
અમદાવાદથી ભાવનગર અને ભાવનગરથી ગાંધીગ્રામ ટ્રેનની ટ્રીપને 90 દિવસ માટે લંબાવવામાં આવી છે. આ સ્પેશિયલ સમર ટ્રેન અગાઉ ઉનાળામાં ચાલતી હતી જે ફરીથી લંબાવવા માં આવતા મુસાફરો તેની મુસાફરી નિર્ધારીત સમય મુજબ આગામી 90 દિવસ સુધી કરી શકશે. અમદાવાદથી ભાવનગર જવાવાળા મુસાફરો માટે આ સારા સમાચાર છે. ખાસ કરીને આ રુટ પર પેસેન્જરોની સંખ્યા જોવા મળતી હોય છે. તેમાં પણ વીકેન્ડમાં સંખ્યા વધું હોય છે. ત્યારે પશ્ચિમ રેલ્વે દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દૈનિક આ રુટ પર સ્પેશિયલ ટ્રેન આજથી 3 મહિના સુધી ચાલશે. સમરના સ્થાને હવે મોન્સુન સિઝનમાં પણ આગામી 90 દિવસ ટ્રેનમાં મુસાફરી કરી શકાશે.
આ સમયગાળામાં ટ્રેનનો રહેશે સમય : સવારે 6.35 વાગે અમદાવાદથી ઉપડે છે અને ભાવનગર ટર્મિનસ પર 11.15 કલાકે પહોંચે છે. સાંજે 5 વાગે આ ટ્રેન ભાવનગરથી ઉપડી 9.40 એ અમદાવાદ ગાંધીગ્રામ સ્ટેશન પર પહોંચે છે.
આ રુટની ટ્રેનો લંબાવવામાં આવી : મદુરાઈ – ઓખા હવે 29 સપ્ટેમ્બર સુધી ચાલશે, ગાંધીનગર વારાણસી સાપ્તાહીક એક્સપ્રેક્સ ટ્રેનની 5 ટ્રીપો 2 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી રદ રહેશે.
વાઇરલ થયેલ વિડિઓ અંતર્ગત રાજકોટ પોલીસ દ્વારા અટકાયત કરાયા બાદ યુવતી દ્વારા માફી માંગવામાં આવી. જુવો વિડિઓ
સિંધુભવન રોડ પર યુવકને જાહેરમાં પરેડ કરાવવા મામલે હાઈકોર્ટે પોલીસ સામે નોટિસ ઈસ્યુ કરી
અમદાવાદના સિંધુભવન રોડ પર યુવકને જાહેરમાં પરેડ કરાવવા મામલે હાઈકોર્ટે પોલીસ અધિકારીઓ સામે નોટિસ ઈસ્યુ કરી છે. અદાલતના હુકમના તિરસ્કારની નોટિસ ઈસ્યુ કરી છે. કોર્ટે આ મામલે પોલીસ સ્ટાફમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલ સહીતનાને નોટિસ ઈસ્યુ કરી છે. 5 જુલાઈના રોજ જુનૈદ મિર્ઝાની સિંધુ ભવન રોડ પર અમદાવાદ પોલીસે હાથમાં પ્લેકાર્ડ સાથે પરેડ કરાવી હતી. તેના પર લખેલું હતું. ‘ગાડી મેરે બાપ કી, રાસ્તા નહીં’. મિર્ઝાએ હાઈકોર્ટમાં આક્ષેપ કર્યો હતો કે પોલીસે સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ નિર્દેશોનું ઉલ્લંઘન કરીને જાહેરમાં તેમનું અપમાન કર્યું હતું.
ડિવિઝન બેન્ચે પોલીસકર્મીઓ પાસેથી જવાબ માંગ્યો હતો કે તેમની સામે કોર્ટના અવમાનના કાયદા હેઠળ કાર્યવાહી કેમ ન કરવી જોઈએ. આગામી 7 Aug સુધીમાં ખુલાસો માગવા માં આવ્યો છે, કેસની વધુ તપાસ માટે હાઈકોર્ટે નોટિસ ઈસ્યુ કરી છે. સિંધુભવન રોડ પર યુવકને જાહેરમાં પરેડ કરી હાથમાં બેનર આપવામાં આવ્યું હતું તે મામલે કોર્ટ દ્વારા આકરુ વલણ અપનાવવામાં આવ્યું છે. આમ અમદાવાદ પોલીસની જાહેરમાં કરવામાં આવેલી કાર્યવાહીનો આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. પોલીસ દ્વારા કથિત જાહેરમાં ગેરવર્તણૂક અને પરેડની ફરિયાદના આધારે હાઈકોર્ટે પોલીસને તિરસ્કારની નોટિસ ફટકારી છે.
અમરનાથયાત્રાના સુચારૂ સંચાલન માટે સિવિલ એડમિનની વિનંતી પર, IAF Mi 17 V5 હેલિકોપ્ટરે ફસાયેલા સિવિલ સંચાલિત હેલિકોપ્ટર ને પંચતરણીથી નીલગર હેલિપેડ સુધી એરલિફ્ટ કર્યું. જુવો વિડીયો
સુરત : જાહેરનામાનો ભંગ કરી બેફામ બનેલા યુવકોએ જાહેર રસ્તાની વચ્ચે કેક કટ કરી બર્થ ડે ઊજવ્યો, આતિશબાજી પણ કરી, પોલીસની કાર્યવાહી
ડાયમંડ સિટી સુરતમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં કેટલાક યુવાનો જાહેર માર્ગ પર કાયદાનો ભંગ કરીને જન્મદિવસની ઉજવણી કરી ફટાકડા ફોડતા નજરે પડી રહ્યા છે. જાહેરનામાનો ભંગ કરી કાયદના ડર વિના યુવકો બેફામ થઈને જાહેર માર્ગ પર રસ્તા વચ્ચે આતિશબાજી કરે છે. આ વીડિયો સામે આવતા સુરત ગ્રામ્ય પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે સુરતના સરથાણા વિસ્તારમાં નવા રિંગરોડ પરનો હોવાનો જાણવા મળ્યું છે. વીડિયોમાં કેટલાક યુવકો તેમના સાથી યુવકનો જન્મદિવસ ઊજવવા માટે જાહેર રસ્તાની વચ્ચોવચ કાર ઊભી કરી તેના બોનેટ પર વિવિધ કેક મૂકી કટ કરે છે અને પછી આતિશબીજી કરે છે. આમ જાહેરનામાનો ભંગ કરી કાયદાના ડર વિના યુવકો બેફામ થઈને રસ્તાની વચ્ચોવચ જન્મદિવસની ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે. વીડિયોના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી. આ વીડિયો સામે આવતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે વીડિયોમાં દેખાતા યુવકો સરથાણા વિસ્તારના છે અને ચિરાગ માંડાણી નામના યુવકનો બર્થ ડે હોવાથી ઊજવણી માટે યુવકોએ જાહેર માર્ગ પર વચ્ચોવચ કેટ કટિંગ કરી આતિશબાજી કરી હતી. જો કે, હવે આ મામલે પોલીસ શું પગલા ભરે છે તે જોવાનું રહેશે.