર્શાવતી ફિલ્મ નિહાળી હતી. આ કંપની સમગ્ર ભારતમાં એડલ્ટ ડાયપર બનાવવામાં મોખરે છે. ભારત સહિત અન્ય ૮ દેશો તેના ઉત્પાદનોનું વિશાળ બજાર ધરાવે છે. આ પ્લાન્ટ અત્યાધુનિક ટેક્નોલોજીથી સજજ છે. તમામ ઉત્પાદનોનું ક્વાલીટી ચેકીંગ અને લેબોરેટરી ચકાસણી કર્યા બાદ જ તેને વપરાશકર્તાઓ સુધી પહોંચાડવામાં આવે છે. મેઈક ઈન ઇન્ડિયાને ખરા અર્થમાં સાકાર કરતી પાન હેલ્થની ટીમ સ્વાસ્થ્યની સાથે કાપડ, સિમેન્ટ, સ્ટીલ, કૃષિ ખાદ્ય તેલ,પુન:પ્રાપ્ય ઊર્જા અને ટેકનિકલ ટેક્સટાઈલ જેવા ક્ષેત્રોમાં કાર્યરત છે.
આ મુલાકાતમાં સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, પાન હેલ્થ કંપનીના ગૃપ ચેરમેન શ્રી મનસુખભાઈ પાન, મેનેજીંગ ડીરેક્ટર શ્રી ચિરાગ પાન, ટેક્નિકલ ડાયરેક્ટર શ્રી અંબરભાઈ પટેલ તથા ટેક્નિકલ એડવાઇસર શ્રી અનિલ પટેલ સહિતનાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
વધુમાં વાંચો… જ્યુબેલિમાં બે ફ્રુટના ધંધાર્થીઓ વચ્ચે બઘડાટી બોલાઈ – ગ્રાહકને ખેંચી જવા બાબતે કરી ધોકા અને છરીથી મારામારી
રાજકોટ : જ્યુબેલિમાં નાગરિક બેંક પાસે બે ફ્રુટના ધંધાર્થીઓ વચ્ચે મારામારી થતા સામસામે છરી અને ધોકા વડે તૂટી પડતા હતા. જેમાં સવારના પ્હોરમાં અથડામણ થતા બજારમાં દોડધામ મચી ગઈ હતી. તો બીજી તરફ બંને પક્ષે પિતા – પુત્ર સહિત પાચ ઘવાતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જ્યુબીલી તાર ઓફિસ પાસે રહેતાં હનીફભાઇ આમદભાઇ સાકરીયા (ઉ.વ.૫૮) તથા તેમનો પુત્ર ઇરફાન હનીફભાઇ સાકરીયા (ઉ.વ.૨૭) સવારે સાતેક વાગ્યે નાગરિક બેંક પાસે ફ્રૂટ વેંચવા ઉભા હતાં ત્યારે અન્ય ફ્રુટના ધંધાર્થીઓ હનીફભાઇ, દાનીસ, અફઝલ તથા ત્રણ અજાણ્યાએ છરી-ધોકાથી હુમલો કર્યાનું જણાવતાં એ-ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. તો સામા પક્ષે હનીફભાઇ દાઉદભાઇ શેખ (ઉ.વ.૬૫), દાનીસ હનીફભાઇ શેખ (ઉ.વ.૨૫) અને હનીફભાઇ આમદભાઇ ચંદા (ઉ.વ.૨૫) ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતાં. તેમના કહેવા મુજબ પોતે ઢેબર રોડ વન વે પાસે ફ્રુટ વેંચવા ઉભા હોઇ હનીફભાઇ, ઇરફાન સહિતે છરીથી હુમલો કર્યો હતો. જેમાં ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટના અંગે એ-ડિવીઝનને જાણ કરવામાં આવતાં હેડકોન્સ. ભાવેશભાઇએ બંને પક્ષની ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી. સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા પિતા-પુત્રએ જણાવ્યું હતું કે પોતાની લારીએ ફ્રુટના ગ્રાહકો વધુ આવતાં હોઇ તેને ખેંચી જવા મામલે સામેના દાનીસ, હનીફભાઇ સહિતના સાથે બોલાચાલી થતાં હુમલો થયો હતો. સવારના પ્હોરમાં ફ્રુટ બજારમાં બઘડાટી બોલી જતાં નાસભાગ મચી ગઇ હતી.
વધુમાં વાંચો… વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજના “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” હેઠળ ગુજરાત સરકાર આપી રહી છે ૧૦ લાખ સુધીની મફત સારવાર
“શુળીનો ઘા સોયથી ટળ્યો”ની રાહત અનુભવી રહેલા રાજકોટ જિલ્લાના લાભાર્થીઓ માટે “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” આશીર્વાદરૂપ બનતાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો ખરા દિલથી આભાર માનતા લાભાર્થીઓ થાકતાં નથી કારણ કે આ યોજનાને લીધે તેમના જીવનમાં સર્જાયેલી મેડિકલ ઈમરજન્સી અન્વયે આ યોજનાના કાર્ડને લીધે મોંઘી સારવાર તદન વિનામૂલ્યે મળતી થઈ છે.
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના મંડલીકપુર ગામનાં રહેવાસી ૬૦ વર્ષીય જૂલેલાલ ગિરાશી છેલ્લા એક વર્ષથી સારણગાંઠનો દુઃખાવો સહન કરી રહ્યા હતા. દુઃખાવો અસહ્ય થતાં ખાનગી હોસ્પિટલમાં નિદાન અર્થે ગયા હતા. મજૂરીકામ કરી ઘરનું ગુજરાન ચલાવતાં જૂલેલાલ અને તેમનાં પત્નીને સારણગાંઠનાં ઓપરેશનનો ખર્ચ પોષાય તેમ ન હતો. આથી તેઓ મંડલીકપુર ખાતેના હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર ખાતે ગયા. ત્યાંના કોમ્યુનિટી હેલ્થ ઑફિસરશ્રી સંધ્યાબેન પરમારએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વિશે જરૂરી માર્ગદર્શન આપ્યું તથા પી.એમ.જે.એ.વાય અંતર્ગત આયુષ્માન કાર્ડ કઢાવવા માટે આરોગ્યકર્મી અને આશા બહેનો દ્વારા જરૂરી મદદ કરવામાં આવી. જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે સત્વરે કાર્યવાહી કરી અચાનક આવી પડેલી આરોગ્યલક્ષી મુશ્કેલીઓના ખરા સમયે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું આયુષ્માન કાર્ડ જૂલેલાલએ મેળવ્યું. જે અન્વયે ખાનગી હોસ્પિટલમાં સુદ્રઢ અને ઉત્તમ સારવાર મેળવી વિનામૂલ્યે સારણગાંઠનું સફળ ઓપરેશન કરાવ્યું અને અત્યારે દુખાવાની પીડાથી મુક્ત થઈને તંદુરસ્ત સામાન્ય જીવન જીવી રહ્યાં છે. ઝૂલેલાલનાં ધર્મપત્ની કોકીલાબેન કેન્દ્ર અને રાજ્ય સરકાર તથા મંડલીકપુરનાં આરોગ્યકર્મીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં જણાવે છે કે,”મારા પતિ એક વર્ષથી દુઃખાવો સહન કરી રહ્યા હતા, ત્યારે કેન્દ્રસરકારનાં આયુષ્માન કાર્ડને લીધે મારા પતિનું સફળ ઓપરેશન થયું. સરકારની આ યોજનાની મદદથી હવે તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી રહ્યા છે.” ઉલ્લેખનિય છે કે, દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ ૧૫ ઓગસ્ટ,૨૦૧૮ ના દિવસે ઘોષિત કરેલી વિશ્વની સૌથી મોટી સ્વાસ્થ્ય વીમા યોજના “પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” અંતર્ગત દેશના નાગરીકોને પાંચ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે મળે છે. જેમાં ગુજરાતની રાજ્યસરકાર દ્વારા વધારો કરીને દશ લાખ સુધીનો સ્વાસ્થ્ય વીમો ગુજરાતનાં આયુષ્માન કાર્ડધારકને આપવામાં આવનાર છે.
વધુમાં વાંચો… રાજકોટમાં યોજાનાર યુ.પી.એસ.સી.ની પરીક્ષાના સુચારૂ આયોજન અંગે પોલીસ કમિશ્નરે જારી કરેલા આદેશો
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આગામી તા.૨૮/૦૫/૨૦૨૩ના રોજ સવારે ૭.૩૦ કલાકથી સાંજે ૫.૩૦ કલાક સુધી લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજકોટ શહેરમાં કુલ ૧૪ શાળા-કોલેજોના સેન્ટર ફાળવવામાં આવ્યા છે. આ પરીક્ષા સુચારુ રીતે પાર પાડવા અંગે પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવ દ્વારા આ મુજબના આદેશો જારી કરવામાં આવ્યા છે.
આ પરીક્ષા સુચારુ રીતે પાર પાડવા અંગે પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવ દ્વારા આ મુજબના આદેશો જારી કરવામાં આવ્યા છે.
(૧) રાજકોટ શહેરના જે જે શાળાઓને પરીક્ષા કેન્દ્ર તરીકે નકકી કરવામાં આવેલ છે. તે શાળાઓ (પરીક્ષા કેન્દ્રો) કંપાઉન્ડની ચારે બાજુની ત્રિજયાના ૧૦૦ મીટરના વિસ્તારમાં અનધિ કૃત વ્યકિતઓ એકત્રીત થશે નહીં.
(ર) પરીક્ષા કેન્દ્રોની આજુબાજુની ૧૦૦ મીટરની ત્રીજયામાં કોઇ સ્ટેશનર્સ કે વેપારીઓ ઝેરોક્ષ મશીન અને ફેકસ મશીન ચાલુ રાખશે નહી કે શાળાઓમાં સંચાલકો ઝેરોક્ષ મશીન ચાલુ રાખશે નહી. અને ૧૦૦ મીટરની ત્રિજયામાં કોઇ વ્યકિત વાહનો લાવશે નહી કે શાળાઓમાં વાહનો લઈ જઈ શકશે નહીં. તેમજ શાળાઓ (પરીક્ષા કેન્દ્રો)ની ૧૦૦ મીટરની ત્રીજયામાં ચાર કે તેથી વધારે વ્યકિતઓ ભેગા થશે નહી.
(૩)પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓએ પ્રશ્નપત્રને લગતુ સાહિત્ય, પુસ્તક, ગાઇડ, ચાર્ટ, મોબાઇલ ફોન, બ્લુટુથ, આઇ.ટી. ઉપકરણો જેવા ઇલેકટ્રોનીક સાધનો વિગેરે પરીક્ષા સ્થળ અને પરીક્ષા ખંડમાં લઇ જવા નહી તેમજ સુપરવાઇઝરોએ પણ પરીક્ષા ખંડમાં મોબાઈલ ફોન લઇ જવા નહી.
(૪) શાળા-કોલેજોના સ્થળ સંચાલક, સુપરવાઇઝર (ખંડ નિરીક્ષકો), સરકારી પ્રતિનિધિ અને વર્ગ-૪ ના પરીક્ષા કેન્દ્રોના બિલ્ડીંગમાં ફરજ બજાવતા કર્મચારીઓએ ચોકસાઇપુર્વકનું ઓળખકાર્ડ સાથે રાખવાનુ રહેશે અને તે ઓળખકાર્ડ સબંધિતોએ પહેરવાનું રહેશે. ઓળખકાર્ડ સિવાયની કોઇપણ વ્યકિત પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ કરી શકશે નહીં. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર ગણાશે.