02 Sep 22 : હનીટ્રેપમાં ફસાવવા કિસ્સા વધતા જઈ રહ્યા છે. ગોંડલમાં જ એક બનાવ સામે આવ્યો જેમાં ચાર શખ્સોએ મામલતદારને સજાતીય સંબંધ બાંધવાની લાલચ આપી અલગ જગ્યાએ લઈ જઈને માર માર્યો અને ૪૬ હજાર પડાવી લીધા. જેની ફરિયાદ થતાં પોલિસે ગણતરીની કલાકોમાં નરાધમોને પકડી કાર્યવાહી હાથ ધરી. ગોંડલમાં ફ્રેન્ડશીપ કરવાના બહાને અને સેકસની લાલચ આપી હનીટ્રેપમાં ફસાવતી ગેંગ સક્રિય બની છે.

નવસારી ખાતે ફરજ બજાવતા મામલતદારને ગોંડલના ચાર શખ્સોએ ફ્રેન્ડશીપ કરવાના બહાને બોલાવી અવાવરું જગ્યાએ લઈ જઈ રૂપિયા ૪૬ હજાર પડાવી લીધા. મળતી વિગત અનુસાર ગોંડલ ફરવા આવેલા નવસારીના ચોવીસીગામ ખાતે રહેતા – મામલતદાર કચેરીમાં ઇન્ચાર્જ મામલતદાર તરીકે ફરજ બજાવતા મનીષભાઈ પારેખને ફ્રેન્ડશીપ અને સજાતીય સંબંધ બાંધવાની માયાજાળમાં ફસાવી ચાર શખ્સોએ ગોંડલ આશાપુરા ચોકડી પાસેથી મોટરસાયકલમાં બેસાડી વોરાકોટડા રોડ સબજેલ પાસે અવાવરું જગ્યામાં લઈ જઈ માર મારી બળજબરી પૂર્વક ખીસ્સામાં રહેલા રુ.5 હજાર રોકડ તથા મોબાઇલ પે દ્વારા અલગ અલગ ખાતામાં કુલ ૪૬ હજાર નું ટ્રાન્ઝેક્શન કરાવ્યું હતું. જેની બાદમાં પોલીસ ફરિયાદ થતાં પોલિસે ગણતરીની કલાકોમાં નરાધમોને પકડી પાડયા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

  • જસદણના જવેલર્સએ કરી આત્મહત્યા – આર્થિક ભીંસથી કંટાળી પોતાનું જીવન ટુંકાવ્યું

02 Sep 22 : જસદણના જ્વેલર્સના વેપારીએ પોતાના ઘરે મોદી રાતે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું. વેપારીએ ધંધા માટે બેંકમાંથી લોન લીધી હતી જેના હપ્તા ભરવા મુશ્કેલ બની રહ્યા હતા. હપ્તા ન ભરતા અને આર્થિક ભીંસ અનુભવતા વેપારીએ આ પગલું ભર્યું. વેપારીને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. વેપારીની આત્મહત્યાનો કારણે ત્રણેય સંતને નાની ઉંમરમાં પિતાની છત્રછાયા ગુમાવી અને પરિવાને ઓન ઘેરો આઘાત લાગ્યો છે. મળતી વિગત અનુસાર જસદણમાં ધકાણ જવેલર્સ નામની દુકાન ચલાવતા ૪૫ વર્ષના સંજયભાઈ જગજીવનભાઈ ધકાણએ ગત મોડી રાત્રીના પોતાના ઘરે દુપટ્ટાવડે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારજનોમાં ઘેરો શોક છવાઈ ગયો હતો.

આ બનાવની જાણ થતા પરિવારજનોએ તાત્કાલિક યુવાનને ૧૦૮ની મદદથી જસદણની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જ્યાં હાજર તબીબે યુવાનને મૃત જાહેર કરતા પરિવારજનો ભાંગી પડ્યા હતા. જેથી ધંધાર્થીના મૃતદેહનું જસદણની સિવિલ હોસ્પિટલમાં જ પીએમ કરવામાં આવ્યું હતું. મૃતક યુવાનને સંતાનમાં બે દીકરી અને એક દીકરો છે. પરંતુ આ ઘટનાને પગલે ત્રણેય સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી બેસતા પરિવારજનોમાં કરૂણ કલ્પાંત મચી ગયો હતો.

આ બનાવની જાણ થતા જસદણ પોલીસ મથકનો કાફલો હોસ્પિટલે દોડી આવ્યો હતો અને મૃતક પરિવારજનોના નિવેદનના આધારે આગળની તજ વીજ હાથ ધરી હતી. યુવાને બેંકમાંથી ધંધા માટે લોન લીધી હોવાથી તેના હપ્તા ભરપાઈ થઈ શકતા ન હોવાથી તે છેલ્લા ઘણા સમયથી આર્થિક ભીંસ અનુભવી રહ્યો હતો. આખરે ક્યાંય છેડો નહી મળતા અને આર્થિક ભીંસ વધી જતા આ પગલું ભર્યાનું જાણવા મળ્યું.