Google Bardનો આગાઝ, ChatGPT અને Midjourneyને આપશે ટક્કર, 180 દેશોમાં સર્વિસ થશે ઉપલબ્ધ

12 May 23 : Google I/O 2023માં, કંપનીએ આખરે તેનું AI ચેટબોટ BARD લોન્ચ કર્યું છે. કંપનીએ આ સર્વિસને 180 દેશોમાં યુઝર્સ માટે લાઈવ કરી છે. ટૂંક સમયમાં BARD અન્ય ઘણા દેશોમાં પણ ઉપલબ્ધ થશે. ગૂગલે જણાવ્યું કે તેમની આ સર્વિસ ત્રણ ભાષાઓમાં ઉપલબ્ધ હશે અને ટૂંક સમયમાં તેમાં અન્ય ભાષાઓનો સપોર્ટ પણ ઉમેરવામાં આવશે. તમે તેનો ઉપયોગ અંગ્રેજી, જાપાનીઝ અને કોરિયન ભાષાઓમાં કરી શકશો. Google BARD માં, તમે ફક્ત તમને કોઈપણ વિષય પર જવાબ આપી શકતા નથી, પરંતુ આમાં તમને Google Maps, Lens અને Adobe FireFly જેવા ફિચર્સ મળશે.

ChatGPT સાથે કોમ્પિટિશન કરશે Google BARD : Google Bardની મદદથી તમે ફોટો માટે કેપ્શન લખી શકો છો.એટલું જ નહીં,તે તમને કોઈપણ વિષય પર સર્ચ કરીને માહિતી આપી શકે છે. જો કે, તમને આ બધી ફિચર્સ ChatGPT માં પણ મળશે, પરંતુ ગૂગલે તેને અન્ય ઘણા ટૂલ્સ સાથે ઉમેરવાનું નક્કી કર્યું છે. તેની મદદથી,BARDનો ઉપયોગ ઘણો જોરદાર બનશે. Google માત્ર ChatGPT સાથે કોમ્પિટિશન કરવાની તૈયારી નથી કરી રહ્યું, પરંતુ કંપની Midjourney જેવા ફોટો જનરેટ કરતા બોટ્સ સાથે પણ કોમ્પિટિશન કરશે. યુઝર્સને Adobe Firefly સાથે BARD સપોર્ટ પણ મળશે. તેની મદદથી યુઝર્સ કોઈપણ કલ્પનાને ફોટામાં કન્વર્ટ કરી શકશે. આ માટે, તેઓ વોઇસ અથવા ટેક્સ્ટની કોઈપણ પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે. BARD સાથે Google Lens,Map,સર્ચ અને બીજું ઘણુબધુ. ગૂગલે તેના પ્રેઝન્ટેશનમાં બતાવ્યું છે કે કેવી રીતે AIને યુઝર્સના જીવનનો હિસ્સો બનાવી શકાય છે. ઉદાહરણ તરીકે, જો તમે Google BARD ને કોઈ વિષય વિશે પૂછો છો, તો તે તમને તેના વિશે માત્ર જવાબ જ નહીં આપે, પરંતુ તમે તેને સંબંધિત ફોટા પણ જોઈ શકો છો. એટલું જ નહીં, તમે નકશા પર તે વિષયો સાથે સંબંધિત માહિતી પણ મેળવી શકો છો. ગૂગલે બાર્ડ વિશે જણાવવાનું શરૂ કર્યું છે. આ AI ચેટબોટ 20 ભાષાઓમાં કોડિંગ કરી શકે છે. આમાં યુઝર્સને ડાર્ક મોડનો ઓપ્શન પણ મળશે.

વધુમાં વાંચો… એલન મસ્ક છોડશે ટ્વિટરના સીઈઓનું પદ, હવે આ મહિલા સંભાળશે કંપનીની કમાન
ટ્વિટરના માલિક એલન મસ્કે ફરી એકવાર પોતાના નિર્ણયથી દુનિયાભરના લોકોને ચોંકાવી દીધા છે. તેમણે આજે એક મોટી જાહેરાત કરી છે. મસ્કે ટ્વિટરના સીઈઓ પદ છોડવાની જાહેરાત કરી છે. આટલું જ નહીં, તેમણે માઇક્રો બ્લોગિંગ સાઇટ માટે નવો સીઇઓ પણ શોધી કાઢ્યો છે. જો કે હાલમાં મસ્ક દ્વારા નવા સીઈઓનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ તેમણે નિશ્ચિતપણે સંકેત આપ્યો છે કે હવે ટ્વિટરની કમાન હવે મહિલાના હાથમાં રહેશે. એલન મસ્કે કહ્યું કે તેઓ ટ્વિટરના સીઈઓનું પદ છોડી રહ્યા છે. તેમણે ટ્વીટ કર્યું કે તમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે તેમણે ટ્વિટર માટે નવા સીઈઓની પસંદગી કરી છે. મસ્કના જણાવ્યા અનુસાર, નવા CEO 6 અઠવાડિયાની અંદર તેમનું કામ સંભાળશે.

કોણ છે લિન્ડા યાકારિનો. એલન મસ્કએ નવા સીઈઓનું નામ જાહેર કર્યું નથી, પરંતુ મીડિયા અહેવાલો સૂચવે છે કે ટ્વિટરનું નેતૃત્વ હવે એનબીસી યુનિવર્સલ એડવર્ટાઈઝિંગ ચીફ લિન્ડા યાકારિનો કરશે. પદ છોડ્યા પછી, ટ્વિટરમાં એલન મસ્કની ભૂમિકા એક્ઝિક્યુટિવ ચેરમેન અને સીટીઓની રહેશે. તમને જણાવી દઈએ કે લિન્ડા યાકારિનોને ડિજિટલ વર્લ્ડની દિગ્ગજ માનવામાં આવે છે. તે એનબીસી યુનિવર્સલ કંપનીમાં 2011થી કામ કરે છે. તે કંપનીમાં વિશ્વ જાહેરાત અને ભાગીદારી વિભાગના પ્રમુખ છે.

વધુમાં વાંચો… ગૂગલે લોન્ચ કર્યો ફોલ્ડિંગ ફોન Pixel Fold, ઓપન થતાં જ ટેબલેટ બની જશે, સેમસંગ ફોલ્ડને આપશે ટક્કર
ગૂગલે તેનો પહેલો ફોલ્ડિંગ ફોન લોન્ચ કર્યો છે. કંપનીએ Google I/O ઇવેન્ટમાં માત્ર તેનો ફોલ્ડિંગ ફોન જ નહીં, પરંતુ Pixel 7a અને પહેલું ટેબલેટ Pixel Tablet પણ લૉન્ચ કર્યું છે. કંપનીએ આ ત્રણેય ડિવાઇસને આકર્ષક કિંમતે લોન્ચ કર્યા છે. તેમાં પાવરફુલ ફીચર્સ મળશે. Pixel Fold વિશે વાત કરીએ તો તેમાં Tensor G2 પ્રોસેસર, Android 13 OS અને ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે. ફોનમાં 180 ડિગ્રીનું ફોલ્ડિંગ હિંગ આપવામાં આવ્યું છે. ડિવાઇસ 4812mAh બેટરી સાથે આવે છે. આવો જાણીએ તેની કિંમત અને અન્ય વિગતો. બ્રાન્ડે આ ડિવાઇસને બે કન્ફિગરેશનમાં લોન્ચ કર્યું છે. Google Pixel Foldના 256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત $1,799 (લગભગ 1,47,500 રૂપિયા) છે. તે જ સમયે, તેના 512GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત $1,919 (લગભગ રૂ. 1,57,300) છે. આ સ્માર્ટફોન બે કલર ઓપ્શનમાં ઉપલબ્ધ હશે – ઓબ્સિડિયન અને પોર્સેલિન. આ સાથે કંપની ફ્રી પિક્સેલ વોચ આપી રહી છે. આ ડિવાઇસ યુએસ માર્કેટમાં પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે. સ્માર્ટફોનની ડિલિવરી આવતા મહિનાથી શરૂ થશે. બ્રાન્ડે આ ડિવાઇસને ભારતીય બજારમાં લોન્ચ કર્યું નથી.

સ્પેશિફિકેશન : ડ્યુઅલ સિમ સપોર્ટ ધરાવતું આ ડિવાઈસ એન્ડ્રોઈડ 13 સાથે આવે છે. જ્યારે અનફોલ્ડ કરવામાં આવે ત્યારે તેમાં 7.6-ઇંચની ડિસ્પ્લે છે, જે 120Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે આવે છે. તે જ સમયે, એક્સર્ટનલ ડિસ્પ્લે 5.8-ઇંચ છે, જે પૂર્ણ HD + OLED પેનલ સાથે આવે છે. આ સ્ક્રીન 120Hz રિફ્રેશ રેટને પણ સપોર્ટ કરે છે. ડિસ્પ્લેની સિક્યોરિટી માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ વિક્ટસ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન Tensor G2 પ્રોસેસર સાથે આવે છે. સિક્યોરિટી માટે Titan M2 ચિપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટ ફોનમાં 12GB રેમ મળશે. ઓપ્ટિક્સની વાત કરીએ તો ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે.તેનો મેઇન લેન્સ 48MPનો છે. આ સિવાય 10.8MP અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ અને 10.8MP ટેલિફોટો લેન્સ ઉપલબ્ધ હશે. ફ્રન્ટમાં કંપનીએ 9.5MP સેલ્ફી કેમેરો આપ્યો છે. અંદરની બાજુએ, કંપનીએ 8MP સેલ્ફી કેમેરા આપ્યો છે. ડિવાઇસ 4,821mAh બેટરી સાથે આવે છે, જે 30W ચાર્જિંગને સપોર્ટ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here