File Image
File Image

12 Aug 22 : નર્મદા ડેમ તેની મહત્તમ સપાટીથી 5 મીટર દૂર રહેતા આજે નર્મદા ડેમના દરવાજાઓ ખોલવામાં આવ્યા છે.  ચોમાસા માં પહેલીવાર નર્મદા ડેમના પાંચ દરવાજા ખૂલ્યા છે. જેથી આ ડેમ જોવા માટે સહેલાણીઓ પણ આવી રહ્યા છે. આ સિઝનમાં પ્રથમ વખત ડેમમાંથી છોડાતા આ નજારો જોવા માટે સહેલાણીઓ આવી રહ્યા છે. નર્મદા ડેમના દરવાજાઓ ખોલાતા કેટલાક નર્મદા આસ પાસ અને વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોને સાવધ પણ કરાયા છે.

-10 હજાર ક્યુસેકથી દોઢ લાખ ક્યુસેક પાણી છોડાશે
નર્મદા ડેમની સપાટી 133.51 મીટર આસપાસ પહોંચી છે. જેથી ડેમ તેની મહત્તમ સપાટીથી માત્ર 5 મીટર જેટલો દૂર હોવાથી ડેમના દરવાજા ખોલવામાં આવશે. બપોરે 12 કલાકે નર્મદા ડેમના 5 રેડિયલ ગેટ 1 મીટર જેટલા ખોલી નર્મદા નદીમાં તબક્કા વાર 10 હજાર ક્યુસેકથી દોઢ લાખ ક્યુસેક પાણી છોડાશે.

– ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર
નર્મદા ડેમની વાત કરવામાં આવે તો આ ડેમની મહત્તમ સપાટી અત્યારે 138.68 મીટર સપાટી પર છે. જેથી સપાટીથી ડેમનું પાણી વધૂ દૂર ના હોવાથી આજે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. ડેમમાં પાણીની 232208 ક્યુસેક આવક થઈ છે. જેની સામે જાવક માત્ર 49,487 હતી જેથી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા.

  • ઉકાઇ ડેમની જળ સપાટી વધીને ૩૩૫.૪૫ ફૂટ ઉપર પહોંચી,૧૨ ગેટ ૯ ફૂટ ઓપન કરાયા

12 Aug 22 : ઉકાઇ ડેમના ઉપરવાસમાંથી સતત પાણીની આવક ઉપલબ્ધ બનતા આજે એટલે તા.૧૨મી ઓગસ્ટ નારોજ બપોરે ૧૨ કલાકે ઉકાઇ ડેમની જળ સપાટી વધીને ૩૩૫.૪૫ ફૂટ ઉપર પહોંચી હતી અને ડેમમાં ૨,૯૫,૧૩૦ કયુસેક પાણીની આવક નોંધાઇ છે,ડેમના ૨૨ ગેટ પૈકી ૧૨ ગેટ ૯ ફૂટ ઓપન કરી ડેમમાંથી ૧,૮૪,૦૮૪ કયુસેક પાણીનો જથ્થો તાપી નદીમાં છોડવામાં આવી રહ્યો છે, જેને લઇ તાપી નદી કિનારેના ગામ લોકોને ચેતવણી આપી દેવામાં આવી છે.

ઘણા દિવસોથી ઉકાઇ ડેમમાં વધતા ઓછા ­પ્રમાણમાં પાણીની વિપુલ આવક થઇ રહી છે જેથી ડેમની સપાટી તેના રૂલ લેવલ ૩૩૫ ફૂટ ને પાર કરી ચુક્યું છે. ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટ છે.ઉકાઇ ડેમના ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્ય­દેશમાં આવેલા કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ વરસતા ­પ્રકાશા ડેમના ૨૨ ગેટ ફૂલ ઓપન કરી ડેમમાંથી ૨,૬૨,૫૩૧ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, તેમજ પ્ર­કાશા  ડેમની જળ સપાટી આજે સવારે ૧૦ કલાકે ૧૦૭.૬૦૦ મીટર નોંધાઇ છે, આજ રીતે ­પ્રકાશા ડેમના ઉપરવાસમાં તાપી નદી પર આવેલા હથનુર ડેમની સપાટી આજે સવારે ૯ કલાકે ૨૦૯.૭૮૦ મીટર નોંધાઇ છે અને ડેમના ૪૧ ગેટ ફૂલ ઓપન કરી ડેમમાંથી તાપી નદીમાં ૧,૧૫,૮૬૯ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.