ફ્લાઈંગ સ્કવોડના અધિકારીઓ ભાજપના એજન્ટ : કોંગી પ્રવક્તા

06 Nov 22 : રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલા (લોક સંસદ વિચાર મંચ રાજકોટ) ની યાદી જણાવે છે કે સમગ્ર ગુજરાત રાજ્યમાં ચૂંટણીઓની તારીખો જાહેર થતાં આચાર સહિતા અમલી બનતી હોય છે. આગામી ધારાસભાની ચૂંટણીમાં કેન્દ્રીય ચૂંટણી પંચના તારીખ 11/10/2022 ના પત્રની સૂચના અનુસાર રાજ્યભરમાં આદર્શ આચાર સહિતા નો અમલવારી કરવાની થાય છે. અને આ બાબતે કડક પગલાં ભરવાના રહે છે. પરંતુ રાજકોટ શહેર અને જિલ્લામાં આચાર સંહિતા માત્ર દેખાડો પૂરતી જ હોય ખાસ કરીને શાસક પક્ષના હોર્ડિંગ અને બેનરો કે તસવીરો પ્રત્યે તંત્રના આંખ મીચામણા અને ભાજપની ચમચાગીરી કરતા હોવાને પગલે આદર્શ આચાર સહિતનો ખુલ્લેઆમ ભંગ થતો હતો જાણે કે નિયમો ભાજપ માટે લાગુ પડતા ન હોય તે પ્રકારે શહેર અને જિલ્લાના પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર (મેડિકલ સ્ટોર) મોદીજીના કટાઉટ રસ્તા પર મુકાતા હતા અને શહેર જિલ્લાના પેટ્રોલ પંપ પર લગાવેલી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ની તસ્વીરો અને કટાઉટ આદર્શ આચાર સંહિતાનો ઉલાળીયો થતો હોય તે એની સાબિતી બતાવે છે.

જિલ્લા ના મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી, જિલ્લા કલેકટરશ્રીને શ્રી ગજેન્દ્રસિંહ ઝાલા દ્વારા આધાર પુરાવા સાથે ફોટોગ્રાફ સાથે ઇ-મેઇલ અને વોટ્સએપ થી રજૂઆતો કર્યા બાદ પણ તંત્ર ૨૪ કલાકે પણ હરકતમાં ન આવતા અને આદર્શ આચાર સહિતનો ખુલ્લેઆમ ભંગ થતો હતો આચાર સંહિતાની અમલવારી કરવામાં તંત્ર વામણું પુરવાર થતાં જવાબદાર અધિકારી ભાજપની ચમચાગીરી કરતા હોય અને મોદીની તસવીરોને ઢાંકવામાં અને રસ્તા પરની મેડિકલ સ્ટોર પર મોદીજીના કટાઉટ હટાવવામાં ગલ્લા તલ્લા કરતા હોવાને પગલે કોંગ્રેસ પ્રવક્તા ગજેન્દ્રસિંહ ઝાલાએ નોડલ અધિકારી આશિષકુમાર અને ફૂડ એન્ડ ડ્રગ્સ ના નાયબ નિયામક આર. એન. રાવને ઉગ્ર રજૂઆત કરી જણાવ્યું હતું કે હવે આજે સાંજ સુધીમાં રાજકોટ શહેર અને જિલ્લાના પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્ર (મેડિકલ સ્ટોર) પર રસ્તામાં મૂકવામાં આવતા કટાઉટ અને પેટ્રોલ પંપ અને મેડિકલ સ્ટોર પર જો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની તસવીરો ઢાંકી દેવામાં નહીં આવે તો જોયા જેવી થશે અને જે કોઈ ભાજપની ચમચાગીરી કરી ભાજપના દલાલ કે એજન્ટ બનવાનો અધિકારીઓ પ્રયાસ કરશે તો તેવા અધિકારીઓની શાન ઠેકાણે લાવવામાં આવશે અને સાંજ સુધીમાં જો દરેક મેડિકલ સ્ટોર કે પેટ્રોલ પંપ પર તસવીરો હશે તો રાજ્યના ચૂંટણી કમિશનર અને કેન્દ્રીય ચૂંટણી કમિશનરને આધાર પુરાવા સાથે અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવશે.

ગજેન્દ્રસિંહ ઝાલા ની ઉગ્ર રજૂઆત બાદ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની અંદાજે 90 થી વધુ તસવીરો પર યુદ્ધના ધોરણે કામગીરી કરી મોદીજીના ફોટા ઉપર ધડા ધડ પડદા ઢાંકી દેવામાં આવ્યા હતા. અને મેડિકલ સ્ટોર પર રાખવામાં આવતી નરેન્દ્ર મોદીના કટાઉટ હટાવી લેવાયા હતા આ રીતે મોદીની તસવીરોને તંત્રએ ‘ધરાર’ પડદા લગાવવાની ફરજ પડી હતી.

સમગ્ર ગુજરાત રાજ્યમાં જયારે આચાર સંહિતાની કડક અમલવારી કરવાની દરેક જવાબદાર અધિકારીઓની ફરજ છે. ચૂંટણી તંત્રમાં રોકાયેલ અધિકારી દ્વારા તમામ પ્રકારની કામગીરી મામકાવાદ ચલાવવાને બદલે તટસ્થતાથી થવી જોઈએ રાજકીય મહાનુભાવોના ફોટાઓ હટાવવા પડે છે અને ન હટાવે અને કોઈપણ જગ્યાએ અધિકારીઓ પોતાની મનમાની કરતા હોય તો રાજ્યમાં ક્યાંય પણ આચારસંહિતાની અમલવારી થતી ન હોય અને ખુલ્લેઆમ ભંગ થતો હોય તો આધાર પુરાવા સાથે ગજેન્દ્રસિંહ ઝાલા (મોબાઈલ નંબર :- ૯૪૨૬૨ ૨૯૩૯૬) પર ફરિયાદ કરી શકો છો. ભાજપના એજન્ટ બનીને કામ કરનારા સંબંધિત અધિકારીઓ ને જરૂર પડે લીગલ અભિપ્રાય મેળવી કાનૂની કાર્યવાહી કરવાની ફરજ પડશે તેમ અંતમાં ગજુભા જણાવ્યું હતું. આ સાથે તસવીરમાં અગાઉની તસવીરો અને વર્તમાન સમયની તસવીરો દ્રષ્ટિ ગોચર થાય છે.

વધુમાં વાંચો… રાજકોટ પૂર્વ અને રાજકોટ ગ્રામ્ય બેઠકના ખર્ચ નિરીક્ષકશ્રી જનાર્દન એસ.એ વિવિધ ટીમો સાથે બેઠક યોજી

જિલ્લા ચૂંટણી તંત્ર નિષ્પક્ષ અને ન્યાયપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા માટે પુરી સજ્જતા સાથે કામગીરી કરી રહ્યું છે. વિધાનસભાની આઠેય બેઠકના ખર્ચ નિરીક્ષકો પણ તેમની ટીમ સાથે બેઠક યોજીને ચૂંટણી પૂર્વેના પ્રચાર ખર્ચની કામગીરી પર ચાંપતી નજર રાખી રહ્યા છે. જે અનુસંધાને આજરોજ સર્કીટ હાઉસ ખાતે રાજકોટ પૂર્વ અને રાજકોટ ગ્રામ્ય બેઠકના ખર્ચ નિરિક્ષકશ્રી જનાર્દન એસ.એ વિવિધ ટીમો સાથે બેઠક યોજી હતી અને તલસ્પર્શી ચર્ચા કરીને ટીમના સભ્યોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.ખર્ચ નિરીક્ષકશ્રી જનાર્દન એસ.એ સ્ટેટીક સર્વેલન્સ ટીમ, વિડીયો સર્વેલન્સ ટીમ, ફ્લાઈંગ સ્કવોડ, વીડિયો વ્યુઈંગ ટીમ વગેરેના સભ્યો પાસેથી તેમની કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કેવી કેવી પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે તે બાબતે પોતાના અનુભવો રજુ કર્યા હતા. તેમજ નજીવી લાગતી બાબતોની અવગણના ન કરી સમગ્ર પરિસ્થિતિનું બારીકાઈભર્યું નિરીક્ષણ સુચન કર્યું હતું. સાથો સાથ બેઠક ૬૮ અને ૭૧ના રીટર્નિંગ ઓફીસરોની કામગીરી અંગે પણ તેમણે સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં રીટર્નીંગ ઓફિસરોશ્રી સુરજ સુથાર, શ્રી વિવેક ટાંક, આસિસ્ટન્ટ એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર, એકાઉન્ટ ટીમ, સ્ટેટિક સર્વિલન્સ ટીમ, ફલાઈંગ સ્કવોડ ટીમ, વીડિયો વ્યુઈંગ ટીમ સહિતના અધિકારીઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here