આવતી કાલથી પ્રધાનમંત્રી મોદીનો પ્રચંડ પ્રવાસ, મોઢેરાથી કરશે પ્રવાસની શરુઆત

File Image

08 Oct 22 : આવતીકાલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ યોજાઈ રહ્યો છે. ત્યારે આ પ્રવાસનો તેઓ મહેસાણા જિલ્લાથી પ્રારંભ કરાવશે. ઉત્તર ગુજરાત મોઢેરાથી તેની શરુઆત કરવામાં આવશે. તેઓ આવતી કાલથી વિવિધ કાર્યક્રમોની ભેટ ગુજરાતને આપશે. તેમનો 9થી લઈને 11 ઓક્ટોબર દરમિયાન પ્રવાસ યોજવામાં આવશે.

આ દરમિયાન તેઓ ઉત્તર ગુજરાત, મધ્યગુજરાત અને સૌરાષ્ટ્રની મુલાકાત લેશે. જ્યાં જંગી જનસભાને તેઓ સંબોધન કરશે. એટલું જ નહીં આ ત્રણેય ઝોનમાં મળીને અંદાજિત 3000 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત તેમના હસ્તે કરવામાં આવશે. મોઢેરા ખાતે દર્શન કરી સભાસ્થળ પર રોડ શો કરી પહોંચશે. સૌર ઉર્જા સંચાલિત પ્રોજેક્ટનું લોકાર્પણ તેઓ કરશે. 24 કલાક સૌર ઉર્જા વાપરતું ગામ મોઢેરાને જાહેર કરાશે.

સોમવારે ભરુચના આમોદમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે, બપોરે 3.15 કલાકે અમદાવાદમાં શૈક્ષણિક સંકુલનું ઉદઘાટન તેમના હસ્તે કરવામાં આવશે. મહેસાણામાં મોઢેરા ખાતે રવિવારે સાંજે 5.30 કલાકે તેઓ પહોંચશે. મોઢેરામાં પ્રોજેક્ટનું ઉદઘાટન અને રોડ શો યોજવામાં આવશે. સાંજે 6.45 કલાકે મોઢેશ્વરી માતાના મંદિરે દર્શન અને પૂજા કરશે. 7.30 કલાકે મોઢેરા સૂર્યમંદીરની મુલાકાત લેશે. સોમવારે ભરુચના આમોદમાં વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. 3.15 કલાકે શૈક્ષણિક સંકુલનું ઉદઘાટન કરશે. આ ઉપરાંત તેમનો સૌરાષ્ટ્રનો પ્રવાસ પણ યોજવામાં આવશે.

વડાપ્રધાન 10મી ઓક્ટોબરના રોજ જામનગરથી રૂપિયા 300 કરોડથી વધુના ખર્ચે સૌની યોજનાના લિંક-1 પેકેજ-5નું અને રૂપિયા 700 કરોડથી વધુના ખર્ચે લિંક-3 પેકેજ-7નું લોકાર્પણ કરશે. આ યોજનાથી જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાને નર્મદાના નીર પહોંચતા થશે. જામ નગરના હરિપર ગામ ખાતે મેગા સોલાર પાવર પ્લાન્ટનું લોકાર્પણ કરશે. રુપિયા 176 કરોડથી વધુના ખર્ચે નિર્મિત આ પ્લાન્ટનું ઉદઘાટન તેમના હસ્તે કરવામાં આવશે. આમ વડાપ્રધાનના એક પછી એક કાર્યક્રમો ગુજરાતમાં યોજવામાં આવી રહ્યા છે. ત્યારે દિવાળી પહેલા વધુ એક કાર્યક્રમ પણ પીએમનો યોજવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here