
16 Nov 22 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હવે 15 દિવસ જેટલો સમય બાકી છે. આ અગાઉ પહેલા તબક્કાના મતદાન માટે ઉમેવારોએ ફોર્મ ભરી દીધા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે રાજકીય પક્ષો સતત પ્રચાર કરી રહી છે. જામનગર જિલ્લાની 7 વિધાનસભાની બેઠક પર ફોર્મ ચકાસણી પૂર્ણ થઇ ગઈ છે અને હવે 102 ઉમેદવારો જ રહ્યા છે ત્યારે આવતીકાલે હવે જો કોઈ ઉમેદવારોના નામ પાછા ખેંચાશે તો ફરી રાજકીય સમીકરણો બદલાશે.
આ બેઠક પર અપક્ષ અને અન્ય પક્ષના ઉમેદવારો ફોર્મ પરત લેવા માટે મુખ્ય રાજકીય પક્ષો મહેનત કરી રહ્યા છે. આ ઉપરાંત આવતીકાલે કેટલા ઉમેદવારો ફોર્મ પરત ખેચશે તેના પર સૌ મીટ માડીને બેઠા છે. જામનગર શહેર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક માટે 73 ઉમેદવાર માન્ય રહ્યા છે. કાલાવડ બેઠક પર 16 ફોર્મમાંથી 10 ફોર્મ રિજેક્ટ થયા છે. જામનગર ગ્રામ્ય બેઠક પર 31માંથી 19 ફોર્મ રિજેક્ટ થયા છે. જામનગર જિલ્લામાં વિધાનસભાની ફોર્મની ચકાસણી બાદની સ્થિતિ જોતા કાલાવડ વિધાનસભા ક્રમાંક- 76 બેઠક પર 16 ફોર્મ રજૂ થયા જેમાંથી 6 ઉમેદવારો માન્ય રહ્યા હતા. જામનગર ગ્રામ્યની વિધાનસભા ક્રમાંક – 77 વિધાનસભા બેઠક પર 31 ફોર્મ રજૂ થયા છે. જામનગર ઉત્તરની વિધાનસભા ક્રમાંક – 78 બેઠક પર 41 ફોર્મ રજૂ થયા હતા જેમાંથી 22 ઉમેદવારો માન્ય રહ્યા હતા. જામનગર દક્ષિણની વિધાનસભા ક્રમાંક – 79 બેઠક પર 33 ફોર્મ રજૂ થયા હતા જેમાંથી 21 ઉમેદવારોના નામની જાહેરાત થઇ હતી. જામનગર જિલ્લાની જામજોધપુરની વિધાનસભા ક્રમાંક – 80 બેઠક પર 24 ફોર્મ રજૂ થયા છે જેમાં 12 ઉમેદવારો માન્ય રહ્યા હતા.
નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરના રોજ થશે જયારે બીજા તબક્કાનું મતદાન 5મી તારીખે થશે અને વિધાનસભાની ચૂંટણીનું પરિણામ હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામ સાથે 8મી ડિસિમ્બરે જાહેર થશે. વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતા જ આચારસંહિતા લાગુ પડી ગઈ છે. ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારક સભાઓ ગજવશે.
વધુમાં વાંચો… દિલ્હીમાં પોતાની લિવ-ઈન પાર્ટનરની હત્યાનો મામલો હજુ શાંત પડ્યો નથી ત્યાં હવે લવ જેહાદનો એક નવો મામલો સામે આવ્યો
દિલ્હીમાં પોતાની લિવ-ઈન પાર્ટનરની હત્યાનો મામલો હજુ શાંત પડ્યો નથી ત્યાં હવે લવ જેહાદનો એક નવો મામલો સામે આવ્યો છે, જેમાં ધર્મ પરિવર્તનનો વિરોધ કરવા પર યુવકે યુવતીને ચોથા માળેથી નીચે ફેંકીને હત્યા કરી દીધી. દુબગ્ગાની દુદા કોલોનીમાં રહેતા સુફિયાને ધર્મ પરિવર્તનનો વિરોધ કરવા બદલ પરિચિત નિધિ ગુપ્તાને ચોથા માળેથી નીચે ફેંકી દીધી હતી. નિધિને ગંભીર હાલતમાં ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. મંગળવારે રાત્રે નિધિના પરિવારજનો ફરિયાદ કરવા સુફિયાનના ઘરે પહોંચ્યા હતા. આરોપ છે કે સુફિયાન નિધિને ઘણા સમયથી પરેશાન કરી રહ્યો હતો. આરોપીએ નિધિને એક મોબાઈલ ફોન પણ અપાવ્યો હતો.
શું છે સમગ્ર મામલો – જ્યારે પરિવારે નિધિને ફોન વિશે પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે સુફિયાન ઘણીવાર તેની છેડતી કરતો હતો. આરોપીએ નિધિને બળજબરીથી ફોન આપ્યો હતો અને ધર્મ પરિવર્તન માટે દબાણ કરી રહ્યો હતો. મામલાની માહિતી મળ્યા બાદ નિધિના પરિવારના સભ્યો તેને સુફિયાનના બ્લોક નંબર 40 સ્થિત ફ્લેટમાં લઈ ગયા. પરિવારના સભ્યોએ સુફિયાનની હરકતોનો વિરોધ કર્યો. આ મામલે વિવાદ વધી ગયો.
યુવતીને ટેરેસ પર લઈ ગયો હતો આરોપી – આ પછી સુફિયાન નિધિને લઈને ચોથા માળની ટેરેસ પર પહોંચી ગયો. નિધિની માતા લક્ષ્મી ગુપ્તાનો આરોપ છે કે સુફિયાને તેની પુત્રીને ચોથા માળેથી ફેંકી દીધી. ચીસો સાંભળીને લોહીલુહાણ નિધિને તેના પરિવારના સભ્યો ટ્રોમા સેન્ટર લઈ ગયા હતા, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. દરમિયાન સુફિયાન ઘરમાંથી ફરાર થઈ ગયો હતો. એડીસીપી ચિરંજીવ નાથ સિંહાએ જણાવ્યું કે ઘટનાસ્થળે તપાસ કરવામાં આવી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી અવારનવાર નિધિને પરેશાન કરતો હતો. અનેક મુદ્દાઓ પર પુરાવાઓનું સંકલન કરવામાં આવી રહ્યું છે. નિધિની માતાની ફરિયાદ પર હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસની ટીમ આરોપીની શોધમાં દરોડા પાડી રહી છે. ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે. નિધિની માતાએ જણાવ્યું કે 19 વર્ષીય નિધિએ હાઈસ્કૂલ સુધી અભ્યાસ કર્યો છે. તે નજીકના બ્યુટી પાર્લરમાં કામ શીખી રહી હતી. જયારે આસપાસના લોકોએ જણાવ્યું કે આરોપી ડ્રગ્સ પણ લેતો હતો.