સોશિયલ મીડિયા પર ન્યૂડ કોલ કરી રૂપિયા પડાવતી ભેજાબાજ ટોળકી નો આતંક વધ્યો…સાવધાન…

File Image
File Image

18 Sep 22 : વીડિયો કોલ કરી અશ્લીલ ડ્રશ્યો બતાડી બ્લેકમેલ કરતી ટોળકીનો શિકાર બનતા અનેક યુવાનો.વીડિયો કોલ કરી અશ્લીલ ડ્રશ્યો બતાડી બ્લેકમેલ કરતી ટોળકીનો શિકાર બનતા અનેક યુવાનો..સાવધાન અને સચેત રહેવું એ જ ઉપાય.

ભારત દેશ ડિજિટલ યુગ માં આગળ વધી રહ્યો છે,આ ડિજિટલ યુગનો જ્યાં એક યુવા વર્ગ સદઉપયોગ કરી રહ્યો છે તો કેટલાક ભેજાબાજો તેનો દૂર ઉપયોગ કરી વહેલા પૈસા કમાવવા ની લ્હાય માં અનેક યુવાનોની જીંદગી સાથે રમત રમી રહ્યા હોય તેવા કિસ્સાઓ માં વધારો નોંધાઈ રહ્યો છે.

ખાસ કરી સોશિયલ મીડિયામાં વોટ્સએપ અને મેસેન્જર જેવી એપ પર આવતા અજાણ્યા વ્યક્તિઓના વીડિયો કોલ ના ચલણ માં આજકાલ ખૂબ વધારો નોંધાયો છે, સામાન્ય રીતે સોશિયલ મિડિયા એકાઉન્ટ પર વીડિયો કોલ કરી લોકો એક બીજાના હાલ ચાલ અથવા કોઈ સુંદર જગ્યાએ તથા ધાર્મિક સ્થાને ગયા હોય તો પરિવાર ના અન્ય વ્યક્તિઓને તેના થી માહિતગાર કરવા માટે લોકો વધુ ઉપયોગ કરતા હોય છે,પરંતુ હવે તમારા મોબાઈલ અને મેસેન્જર સુધી આવતા અજાણ્યા નંબર પરના વીડિયો કોલ લોકો ની ઊંઘ હરામ કરવા જેવી સ્થિતિ નું સર્જન કરી રહ્યા છે.

કંઈ રીતે ભેજાબાજ તત્વો લોકોને બ્લેકમેલ કરે છે.? – ભેજાબાજ તત્વો પ્રથમ તો મિટા જેવી એપ પર ફેક એકાઉન્ટ બનાવી તેમાં સુંદર યુવતીઓ ના ફોટો અપલોડ કરી ફ્રેન્ડ રિકવેસ્ટ જે તે વ્યક્તિ ને મોકલતા હોય છે,જે ફ્રેન્ડ રિકવેસ્ટ એક્સેપ્ત કર્યા ના થોડા સમય બાદ જ તેઓને મેસેન્જર પર મેસેજ આવવા ના શરૂ થતાં હોય છે,પ્રથમ તો સામે વારી ભેજાબાજ વ્યક્તિ શરૂઆત માં સામાન્ય વાત ચિત કરતા હોય છે તેમજ યુઝર્સ ની અંગત માહિતી પણ મેળવતા હોય છે તેમ તેઓ સામે ના મેસેજ માં જે તે સ્થળ નું નામ આપી જે તે વ્યવસાય અથવા અભિયાસ કરે છે તેમ જણાવી વિશ્વાસ માં લેતા હોય છે, બસ થોડા સમય સુધી ચાલેલ વાતચીત બાદ સામે રહેલ ભેજાબાજ યુવતી વોટ્સએપ નંબર માંગતી હોય છે,

અતિ ઉત્સાહ માં આવેલ કેટલાય યુવાનો એ યુવતીને પોતાનો વોટ્સએપ નંબર શેર કરતા હોય છે અને બસ ત્યાર બાદ જ ભેજાબાજ ટોળકી નો અસલી ખેલ શરૂ થઇ જતો હોય છે,વોટ્સએપ નંબર પહોંચ્યા બાદ ત્યાં પણ થોડા સમય માટે સામાન્ય વાતચીત થાય છે અને પછી સામે બેસેલ યુવતી યુઝર્સ ને વીડિયો કોલ પર વાતચિત કરવાની ઓફર આપતી હોય છે તેમજ આજે તે બહુ મૂળ માં છે તે પ્રકારના અશ્લીલ શબ્દો નો ઉપયોગ કરી યુઝર્સ ના માઈન્ડ ને ડાયવર્ટ કરતી હોય છે.

આ તરફ ઉત્સાહિત બનેલા કેટલાય યુવાનો સામે વારી યુવતીની વાતો માં આવી જઈ વીડિયો કોલ કરતા હોય છે જે બાદ સામે વારી યુવતી તેના શરીર પરના એક બાદ એક તમામ કપડાં વીડિયો કોલ માં ઉતારી ન્યૂડ અવસ્થામાં દેખાય છે અને બાદ માં પોતાની જાલ માં ફસાયેલ યુવક ને બાથરુમ માં જવાની ઓફર કરી તેને પણ સામે ન્યૂડ કરતી હોય છે,જે બાદ યુવાનો પણ ન્યૂડ થઇ જતા હોય છે અને પોતાના પ્રાઈવેટ પાર્ટ યુવતી ને બતાડી દેતા હોય છે.

થોડી વાર બાદ અચાનક વીડિયો કોલ બંધ થઈ જતો હોય છે અને બાદ માં જે તે વોટ્સએપ નંબર યુવાને શેર કર્યો હતો તેના ઉપર તેના ન્યૂડ ડ્રશ્યો ભેજાબાજ ટોળકી નો સદસ્ય મોકલતો હોય છે, પોતાના ન્યૂડ વીડિયો ની કલીપ જોઈ કેટલાય યુવાનો સમાજ માં બદનામી થશે તેવો દર અનુભવતા થઇ જતા હોય છે તે બાદ સામે વારો ગઠિયો યુવાનને વીડિયો વાયરલ કરવાની ધમકીઓ આપતો હોય છે તેમજ તેના સોશિયલ મિડિયા આઇ ડી ના તમામ ફ્રેન્ડ અને સગા સંબંધીઓને પણ વીડિયો શેર કરવાની ધમકીઓ આપતો હોય છે,આ બધું જોઈ હેબતાઈ જતા યુવાનો ગઠિયાઓની વાત આખરે માની લેતા હોય છે તો સામે વારો ગઠિયો પણ યુવાનો પાસેથી બ્લેક મેલ કરી સ્ટેપ બાય સ્ટેપ હજારો રૂપિયા પડાવી લેતો હોય છે.

ગુજરાત રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં પણ આ પ્રકારની ઘટનાઓ માં વધારો નોંધાઇ રહ્યો છે જે બાદ સાયબર ક્રાઇમ પણ એક્ટીવ થઇ છે,લોકો ની ફરિયાદો બાદ સાયબર ક્રાઇમ વિભાગ પણ લોકો ને આ પ્રકારના અજાણ્યા વીડિયો કોલ ન ઉચકવા તેમજ તેઓની વાતો માં આવી નાણાં ન આપવા અંગેની અપીલો અવારનવાર કરતું આવ્યું છે,જોકે હજુ પણ આ પ્રકારના વીડિયો કોલ બંધ થવાનું નામ ન લેતા હોય તેવી સ્થિતિ નું સર્જન સોશિયલ મિડિયા યુઝર્સ માંથી સામે આવી રહ્યું છે,ત્યારે લોકોને અપીલ છે કે આવા કોલ ન ઊંચકી જેતે નંબર ને વોટ્સઅપ અથવા ફેસબુક મિટા ના મેસેન્જર માં જઈ રિપોર્ટ ઓપશન ક્લિક કરવાથી તે આઈ ડી ઓટોમેટિક બંધ થઇ જતી હોય છે.