પૂર્વ સરપંચે ગુજરાત સરકારના મંત્રી સામે પત્ની પર શારીરિક શોષણનો લગાવ્યો આક્ષેપ

28 July 22 : ગુજરાતના કેબિનેટ મંત્રી પર ગંભીર આક્ષેપો થયા છે. કેબિનેટ પ્રધાન અર્જુન સિંહ ચૌહાણ પર શારિરીક શોષણનો આરોપ લાગ્યો છે. પૂર્વ સરપંચની પત્ની પર દુષ્કર્મ લાગ્યાનો ચકચારી આરોપ લગાવવામાં આવ્યો છે. ખેડા એસપી કચેરીએ હલદરવાસના પૂર્વ સરપંચે અરજી કરતા ખળ ભળાટ મચી ગયો છે.

ભાજપ જિલ્લા પ્રમુખ હતા ત્યારે સત્તાનો દુરુપયોગ કર્યો હતો તેવું સરપંચનું એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહેવું છે. તેમણે ટીવી ચેનલ સમક્ષ એ પણ કહ્યું હતું કે, અર્જુન સિંહની દહેસતના કારણે મારી પત્ની ઘર છોડીને જતી રહી તેવું પણ સરપંચના એક વીડિયોમાં સામે આવ્યું હતું.

જિલ્લા પોલીસ વડાને કરેલી અરજીમાં કેટલીક વિગતોમાં સામે આવ્યું હતું કે, મારી પત્ની પર બળાત્કાર કર્યો છે અને અવાર નવાર બોલાવીને ગમે ત્યારે તેમના મિત્રોને પણ મોકલતા હતા. મહેમદાવાદ તાલુકામાં પંચાયતમાં પત્ની સદસ્ય હતા તેવુ્ં પૂર્વ સરપંચે કહ્યું હતું. મિટીંગોમાં અવાર નવાર મુલાકાત થતી હતી. આ મામલે પતિએ એવું પણ કહ્યું હતું કે, અર્જુનસિંહ તરફથી બરબાદ કરવાની ધમકી આપી હતી. તે પ્રકારના આ તમામ ગંભીર આરોપ પૂર્વ સરપંચ દ્વારા લગાવવામાં આવ્યા છે.

ગુજરાતના મંત્રી પર આ ખૂબ જ ગંભીર આરોપો લાગ્યા છે. ખેડા જિલ્લાના મહેદાવાદ મતવિસ્તારના ધારાસભ્ય પર ગંભીર પ્રકારના આક્ષેપો છે. નવી સરકારમાં ગ્રામ ગૃહનિર્માણ મંત્રી તરીકે અર્જુન સિંહની નિયુક્ત કરાઈ છે. ત્યારે આવા સમયે પૂર્વ સરપંચ દ્વારા ગંભીર પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યા છે. મળતી વિગતો અનુસાર અગાઉ પોલીસ ફરીયાદ કરવા માટે પત્નીને પતિએ કહ્યું હતું પરંતુ આ મામલે પત્નીને ડર હતો જેથી પત્ની દ્વારા પોલીસમાં ફરીયાદ ના કરાતા.જિલ્લા પોલીસવડાને અરજી પહોંચી છે તેવી વિગતો પણ મળી રહી છે. જે ભોગ બનનાર છે તે ક્યાં છે તેની તપાસ કરવામાં આવશે. અરજીમાં મળતી વિગતો અનુસાર અર્જુનસિંહે આ મામલે ધમકી આપી હતી.