સૌપ્રથમ વખત ગુજરાતી ભાષામાં તમે કોઈપણ ફેકન્યુઝનું તથ્ય તપાસવા ફેક્ટ ચેકની મદદ લઈ શકશો અને એ પણ તદ્દન મફત !

04 Nov 22 : BOOM એ ભારતમાં સૌપ્રથમ શરુ કરવામાં આવેલી બે ફેક્ટ ચેકર્સ સેવાઓમાંનું એક છે. http://www.factchecker.in પણ બૂમનાં સ્થાપક દ્વારા જ લોન્ચ કરવામાં આવ્યું હતું અને દક્ષિણ એશિયામાં છે જેને ઇન્ટરનેશનલ ફેક્ટ ચેકિંગ નેટવર્ક- પોયન્ટર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું છે. આ પ્રમાણપત્ર એ સંપાદકીય રીતે મજબૂત સ્વતંત્ર તથ્ય ચકાસણી વેબસાઇટ બનાવવા માટે અમે લીધેલા પ્રારંભિક પગલાંનું પ્રતિબિંબ છે જેણે નકલી સમાચારોને નાબૂદ કરવા અને તેનો ફેલાવો અટકાવવાનો પ્રયત્ન કર્યો છે.

બૂમ WhatsAppનાં માધ્યમ થકી હેલ્પલાઈન શરૂ કરનાર સૌપ્રથમ તથ્ય તપાસનાર મીડિયા સંસ્થા હતી જ્યાં તમે તથ્ય તપાસવા માટે તમારી પોસ્ટ અને ફોરવર્ડ મોકલી શકો છો. બૂમ WhatsApp હેલ્પલાઇન (+917700906588) દર અઠવાડિયે તથ્ય તપાસનાં સંખ્યાબંધ પ્રશ્નો પ્રાપ્ત કરે છે. BOOM 2014 થી એક વ્યાપક સંશોધનાત્મક પત્રકારત્વનાં પ્રયાસ તરીકે અને નવેમ્બર 2016થી તેના વર્તમાન અવતારમાં અસ્તિત્વમાં આવેલ મીડિયા સંસ્થાન છે.

BOOM એ ખોટી માહિતી સામે લડવા, વાયરલ થઈ રહેલી વિગતો સમજાવવા અને ઈન્ટરનેટને વધુ સુરક્ષિત બનાવવાના હેતુ સાથે કાર્યરત સ્વતંત્ર ડિજિટલ પત્રકારત્વ ક્ષેત્રે કરવામાં આવેલી પહેલ છે. BOOM એ ભારતની સર્વપ્રથમ અગ્રણી ફેક્ટ ચેકિંગ વેબસાઇટ અને એવી પહેલ છે, જે વાચકોને પત્રકારત્વ દ્વારા ચકાસાયેલ તથ્યો પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. બૂમની મુખ્ય વિશેષતાઓ એ છે કે બૂમ એ ઈન્ટરનેશનલ ફેક્ટ ચેકિંગ નેટવર્ક (IFCN) દ્વારા પ્રમાણિત પ્રથમ ભારતીય ફેક્ટ ચેકિંગ ન્યૂઝરૂમ્સમાંનું એક છે. બૂમ એ વર્ષ 2018માં ફેસબુક સાથેનાં ફેક્ટ ચેકિંગ પ્રકલ્પમાં ભાગીદારી કરનાર ભારતનું સૌપ્રથમ ન્યૂઝરૂમ હતું. બૂમ હાલમાં અંગ્રેજી, હિન્દી, બાંગ્લા અને ગુજરાતી એમ ચાર ભાષાઓમાં ઉપલબ્ધ છે, તેમજ ભારત, મ્યાનમાર અને બાંગ્લાદેશ એમ ત્રણ રાષ્ટ્રોમાં કાર્યરત છે. બૂમ દ્વારા મીડિયાબુદ્ધિનાં નામે એક મીડિયા સાક્ષરતા શાખા પણ ચલાવે છે.

BOOM ઇન્ટરનેશનલ ફેક્ટ ચેકિંગ નેટવર્ક (IFCN)નું પ્રથમ ભારતીય સભ્ય હોય,ભારતમાં IFCNનાં થર્ડ પાર્ટી ફેક્ટ ચેકિંગ પ્રોગ્રામ પર ફેસબુક સાથે ભાગીદારી કરનારી સૌપ્રથમ મીડિયા સંસ્થા છે. BOOM ની ટીમમાં આરોગ્ય અને કાયદાથી લઈને ડેટા એનાલિટિક્સ અને વિદેશ નીતિના ઘણા વિષય નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમારા રોજિંદા કાર્યમાં ટ્રેંડિંગ મુદ્દાઓને સક્રિય રીતે સમજાવવા અથવા સંદર્ભિત કરવા માટેનો સમાવેશ થાય છે, જેથી ખોટી માહિતીના વધુ પ્રસારને ખાળી શકાય અથવા તે શોધનારાઓ માટે સ્પષ્ટતા વાળી પૃષ્ઠભૂમિ પ્રદાન કરી શકાય.

બૂમ સક્રિયપણે રાજકીય, વ્યવસાય, સામાજિક, આરોગ્ય અને દવાથી લઈને બ્રાન્ડ્સ, ઉત્પાદનો અને સેવાઓ સુધીના વિષયો મુદ્દે તથ્ય તપાસે છે. BOOM હાલમાં ધરાતલ સાથે જોડાયેલી પત્રકારોનાં સમૂહ સાથે અંગ્રેજી, હિન્દી, બાંગ્લા અને ગુજરાતી એમ કરીને ચાર ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે. આ વર્ષની શરૂઆતમાં, BOOM એ સ્થાનિક વેબસાઈટ્સ અને સમર્પિત ટીમો સાથે બાંગ્લાદેશ અને મ્યાનમારમાં પણ વિસ્તરણ કર્યું, જેમાં બૂમ દ્વારા ફેકટચેક કરવામાં આવતી ભાષાઓની કુલ સંખ્યા છ થઈ છે. તદુપરાંત કન્નડ અને મલયાલમ ભાષામાં તથ્ય તપાસવા માટે BOOM અગ્રણી ભારતીય સામાજીક પ્લેટફોર્મસ સાથે પણ કાર્યરત છે અને કામ કરે છે.

બૂમ ફેસબુક અને યુટ્યુબનાં માધ્યમ થકી દરરોજ એક્સપ્લેનેર્સ તેમજ તથ્ય તપાસ કરાયેલી વિગતોનાં વીડિયોનું પ્રસારણ પણ કરે છે. તમે બૂમને ટ્વિટર પર (@boomlive_in) પર શોધી શકો છો. BOOM એ Outcue Media Pvt Ltd નો એક ભાગ છે અને તેનું મુખ્ય મથક મુંબઈ, ભારતમાં છે. આઉટક્યૂ મીડિયા પ્રાઈવેટ લિમિટેડ એ નફા માટેનું એકમ છે અને તે અન્ય વ્યવસ્થાઓ જેમ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ તેમજ કોન્ટ્રાક્ટ વર્ક, મીડિયા સાક્ષરતા, તાલીમ તેમજ મીડિયા કન્ટેન્ટ બનાવવાના કોન્ટ્રાક્ટ્સમાંથી તેની આવક મેળવે છે, જેમાંથી તથ્ય તપાસવાની પ્રક્રિયા તદ્દન મફત કરવામાં આવતી હોય તેને આવકનાં સ્ત્રોતમાંથી બાકાત રાખેલ છે. બૂમને નાણાકીય વર્ષ 2020-2021માં કુલ આવકમાં 5 ટકાથી વધુ યોગદાન આપનાર સંસ્થાઓમાં ફેસબુક અને મહોલ્લાટેકનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સ્થાપક વિષે : આજે સમગ્ર વિશ્વમાં ભારતમાંથી ઉભી થયેલી સર્વપ્રથમ ફેકટચેક ન્યુઝ બ્રાન્ડ બૂમને સફળતાનાં શિખરે પહોંચાડવામાં બૂમની સમગ્ર ટીમનો સિંહફાળો છે. જેમાં બૂમનાં સુકાને રહેલા બૂમલાઈવ તેમજ ઈન્ડિયાસ્પેન્ડનાં ફાઉન્ડર (સ્થાપક) શ્રી ગોવિંદરાજ ઈથીરાજનું સકાન અત્યંત મહત્વનું સાબિત થયું છે.

શ્રી ગોવિંદરાજ ઈથિરાજ જેઓ ટેલિવિઝન અને અખબારી પત્રકારત્વ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે અને તેઓ ધ ઈકોનોમિક ટાઈમ્સ, સીએનબીસી ટીવી18, બિઝનેસ સ્ટાન્ડર્ડ, બ્લૂમબર્ગ ટીવી ઈન્ડિયામાં તંત્રીસ્થાને રહીને આંતરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય મીડિયા સંસ્થાનોનું સુકાન સાંભળી ચુક્યા છે, તદુપરાંત તેઓ બ્લૂમબર્ગ કવીન્ટ તેમજ રાજ્યસભા ટીવી પર બિઝનેસ તેમજ પબ્લિક પોલિસીને લાગતા ટેલિવિઝન શો પણ એન્કર કરી ચુક્યા છે. તેઓ ધ એસ્પેન ઇન્સ્ટિટ્યૂટ, કોલોરાડોના ફેલો છે, મેકનલ્ટી પ્રાઈઝ વર્ષ 2018ના વિજેતા છે અને 2014 માટે BMW ફાઉન્ડેશન રિસ્પોન્સિબલ લીડરશિપ એવોર્ડના પણ વિજેતા છે. જ્વ્વલ્લે જ કોઈ ભારતીય પત્રકારનાં જ્ઞાન અને કાર્યને કોઈ ફોર્ચ્યુન 500માં રહેલી બહુરાષ્ટ્રીય કંપનીઓનાં કોઈ માલિકે જાહેરમાં સ્વીકારીને તેમને સરાહી હશે, પરંતુ તાજેતરમાં અમેરિકામાં ન્યુ યોર્ક ખાતે ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા આયોજીત બૌદ્ધિક સત્ર ગોલકીપર્સ 2022 જેની થીમ ફ્યુચર ઓફ પ્રોગ્રેસ મુદ્દે હતી એવા એક ખુલ્લા મંચ પરનાં સંવાદ કાર્યક્રમમાં માઈક્રોસોફ્ટનાં ફાઉન્ડર બીલ ગેટ્સ સાથેની ચર્ચાઓમાં ભાગ લીધા બાદ બિલ ગેટ્સે પણ શ્રી ગોવિંદરાજ ઈથિરાજ પાસેથી ઘણું જાણવા મળ્યાની વાતને સમર્થન આપતી ટ્વિટ કરી હતી, જે ખુબજ વાયરલ થઈ હતી.

આ ચર્ચાસત્રમાં શ્રી ગોવિંદરાજ ઈથિરાજ સાથે એક્ટર, લેખક,એકેડેમીશિયન-લેક્ચરર અને ભૂતકાળમાં બરાક ઓબામા વહીવટમાં વ્હાઇટ હાઉસના ભૂતપૂર્વ સ્ટાફ સભ્ય પણ રહી ચુક્યા છે એવા કાલ પેન ઉર્ફે કલ્પેન સુરેશ મોદી (જેઓ ફિલ્મો તેમજ ટેલિવિઝન સિરીઝ તેમજ વેબસીરીઝમાં કામ કર્યું છે અને નેટફ્લિક્સ પરની જાણીતી વેબ શ્રેણી ધ ડેઝિગ્નેટેડ સર્વાઈવરમાં વ્હાઈટ હાઉસ પ્રેસ સેક્રેટરીનાં પાત્રમાં જોવા મળ્યા હતા), તેમજ રેને ડીરેસ્તા જેઓ સ્ટેનફોર્ડ ઈન્ટરનેટ ઓબ્ઝર્વેટરી ખાતે ટેક્નિકલ રિસર્ચ મેનેજર તરીકે ફરજ બજાવે છે અને માઈક્રોસોફ્ટનાં સર્વેસર્વા તેમજ બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનનાં કો-ચેયર એવા શ્રી બિલગેટ્સ આ મીસઈન્ફોર્મેશન પરની બૌદ્ધિક ચર્ચાસત્રમાં એક જ મંચ પર હાજર હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here