અમદાવાદ – આજે ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ છે મેચ છે તેવા નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં જાણો ખેલાડીઓ માટે કેવી વ્યવસ્થા

01 Feb 23 : આજે ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે ક્રિકેટ મેચ રમાવા જઈ રહી છે તેવું અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કોઈ 5 સ્ટાર હોટલથી ઓછું કમ નથી. જ્યાં ખેલાડીઓની પ્રેક્ટિસથી લઈને ત્યાં જીમ, સ્વિમિંગ પૂલ સુધીની તમામ વ્યવસ્થા છે. આ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. જ્યાં આજે સાંજે ટી 20 મેચ રમાવા જઈ રહી છે.

સ્ટેડિયમની અંદર એક થિયેટર : નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મોટેરા સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવની અંદર છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર દરેક સુવિધા ઉપલબ્ધ છે. અહીં ખેલાડીઓ માટે જિમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટેડિયમની અંદર એક થિયેટર પણ છે, જ્યાં ખેલાડીઓ તેમના ફ્રી સમયમાં મૂવી જોઈ શકે છે. ખેલાડીઓ માટે ટેબલ ટેનિસ કોર્ટ પણ બનાવવામાં આવી છે. સ્ટેડિયમનું ઈન્ટિરિયર પણ શાનદાર લાગે છે. તેમજ

વિદેશી ખેલાડીઓ વધુ સમય વિતાવે છે : ખેલાડીઓ માટે અહીં સ્વિમિંગ પૂલ પણ બનાવવામાં આવ્યો છે. ભારત અને વિદેશથી આવતા ખેલાડીઓ અહીં ઘણો સમય વિતાવે છે. આ સ્ટેડિયમનું ઉદ્ઘાટન 24 ફેબ્રુઆરી 2020 ના રોજ ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરી 2021ના રોજ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ પિંક બોલ ટેસ્ટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું.

04 ટીમો માટે ડ્રેસિંગ રૂમ : સ્ટેડિયમ 63 એકરમાં ફેલાયેલું છે અને તેમાં ચાર પ્રવેશદ્વાર છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 04 ટીમો માટે ડ્રેસિંગ રૂમ છે. 2015 અને 2020 વચ્ચે સ્ટેડિયમનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. આ પછી સ્ટેડિયમની ક્ષમતા વધારીને 110,000 કરવામાં આવી.

વધુમાં વાંચો… વલસાડના બોદલાઈ ગામના ખેડૂતપુત્ર જયેશ પટેલે અમેરિકામાં ક્રિકેટને આગળ લાવવા 40 એકર જમીન લઇ 6 ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કર્યા

વલસાડના ખેડૂતપુત્ર જયેશભાઇ પટેલ અમેરિકામાં સ્થાયી થઇ બિઝનેસમેન બન્યા હતા. જેમણે જ્યોર્જિયા સ્ટેટના બારટોવ કંન્ટ્રીના રિડેલમાં 40 એકરની વિશાળ જગ્યા ખરીદી 6 ક્રિકેટ ગ્રાઉન્ડવાળું પરમવીર સ્પોર્ટસ કોમ્પલેક્ષ તૈયાર કર્યું છે. અમેરિકામાં ક્રિકેટનો ક્રેઝ નથી. પરંતુ અમેરિકામાં વસતા ભારતીયો ક્રિકેટના રસને જાળવી રહ્યા છે. જોકે, તેમને ક્રિકેટ માટે પુરતી સુવિધા મળતી નથી. જેના કારણે ત્યાં ક્રિકેટની રમત આગળ આવી શકી નથી. ત્યારે અમેરિકામાં ક્રિકેટની રમતને આગળ લાવવા વલસાડના જયેશ પટેલે બીડું ઝડપ્યું અને લાખો ડોલરના ખર્ચે સ્પોર્ટસ કોમ્પલેક્ષ શરૂ કરી રહ્યા છે.

બોદલાઇના જયેશ રમણભાઇ પટેલે પરમવીર સ્પોર્ટસ કોમ્પલેક્ષ તૈયાર કરાવવા માટે સુનિલ ગાવસ્કર, ક્રિશ ગેઇલ, ડેરેન બ્રેવો જેવા આંતરરાષ્ટ્રીય દિગ્ગજ ક્રિકેટરોનું માર્ગદર્શન લઇ આખું સ્પોર્ટસ કોમ્પલેક્ષ તૈયાર કર્યું છે. કોમ્પલેક્ષમાં ક્રિકેટ ગ્રાઉન્ડની પીચ ભારતના મોટા મોટા સ્ટેડિયમની પીચ બનાવનાર ધીરજ પલસાણાના માર્ગદર્શન હેઠળ વેસ્ટ ઇન્ડિઝના જાણીતા પીચ ક્યુરેટર સેમ્યુઅલ પ્લમ્બર દ્વારા તૈયાર કરાવી છે. તેમના ઉદ્ઘાટન સમારંભમાં પણ અનેક દિગ્ગજ ક્રિકેટરો ઉપસ્થિત રહ્યા હતા. જયેશ પટેલનો 24 વર્ષિય પુત્ર પરમનો જન્મ અને ઉછેર અમેરિકામાં જ થયો. પરમ હાઇસ્કૂલમાં બેઇઝબોલ રમતો હતો, પરંતુ પિતા જયેશભાઇની જેમ ક્રિકેટનો શોખ તેને શરૂઆતથી જ હતો. બેઇઝબોલ બાદ તેણે ક્રિકેટ રમવાનું શરૂ કર્યુ અને તેમાં આગળ આવતો ગયો. જેનાથી જયેશભાઇને આ કોમ્પલેક્ષ બનાવવાની પ્રેરણા મળી હતી. એટલાન્ટા ક્રિકેટ કોન્ફરન્સના પ્રમુખ રહી ચૂકેલા જયેશભાઇને ક્રિકેટનું ઉંડું જ્ઞાન છે. જેના કારણે તેમણે અનેક આંતરરાષ્ટ્રીય સુવિધા સાથે ક્રિકેટ મેદાન તૈયાર કર્યા છે. જેને જોવા માટે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી અનિલ પટેલ પણ જઇ રહ્યા છે. ત્યારે આ સુવિધા સભર પરમવીર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ પણ રમાઇ શકે છે. તેમજ અમેરિકાની ટીમ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આગળ આવે તો નવાઇ નહી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here