01 Sep 22 : અમદાવાદ શહેરમાં છેતરપિંડીના કિસ્સાઓ દિવસે દિવસે વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે ફરી એક છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે જેમાં સોલા સિવિલમાં નોકરી અપાવવાના બહાને ગઠિયાએ પાચ લાખ રુપિયા પડાવી લીધા હતા. આ બનાવને લઈ શહોરકોટડા પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતા અને શ્યામ શિખર પાસે આવેલા એક ક્લિનિકમાં ફિઝીયોથેરાપિસ્ટ તરીકે નોકરી કરતા હિનાબેન પટેલે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ દાખલ કરાવી છે. તેઓએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમના ક્લિનિક પર ડોક્ટરને મળવા માટે તેમના મિત્ર મહેશ ઉર્ફે માનવ બારોટ આવતા હતા. જેથી તેઓને ઓળખાણ તેમની સાથે થઈ હતી. આજથી બે વર્ષ પહેલા મહેશે ફરિયાદીને કહ્યું હતું કે, આરોગ્ય વિભાગમાં મારી સારી ઓળખાણ છે અને હું તમને સોલા સિવિલ હોસ્પિટલમાં ફિઝીયોથેરાપીસ્ટ તરીકેની નોકરી અપાવી દઈશ. જેના માટે તેણે ફરિયાદી પાસે રૂપિયા 6 લાખની માંગણી કરી હતી.

ફરિયાદી ગઠિયાએ આપેલી લાલચમાં આવી જતા તેઓને રૂપિયા બે લાખ રોકડા અને અલગ અલગ ટ્રાન્જેક્શન કરી એમ કુલ રૂપિયા 5 લાખ 55 હજાર આપ્યા હતા. જોકે ફરિયાદીએ આ બાબતની જાણ અન્ય તેમના મિત્ર અને સગા સંબંધી ઓને કરતા ગઠીયાએ અન્ય એક મહિલા ને વડનગર સરકારી હોસ્પિટલમાં નોકરી અપાવવાની લાલચ આપી હતી.

આમ 3થી 4 લોકોને નોકરીની લાલચ આપીને રૂપિયા પડાવી લેતા અંતે આરોપી વિરૃદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલમાં પોલીસે ફરિયાદ નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

  • નિકોલમાં રહેતી યુવતીને વિધર્મી યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો છે. એક જ જગ્યાએ નોકરી કરતા સમયે બન્ને એકબીજાના પ્રમેમાં પડ્યા હતા. બન્નેના લગ્ન થયા બાદ પતિ વારવાર પત્ની પર ત્રાસ ગુજારવા લાગ્યો હતો.  પતિ સહિતના સાસરિયાઓ સામે પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

01 Sep 22 : નિકોલમાં રહેતી યુવતીને વિધર્મી યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો છે. એક જ જગ્યાએ નોકરી કરતા સમયે બન્ને એકબીજાના પ્રમેમાં પડ્યા હતા. બન્નેના લગ્ન થયા બાદ પતિ વારવાર પત્ની પર ત્રાસ ગુજારવા લાગ્યો હતો. જેથી પતિ સહિતના સાસરિયાઓ સામે પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના નિકોલમાં રહેતી યુવતી ઉત્તરપ્રદેશના આગ્રામાં આવેલી ઓબેરોય હોટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી તે સમયે પોતાની જ સાથે કામ કરતા ખાલીદ અલી ઉર્ફે આદીલઅલી સાથે મિત્રતા થઈ હતી. ધીમે ધીમે મિત્રતા આગળ વધી હતી અને બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. વર્ષ 2014માં બન્નેએ કોર્ટમાં લગ્ન કર્યા હતા. લગ્નના થોડાક દિવસો બાદ આ બન્નના ઝઘડાઓ શરુ થયા હતા. ત્યારબાદ પત્નીને નોકરી કરવા માટે ના પાડી દીધી હતી. ત્યારે સાસરિયા દ્વારા પણ ત્રાસ આપવામાં આવતો હોવાની માહિતી સામે આવી હતી.

યુવતીના હાથમાં તેના પતિનો ફોન આવતા તેણે ફોન ચેક કર્યો હતો તેમાં તેના પતિના અન્ય એક મહિલા સાથે પણ સંબંધો હોવાનું સામે આવ્યું હતું. જેથી યુવતી ડરી ગઈ હતી અને તે તેના ઘરે અમદાવાદ આવી પહોંચી હતી. અમદાવાદ આવીને તેના પરિવારજનોને તમામ હકીકતની જાણ કરી હતી. ઘરે આવીને તેના પતિ ખાલિદને આ અંગેની વાત કરી હતી. જેથી તે ઉશકેરાઈ ગયો હતો અને યુવતીને ધમકી આપી જણાવ્યું હતું કે હાલમાં ઉત્તરપ્રદેશ માં ઈલેક્શન છે એટલે મારી બંદુક પોલીસ સ્ટેશનમાં જમા છે, જે મારી બંદુક મારી પાસે પરત આવી જાય એટલે હું તને અને તારી માતાને જોઈ લઈશ.

જેથી પરિવારજનોએ આ અંગે નિકોલ પોલીસ સ્ટેશનમાં પતિ ખાલિદ અને તેના માતા પિતા સામે ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • અમદાવાદ જિલ્લાના કુલ ૨.૨૮ લાખ ખેડૂતોને ર૩૭૬.૧૦ કરોડની માતબર રકમની સહાય ચૂકવાઈ – ઋષિકેશ પટેલ

01 Sep 22 : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અમદાવાદના દસ્ક્રોઈમાં રુ. ૧૦૩૮ લાખના ખર્ચે નિર્માણ પામનાર સેન્ટર ઓફ એક્સલન્સ અને પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટરનું ઇ-ખાતમુહૂર્ત કરાશે. અમદાવાદ જિલ્લા પ્રભારી અને રાજ્ય આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલની અમદાવાદ ખાતે ઉપસ્થિતિ રહી હતી.

અમદાવાદ જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, અમદાવાદ જિલ્લાના કુલ ૨.૨૮ લાખ ખેડૂતોને ર૩૭૬.૧૦ કરોડની માતબર રકમની સહાય ચૂકવાઈ છે. ગુજરાત દ્વારા ખેત પદ્ધતિ ક્ષેત્રે ઉત્તરોત્તર વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને નેનો યુરિયા, ડ્રોન પદ્ધતિથી ખેતી જેવી પહેલ પણ હાથ ધરવામાં આવી છે. વડાપ્રધાનનરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ચાલુ વર્ષે દેશમાં જીડીપી ૧૩.૫ % એ પહોંચ્યો છે. તેમાં ૪.૫ ટકા જેટલું કૃષિનું અભૂતપૂર્વ યોગદાન રહેલ હોવાનું મંત્રીએ કહ્યું હતું.

વડાપ્રધાન એ જગતના તાતની ચિંતા કરીને ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધાર સાથે સામંતશાહી, વ્યાજખોરોથી ખેડૂતોને બચાવી ખેડ, ખાતર અને બિયારણ માટે કિસાન સન્માન નિધિ દ્વારા વર્ષે ૬૦૦૦ રૂપિયાની નાણાકીય સહાય ડીબીટી મારફતે સીધા ખાતામાં ચૂકવવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. જેના અંતર્ગત અમદાવાદ જિલ્લાના કુલ ૨.૨૮ લાખ ખેડૂતોને ₹૩૭૬.૧૦ કરોડની માતબર રકમની સહાય ચૂકવવામાં આવી છે.

અમદાવાદમાં નિર્માણ પામનારા સેન્ટર ઓફ એક્સેલન્સ થકી જિલ્લામાં રક્ષિત ખેતી, ટપક સિંચાઈ પધ્ધતિ, ફર્ટીગેશન તથા અધ્યતન ધરૂ ઉછેર દ્વારા ખેડુતોની આવક બમણી કરવાનો પ્રયત્નો કરવામાં આવશે. તેમ જણાવી સેન્ટર ઓફ એક્સેલન્સ અધ્યતન પ્રકારની ટેક્નોલોજી ખેડુતો સુધી વિસ્તરણ કરવામાં ઉપયોગી બની રહેશે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો.