રાહુલ ગાંધીમાં દેખાઇ ઇન્દિરાની ઝલક, ઘણા સાંસદોની અટકાયત, કૉંગ્રેસ પાર્ટીનું વિરોધ પ્રદશન

26 July 22 : નેશનલ હેરાલ્ડ કેસમાં ED આજે ફરી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની પૂછપરછ કરી રહી છે. આનો વિરોધ કરી રહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય સાંસદોને પોલીસે વિજય ચોક પાસેથી કસ્ટડીમાં લીધા હતા. ધરણા દરમિયાન રાહુલે દાદી ઈન્દિરા ગાંધી જેવું વલણ બતાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના તમામ સાંસદો રાષ્ટ્રપતિ ભવન તરફ કૂચ કરવાની તૈયારી કરી રહ્યા હતા. આ દરમિયાન તેને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

આ દરમિયાન રાહુલે જણાવ્યું કે,, ‘અમને ધરણાં કરવા દેવાયા નથી. અહીં પોલીસનો નિયમ છે. આ ભારતની વાસ્તવિકતા છે. રાહુલ ગાંધી અને અન્યને પોલીસ બસમાં લઈ ગઈ હતી. તેઓને ક્યાં લઈ જવામાં આવ્યા હતા તે હજૂ સુધી જાણી શકાયું નથી. રાહુલ ગાંધીની પોલીસે અટકાયત કર્યા બાદ કોંગ્રેસે ટ્વીટ કરીને એક ફોટો અને કવિતાના અંશો શેર કર્યા છે. ફોટામાં રાહુલ ગાંધી તેમનાદાદી અને પૂર્વ વડાપ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધીની સ્ટાઈલમાં જમીન પર બેઠેલા જોવા મળે છે. આ તસવીર દ્વારા કોંગ્રેસે એ દર્શાવવાનો પ્રયાસકર્યો છે કે, રાહુલ ગાંધી તેમની દાદીની જેમ જ ધારદાર છે.

કોંગ્રેસ કેન્દ્ર સરકાર પર તપાસ એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવી રહી છે. આ મામલે આજે કોંગ્રેસના નેતાઓ રાષ્ટ્રપતિ ભવન તરફકૂચ કરવા ના હતા. તેઓ દિલ્હીના ઐતિહાસિક વિજય ચોક ખાતે એકઠા થયા હતા અને ત્યાં ધરણા કર્યા બાદ તેમની કૂચ શરૂ કરતા પહેલાતેમને કસ્ટડીમાં લેવા માં આવ્યા હતા. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ જયરામ રમેશે ટ્વીટ કરીને કહ્યું કે, કોંગ્રેસના સાંસદોને વિજય ચોકથી રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરતા અટકાવ્યા.

તેમને બળજબરીથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. હવે અમે પોલીસ બસમાં છીએ. માત્ર વડાપ્રધાન અને ગૃહમંત્રી જ જાણે છે કે,અમને ક્યાં લઈ જવા માં આવી રહ્યા છે.