અમેરીકાના પૂર્વ રાષ્ટ્રપતી ટ્રમ્પ પર ડેટ્રોઇટમાં વેલેટ પેપર્સમાં છેડછાડ કરવાનો લાગ્યો આરોપ

09 Nov 22 : અમેરીકાના પૂર્વ રાષ્ટ્રપતી ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે આરોપ લગાવ્યો હતો કે, ડેટ્રોઇટમાં વેલેટ પેપર્સની તીવ્ર અછત હતી જેના કારણે કેટલાક મતદારો મતદાન કરવાની પરવાનગી આપવામાં આવી ન્હોતી. ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા એપ ટ્રુથ સોશિયલ પર લોકોને અપીલ કરતા કહ્યું કે, તમે આ ગેરરીતિ સામે અવાજ ઉઠાવો. હું તમારી સાથે છું. તેમણે કહ્યું કે ચૂંટણીમાં છેડછાડ થઈ હતી.

ટ્રમ્પે મતદાતાને છેતરપીંડી કરનાર ગણાવ્યા – ટ્રમ્પે ટ્રુથ સોશિયલ એપ પર લખી આરોપ લગાવ્યો કે, જ્યારે લોકો મત આપવા જઈ રહ્યા હતા ત્યારે અધિકારી ઓ તેમને કહેતા હતા કે “માફ કરશો, તમે પહેલાથી જ મતદાન કરી ચુક્યા છો.” ટ્રમ્પે વધુ એક પોસ્ટમાં કહ્યું કે, 2020ની અમેરીકી રાષ્ટ્રપતી પદની ચૂંટણીનો ઉલ્લેખ કર્યો અને તેને મતદારોને છેતરપિંડી કરનાર ગણાવ્યા. 2020ની રાષ્ટ્રપતી પદની ચૂંટણીના પરિણામોથી, ટ્રમ્પે મહીનાઓ સુધી દાવો કર્યો કે, તેમની સામેની ચૂંટણીમાં છેડછાડ કરવામાં આવી હતી, જે દર્શાવે છે કે, જ્યોર્જિયા, એરિઝોના, પેન્સિલવેનિયા અને અન્ય જગ્યાએ શંકાસ્પદ મત નાખવામાં આવ્યા હતા. ટ્રમ્પે ‘મેક અમેરિકા ગ્રેટ અગેઇન’ અભિયાન માટે મેળવી રહ્યા છે સમર્થન – અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પ્રખ્યાત ‘મેક અમેરિકા ગ્રેટ અગેઈન’ અભિયાન હેઠળ સમર્થન મેળવી રહ્યા છે. રીપોર્ટ અનુસાર, આ અભીયાન એ માન્યતાની આસપાસ બનાવવામાં આવી છે કે, મોટા પ્રમાણમાં શ્વેત, કામદાર વર્ગના રાષ્ટ્રના સાંસ્કૃતિક મૂલ્યો જોખમમાં છે.

વધુમાં વાંચો… એરપોર્ટ પર થયો હાઈ વોલ્ટેજ ડ્રામા! મહિલાએ સ્ટાફ પર વરસાવ્યો ગુસ્સો, મારી લાતો અને પછી…..

ક્રોધ વ્યક્તિને બરબાદ કરવાની ક્ષમતા ધરાવે છે. જો કોઈ વ્યક્તિ હાથમાંથી નીકળી જાય, તો તે કંઈપણ કરી શકે છે. આ વીડિયો તેની સાબિતી આપે છે. આ વીડિયોમાં મહિલાનું આ પ્રકારનું રૂપ જોઈને દરેક લોકો ગભરાઈ ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ મામલો મેક્સિકોનો છે.મુસાફરો પર પાણીની બોટલ પણ ફેંકી.મહિલા એરપોર્ટ પર મોડી પહોંચી હતી, જેના કારણે તે તેની ફ્લાઈટ ચૂકી ગઈ હતી. પરંતુ જ્યારે મહિલા આ વાતથી ગુસ્સે થઈ ગઈ અને હંગામો મચાવવા લાગી તો બધા લોકોએ માથું પકડી લીધું. મહિલાએ ક્રૂ પર બૂમો પાડવાનું શરૂ કર્યું અને મુસાફરો પર પાણીની બોટલ પણ ફેંકી. તમે પણ જોવો જ જોઈએ આ વીડિયો.

ફ્લાઈટ ચુકી જવાના કારણે ગુસ્સે હતો.મહિલાએ અમીરાત એરલાઈનના ચેક-ઈન સ્ટાફ પર હુમલો કર્યો હતો. આટલું જ નહીં, મહિલાએ ચીસો પાડવાનું શરૂ કર્યું, ખુરશી તોડી અને પોતે બહાર નીકળી ગઈ. ખરેખર, આ મહિલાની ફ્લાઈટ મિસ થઈ ગઈ હતી, જેના કારણે મહિલા ખૂબ જ પરેશાન હતી. રિપોર્ટ અનુસાર મહિલાએ એરપોર્ટ પર હંગામો મચાવ્યો અને સ્ટાફ સહિત મુસાફરોને પણ અસુવિધાનો સામનો કરવો પડ્યો. આ વીડિયો થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો હતો અને સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ વાત પર પોતાનો રોષ ઠાલવી રહ્યાં છે.

વાયરલ વિડિયો – આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. માત્ર 10 સેકન્ડનો આ વીડિયો ઘણી વખત જોવામાં આવ્યો છે. એટલું જ નહીં, સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા હતા. એક યુઝરે સવાલ પૂછ્યો કે શું આમાં કર્મચારીઓની કોઈ ભૂલ છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here